રાજકોટમાં દરરોજ 30-35 કોરોનાં દર્દીનાં મોત; આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિનું કહેવું છે સ્થિતિ સુધરી છે!


Updated: September 17, 2020, 5:20 PM IST
રાજકોટમાં દરરોજ 30-35 કોરોનાં દર્દીનાં મોત; આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિનું કહેવું છે સ્થિતિ સુધરી છે!
જયંતિ રવિ.

રાજકોટ જિલ્લામાં અત્યાર સુધી કોરોના કુલ 4,774 કેસ નોંધાયા છે, જેમાંથી 3220 દર્દી સાજા થઈ ગયા છે.

  • Share this:
અંકિત પોપટ, રાજકોટ: શહેરમાં સતત કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યના અગ્ર સચિવ જયંતિ રવિ (Dr Jayanti Ravi) ફરી એકવાર રાજકોટ સિવિલ હૉસ્પિટલ (Rajkot Civil Hospital)ની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેમણે રાજકોટની સિવિલ હૉસ્પિટલ ખાતે જુદા જુદા તબીબો સાથે તેમજ સિવિલના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી. બેઠક પૂર્ણ થયા બાદ દરેક વખતની જેમ જયંતિ રવિએ મીડિયા સમક્ષ તંત્રની કામગીરી સારી હોવાનુ ચિત્ર રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. જયંતિ રવિ રાજકોટ (Rajkot)ની મુલાકાત આવ્યા છે ત્યારે પણ રાજકોટમાં કોરોનાનો કહેર (Coronavirus Cases in Rajkot) યથાવત રહ્યો છે. ગુરુવારે રાજકોટ સિવિલ અને ખાનગી હૉસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 33 દર્દીઓનાં મોત થયા છે. જેમાંથી રાજકોટ શહેરના 29, રાજકોટ જિલ્લાનાં બે અને અન્ય જિલ્લાના બે દર્દીનો સમાવેશ થાય છે. જોકે, દરરોજ આટલા મોત છતાં સરકારી ચોપડે ચારથી પાંચ જેટલા મોત જ દર્શાવવામાં આવે છે. બીજી તરફ આરોગ્ય અગ્ર સચિવ પણ સબ સલામતનો દાવો કરી રહ્યા છે. આ તમામ વચ્ચે હવે લોકોનો સરકારના દાવા અને આંકડા પરથી વિશ્વાસ ઉઠતો જાય છે. રાજકોટમાં અત્યાર સુધી કોરોના કુલ 4,774 કેસ નોંધાયા છે. જેમાંથી 3220 દર્દી સાજા થઈ ગયા છે.

રાજકોટમાં મીડિયાને સંબોધન કરતા જયંતિ રવિએ કોવિડ હૉસ્પિટલના દર્દીને માર મારવાનો વીડિયો વાયરલ થવા અંગે જણાવ્યું હતું કે, દર્દીની માનસિક સ્થિતિ સારી નથી. આ કારણે તે અવારનવાર પોતાના શરીર પર લગાવવામાં આવેલી નળી કાઢી નાંખતો હતો. તેમજ તે બારીમાંથી કૂદવાનો પ્રયત્ન કરતો હતો. જેના કારણે હોસ્પિટલના સ્ટાફને તેને કાબૂમાં કરવાની ફરજ પડી હતી. જયંતિ રવિના આવા નિવેદન વચ્ચે એવા સમાચાર આવ્યા છે કે આ દર્દીનું 12મી સપ્ટેમ્બરના રોજ જ મોત થઈ ગયું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 1 કરોડ રૂપિયાનુ MD ડ્રગ સપ્લાય કરનાર માસ્ટર માઇન્ડની ધરપકડ

આ દરમિયાન જયંતિ રવિએ મીડિયા સાથેની વાતચીતમાં આગામી દિવસોમાં ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ કેસ વધશે તેવી સંભાવના વ્યકત કરી હતી. તેઓએ કહ્યું હતું કે, 104ની હેલ્પલાઈન મારફતે તંત્રને રોજના 70થી 80 કોલ મળી રહ્યા છે. એક તરફ જ્યારે રાજકોટમા દિવસેને દિવસે કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે અને દર્દીઓના પણ મોત થઈ રહ્યા છે ત્યારે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિનું કહેવું છે કે રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ સુધરતી જોવા મળી રહી છે!

આ પણ વાંચો: રાજકોટમાં કોરોના દર્દીને માર મારવાનો કેસ: દર્દીને 12મી સપ્ટેમ્બરે મોત થયું હોવાનું ખુલ્યું

રાજ્ય સભાના સાંસદ અભય ભારદ્વાજની સ્થિતિ અંગે જયંતિ રવિએ જણાવ્યું હતું કે, તેમને એકમો ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. હજુ આગામી 2થી 3 દિવસ સુધી તેમને એકમો ટ્રીટમેન્ટ આપવામા આવશે. એકમો ટ્રીટમેન્ટ ઓછી કરી પોતાની જાતે ઓક્સિજન લઈ શકે તે પ્રકારના પ્રયત્નો કરવામાં આવશે. હાલના સમયમા અભયભાઈ ભારદ્વારજને એકમો ટ્રીટમેન્ટ આપવી જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા જયંતિ રવિ સતત 11 દિવસ સુધી રાજકોટ શહેરમાં રોકાયા હતા. હવે તેઓ આગામી બે દિવસ સુધી રાજકોટમાં રોકાણ કરીને અલગ અલગ મુદ્દાઓનું નિરીક્ષણ કરશે. જયંતિ રવિના કહેવા પ્રમાણે શહેરમાં ડિસ્ચાર્જ રેટ 70 ટકા થયો છે. શહેરમાં 1,031 લોકોની ટીમ સર્વેની કામગીરી કરે છે. રાજકોટમાં નવું જ મોડલ શરૂ કરવામાં આવશે. સિવિલ હૉસ્પિટલમાં પણ 200થી 230 બેડ ખાલી જોવા મળે છે. ઓક્સિજન બેડમાં ખૂબ વધારો કરવામાં આવ્યો છે. આજના દિવસમાં કુલ 900 બેડક ખાલી છે.
Published by: Vinod Zankhaliya
First published: September 17, 2020, 5:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading