રાજકોટ : શિક્ષણ જગતની શરમ જનક ઘટના, જ્ઞાન જ્યોત સ્કૂલના સંચાલકે વિદ્યાર્થીનીઓ સાથે કર્યા અડપલા!


Updated: October 3, 2021, 8:57 PM IST
રાજકોટ : શિક્ષણ જગતની શરમ જનક ઘટના, જ્ઞાન જ્યોત સ્કૂલના સંચાલકે વિદ્યાર્થીનીઓ સાથે કર્યા અડપલા!
જ્ઞાન જ્યોત સ્કૂલના સંચાલકે વિદ્યાર્થીનીઓ સાથે કર્યા અડપલા

આરોપી દિનેશના પત્ની સીમાબેન પણ રાજકોટ જિલ્લા ભાજપના આગેવાન હોવાથી રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ તેમજ યાર્ડના ચેરમેન તરીકે સખીયા પણ પોલીસ સ્ટેશને પહોંચ્યા હોવાનું સામે આવ્યું

  • Share this:
રાજકોટ : શહેરના લોધીકાની નવી મેંગણી ખાતે આવેલા જ્ઞાન જ્યોત સ્કૂલના સંચાલકે વિદ્યાર્થીનીઓને ઓફિસમાં બોલાવી એક સાથે જકડી રાખી અડપલા કર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે લોધિકા પોલીસ દ્વારા આરોપી દિનેશ દોશીની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ આરોપી દિનેશના પત્ની સીમાબેન પણ રાજકોટ જિલ્લા ભાજપના આગેવાન હોવાથી રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ તેમજ યાર્ડના ચેરમેન તરીકે સખીયા પણ પોલીસ સ્ટેશને પહોંચ્યા હોવાનું સામે આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ભોગ બનનાર બંને વિદ્યાર્થિનીઓએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, નવી મેંગણી ખાતે આવેલી જ્ઞાન જ્યોત સ્કૂલ માં તેવો ધોરણ 9માં અભ્યાસ કરે છે. છેલ્લા કેટલાય સમયથી સ્કૂલ સંચાલક દિનેશ જોષી અમારી બન્નેની સામે ખરાબ નજરે જોતો હતો, તેમજ અશ્લિલ હરકતો પણ કરતો હતો. 9મી સપ્ટેમ્બરથી પહેલી ઓક્ટોબર સુધીમાં છ વખત અલગ અલગ બહાને બંને વિદ્યાર્થીનીઓને દિનેશ જોશીએ ઓફિસમાં બોલાવી હતી. ત્યારબાદ બન્નેને પાછળથી છ વખત અશ્લીલ રીતે પકડી રાખી તેમની પજવણી પણ કરતો હતો. પરંતુ શુક્રવારે ફરીથી દિનેશ જોશીએ અશ્લીલ હરકતો કરતા બંને વિદ્યાર્થીનીઓ સમગ્ર ઘટનાની જાણ સ્કૂલના અન્ય શિક્ષકો તેમજ ત્યારબાદ ઘટનાની જાણ પોતાના પરિવારજનોને પણ કરી હતી.

જેના કારણે લોધીકા પોલીસ સ્ટેશન ખાતે પોકસો તેમજ એટ્રોસિટી એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાવવા પામી છે. જે બાબતની તપાસ dysp એસ.ટી. એસ.સી સેલ દ્વારા ચલાવવામાં આવી રહી છે. ત્યારે કથિત આરોપી રાજકોટ જિલ્લા ભાજપના મહિલા મોરચાના હોદેદાર સિમી બેન જોશીનો પતિ હોવાથી ભૂતપૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ડી. કે. સખિયા લોધીકા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. જ્યાં લોકોએ તેમનો ઉધડો લીધો હતો. લોકોએ ડી.કે. સખિયા નો ઉધડો લેતા કહ્યું હતું કે, જો તમારી દીકરી સાથે આ પ્રકારની ઘટના બની હોત તો શું તમે આ પ્રકારે આરોપીને છાવરવા પોલીસ સ્ટેશને દોડી આવ્યા હોત.

આ પણ વાંચોસુરત: કાળજુ કંપાવતી ઘટનાનો વિચલીત CCTV VIDEO, બે વર્ષના માસૂમનું 8મા માળેથી પટકાતા મોત

ત્યારે સમગ્ર મામલે પોલીસ પીડિત પરિવાર ને ન્યાય અપાવવા ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરે છે કે કેમ? તેમજ પીડિતાઓને ન્યાય અપાવવા ગુનાના કામે પુરાવા એકત્ર કરે છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે.
Published by: kiran mehta
First published: October 3, 2021, 8:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading