રાજકોટઃ બૂટલેગરનો દારૂ સંતાડવાનો કીમિયો જોઈ પોલીસ પણ ખંજવાળવા લાગી માથું, મુદ્દામાલ સાથે એક ઝડપાયો


Updated: September 4, 2021, 12:37 AM IST
રાજકોટઃ બૂટલેગરનો દારૂ સંતાડવાનો કીમિયો જોઈ પોલીસ પણ ખંજવાળવા લાગી માથું, મુદ્દામાલ સાથે એક ઝડપાયો
પાણીના ટાંકામાં દારૂ સંતાડેલો ઝડપાયો

Rajkot crime news: રાજકોટ પોલીસે (Rajkot police) પાણીના ટાંકામાં (water tank) રાખેલી અલગ અલગ બ્રાન્ડની દારીની (branded liquor bottles) બોટલો પકડી પાડી હતી. અને એક વ્યક્તિની પણ દબોચી લીધો હતો.

  • Share this:
હરિન માત્રાવાડિયા, રાજકોટઃ ગુજરાતમાં દારુબંધી (liquor ban in Gujarat) હોવા છતાં ગુજરાતમાં છાસવારે દારૂનો જથ્થો પકડાતો હોય છે. બૂટલેગરો (bootlegger) પણ ગુજરાતમાં (Gujarat news) દારૂ ઘૂસાડવા માટે અનેક નવા નવા કીમિયાઓ પણ અપનાવતા હોય છે. તો બૂટલેગરોના પ્લાન (bootlegger liquor smuggling plan) ઉપર પાણી ફેરવવા માટે પોલીસ પણ સક્રિય હોય છે. આવી જ એક ઘટના રાજકોટમાં બની હતી. રાજકોટમાં બૂટલેગરના દારુ છૂપાવવાની રીત જોઈને પોલીસ પણ માથુ ખંજવાડવા લાગી હતી. પોલીસે પાણીના ટાંકામાં રાખેલી અલગ અલગ બ્રાન્ડની દારીની બોટલો પકડી પાડી હતી. અને એક વ્યક્તિની પણ દબોચી લીધો હતો.

મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેરના આજી વસાહત, ખોડીયારપરા શેરી નં.-7, આજી જી.આઇ.ડી.સી. 80 ફૂટ રીંગ રોડ, ખાતે આરોપીના રહેણાંક મકાનમાં ફળીયામાં પાણીના ટાંકાની અંદર સંતાડીને વેચાણ અર્થે રાખેલ અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ - 34 જેની કી.રૂ.17000 તથા મોબાઇલ નંગ - 1 જેની કિં.રૂ. 500 તથા રોકડા રૂા.2600 કુલ મુદામાલ કિ.રૂ. 20100 સાથે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચે એક આરીપીને ઝડપી પાડ્યો છે.

રાજકોટ શહેર વિસ્તાર પોલીસ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી હકીકત આધારે આજીવસાહત, ખોડીયાર પરા,શેરી નં.- 7, આજી જી.આઇ.ડી.સી, 80 ફુટ રીંગ રોડ, ખાતે આરોપીના રહેણાંક મકાનમાં ફળીયામાં પાણીના ટાંકાની અંદર સંતાડીને વેચાણ અર્થે રાખેલ ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની અલગ-અલગ કંપનીની બોટલો સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ પણ વાંચોઃ-નાની, માતા-પિતા અને બહેનની હત્યા કર્યા બાદ પુત્ર મિત્રો સાથે પાર્ટી કરવા હોટલ પહોંચ્યો, એક કોળિયો પણ ના ખાઈ શક્યો

અને આરોપીનો કોવીડ- 19 નો ટેસ્ટ કરાવી રીપોર્ટ નેગેટીવ આવ્યેથી આરોપીને ધરપકડ કરવાની તજવીજ કરેલ છે. દારૂનો જથ્થો સંતાડનાર આરોપી જીતેન્દ્રભાઇ ઉફે રાધે ગોવિંદભાઇ મકવાણા અને હરેશ ટપુભાઇ બસીયા જેને પકડવાનો બાકી છે.

આ પણ વાંચોઃ-એકના એક પુત્રએ જ નાની, માતા-પિતા, બહેનની કરી હત્યા, કારણ જાણીને પોલીસ પણ ચોંકી ગઈઆરોપી અગાવ પણ દારૂની હેરાફેરીમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. આરોપી અગાવ આજીડેમ, શાપર વેરાવળ, થોરાળા તેમજ ડીસીબી પોલીસમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ ઉપરાંત આરોપી સને 2011 માં એક વખત વડોદરા જેલ ખાતે પાસા અટકાયત હેઠળ જઇ ચુકેલ છે. મહત્વનું છે કે અગાઉ પણ બુટલેગરો પોલીસથી બચવા અલગ અલગ કિમીયાઓ અપનાવ્યા હતા.

આ પણ વાંચોઃ-Ahmedabad: NRI મહિલાને પ્રેમ લગ્ન કરવા ભારે પડ્યા, મહિલાએ પોલીસ સમક્ષ વર્ણવી આપવીતી

જોકે આ તમામ કિમીયા ઉપર પોલીસે પાણી ફેરવી દીધું હતું. ક્યારેક દૂધના ટેન્કર માં, પાણીના ટેન્કર માં, ઓઇલના ટેન્કરમાં, ગાડીમાં ચોરખાનું બનાવી આવા અલગ-અલગ નુસખાઓ વાપરી બુટલેગરો દારૂની હેરાફેરી કરતા હતા ત્યારે આજ નો નવો કીમિયો જોઇ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
Published by: ankit patel
First published: September 4, 2021, 12:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading