રાજકોટ : 'સાહેબ મારો પતિ દારૂ પી મારકૂટ કરતો હતો, મારા પૈસે જુગાર પણ રમતો હતો'


Updated: July 27, 2021, 11:24 PM IST
રાજકોટ : 'સાહેબ મારો પતિ દારૂ પી મારકૂટ કરતો હતો, મારા પૈસે જુગાર પણ રમતો હતો'
રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન

એક વર્ષ રાજકોટમાં રહ્યા બાદ તેનો પતિ ચેતન નિમાવત તેને મૂકીને મુંબઈ જતો રહ્યો હતો. જ્યાં તે અન્ય સ્ત્રી સાથે એક વર્ષ સુધી રહ્યો હતો.

  • Share this:
રાજકોટ : શહેરમાં વધુ એક પરણિતાએ પોતાના પતિના ત્રાસથી કંટાળીને મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની ફરજ પડી છે. પત્નીએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદમાં નોંધાવ્યું છે કે, મારો પતિ અવારનવાર દારૂ પી મને માર મારે છે. તેમજ મારી પાસેથી જુગાર રમવાના પૈસા પણ માંગે છે. ત્યારે હું મારા પતિના ત્રાસથી કંટાળી ન્યાયની માંગણી સાથે પોલીસ ફરિયાદ નોંધાવું છું.

પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર રોડ પર એક એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીતાએ પોતાના પતિ ચેતન તુલસીદાસ ભાઈ નિમાવત વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના લગ્ન 1992માં ચેતન નિમાવત નામના વ્યક્તિ સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને એક પુત્ર પણ છે જે હાલ કેનેડા ખાતે અભ્યાસ કરી રહ્યો છે. લગ્ન બાદ પોતે વેરાવળ ખાતે સાસુ-સસરા અને બે દિયર સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. લગ્નના ત્રણ વર્ષ બાદ સાસરિયાઓ સાથે તે પોતે પણ રાજકોટ રહેવા આવી ગઈ હતી.

આ પણ વાંચોરાજકોટ : ભ્રષ્ટાચારના ખાડાઓથી પ્રજા પરેશાન! Video - પહેલા બાઈક ચાલક, પછી છકડાવાળો થયો ઊંધા ભોડે

એક વર્ષ રાજકોટમાં રહ્યા બાદ તેનો પતિ ચેતન નિમાવત તેને મૂકીને મુંબઈ જતો રહ્યો હતો. જ્યાં તે અન્ય સ્ત્રી સાથે એક વર્ષ સુધી રહ્યો હતો. જે બાબતની જાણ થતા તેણે અન્ય સ્ત્રી સાથેના પોતાના સંબંધો મૂકીને મને મુંબઈ ખાતે રહેવા લઈ ગયો હતો. ત્યાં બંને પાંચ વર્ષ સુધી હોટલમાં કામ કરતા હતા, ત્યારબાદ મારા પતિને નોકરી છુટી જતા હું નોકરી કરી ઘરનો ખર્ચ પૂરો પાડતી હતી.

આ પણ વાંચોVideo કિન્નૌર: ભૂસ્ખલનથી પહાડ પરથી મોટા-મોટા પથ્થરો પ્રવાસીઓની ગાડી પર પડ્યા, 9 ના મોત, 3 ઘાયલ આ સમયે મારો પતિ મારા પગારમાંથી દારૂ પીધો અને જુગાર પણ રમતો હતો. જ્યારે હું તેને પૈસા આપવાની ના પાડી ત્યારે તે મારકૂટ કરતો હતો તેમજ અપશબ્દો બોલી બળજબરીપૂર્વક મારા પર્સમાંથી રૂપિયા લઈ લેતો હતો. તેમજ જરૂર પડ્યે ઘરની વસ્તુઓ પણ વેચી નાખતો હતો.
Published by: kiran mehta
First published: July 27, 2021, 11:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading