રાજકોટ : હોટલ ઇમ્પિરિયલ પેલેસ Viral Video કેસ, પોલીસે બે પૈકીના એક વીડિયો અંગે કહી આ વાત


Updated: October 1, 2021, 8:18 PM IST
રાજકોટ : હોટલ ઇમ્પિરિયલ પેલેસ Viral Video કેસ, પોલીસે બે પૈકીના એક વીડિયો અંગે કહી આ વાત
રાજકોટ ઇમ્પીરિયલ પેલેસ હોટલના વીડિયો મુદ્દે પોલીસે કહી આ વાત

Rajkot Imperial Palace Hotel Viral Video : રાજકોટ પોલીસની તપાસ આ મુદ્દાઓ પર કેન્દ્રિત, જોકે, તપાસ છતાં પણ આ ચાર સવાલ વણઉકેલ્યા

  • Share this:
રાજકોટ : રાજકોટ શહેરની ઇમ્પિરિયલ હોટલમાં કોઈ યુવતી અશ્લીલ પ્રકારનો ડાન્સ કરી રહી હોય તેવો વિડીયો (Rajkot Imperial Palace Hotel Viral Video) છેલ્લા ત્રણ દિવસ થી સોશિયલ મીડિયામાં (Rajkot Hotel Viral Video) વાયરલ થઇ રહ્યો છે. ત્યારે સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ (Rajkot Police Investigation on Imperial palace Viral Video)  દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. ગુરુવારના રોજ સાંજના સમયે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ એમ.વી.રબારી સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોચ્યો હતો. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે રજિસ્ટર્ડ તેમજ સીસીટીવી ફૂટેજ નો ડેટા ચેક કર્યો હતો.  આ સમગ્ર બનાવમાં બે પૈકીનો એક વીડિયો પોલીસને ફેક લાગે છે. પોલીસને શા માટે આ વીડિયોની સત્યતા પર ભરોસો નથી તે પણ પોલીસ જણાવે છે.

શું કહ્યું સમગ્ર મામલે ડીસીપી મનોહરસિંહ જાડેજાએ

સમગ્ર મામલે રાજકોટ શહેરના ઇન્ચાર્જ ડીસીપી ઝોન 1 મનોહર સિંહ જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સ રાજકોટ શહેર પોલીસ કમિશનરની કચેરી ખાતે આવેલા કોન્ફરન્સ હોલમાં યોજવામાં આવી હતી. ત્યારે મીડિયા ને માહિતી આપતા મનોહર સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પોલીસ હાલમાં જે વિડીયો વાયરલ થયો છે. તે કઈ હોટલનો છે તે પોલીસ તપાસ અંતર્ગત સ્પષ્ટ થઈ ચૂક્યું છે. સમગ્ર મામલે હોટલનાં જવાબદાર નુ કહેવું છે કે, અમારે ત્યાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. પરંતુ રૂમમાં તેઓ શું કરે છે તે બાબતે અમે બધું ધ્યાન આપતા નથી હોતા.

જે પ્રકારે વિડીયો વાયરલ થયો છે અને જે વાતો ચર્ચાઇ રહી છે કે હોટલમાં પાર્ટી યોજાઈ હતી. તો કોઈ પણ પ્રકારની પાર્ટી હોટલમાં યોજાઈ ન હોવાનું હોટલનાં જવાબદાર વ્યક્તિએ જણાવ્યું છે. મનોહર સિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ પૂરતી અમે હોટલનાં વ્યક્તિઓને સ્ટ્રોંગ ઇન્ટરોગેશનના ભાગમાં સમાવિષ્ઠ નથી કર્યા. હાલ અમે હોટલમાંથી એક સપ્તાહના રજિસ્ટર્ડની ઝેરોક્ષ, એક સપ્તાહના સીસીટીવી ફૂટેજ નો ડેટા એકત્રિત કર્યો છે. ડેટા ખૂબ મોટો હોવાથી તેને વેરીફાઈ કરવામાં સમય લાગી શકે છે. તેમજ અમારી પાસે જ્યાં સુધી કોંક્રિટ એવિડન્સ હાથ ન લાગે ત્યાં સુધી કઈ કહેવું મુશ્કેલ છે.

આ પણ વાંચો : રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ઇમ્પીરિયલ પેલેસ પહોંચી, મેનેજરે કહ્યું 'આ કોઈ મંદિર નથી કે લોકો ઘંટ વાગડી પૂજા કરવા આવે'

શું હોટેલની અંદરના બે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે?પ્રેસ મીડિયાને સંબોધતા મનોહર સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હાલ હોટેલની અંદરના બે કથિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. તે પૈકી એક વિડીયો નું બેક ગ્રાઉન્ડ હોટલનાં બેક ગ્રાઉન્ડ સાથે સામ્યતા નથી દર્શાવતું. ત્યારે વાયરલ થયેલ બે વિડીયો પૈકી એક વિડીયો ફેક હોવાનું ડીસીપી મનોહર સિંહ જાડેજાએ જણાવ્યું છે.

Rajkot hotel dance video viral
રાજકોટની હોટલનો વીડિયો વાયરલ થયા બાદ આજે પોલીસે કરી પ્રેસ કોન્ફરન્સ


જો કે બે વિડીયો પૈકી એક વિડીયો ફેક છે તેવું તો ડીસીપીએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. જ્યારે કે અન્ય વાયરલ થયેલ વિડીયોનું બેક ગ્રાઉન્ડ હોટલનાં બેક ગ્રાઉન્ડ સાથે સામ્યતા દર્શાવે છે કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતા નહોતી કરવામાં આવી.શું વાયરલ વિડીયો મામલે કોઈ ગુનો દાખલ કરવામાં આવશે? 

મીડિયા દ્વારા વાયરલ થયેલ વીડિયો મામલે કોઇ ગુનો દાખલ કરવામાં આવશે કે કેમ તે અંગે પ્રશ્ન પૂછતા મનોહર સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જો કોઈ પતિ પત્ની અથવા તો ગર્લ ફ્રેન્ડ બોય ફ્રેન્ડ હોટલની અંદર આ પ્રકારે હરકત કરી રહ્યા હોય તો તે બાબતે કોઈ ગુનો બનતો નથી. પરંતુ કોઈ ગેર પ્રવૃત્તિના ભાગ રૂપે કોઈ પાર્ટી યોજાઈ હશે તો ચોક્કસ ગુનો દાખલ કરવામાં આવશે.

શું પોલીસ શોધી રહી છે વિડીયો બનાવનારને? 

હાલ પોલીસ દ્વારા વિડીયોના ઓરીજીન સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એટલે કે જેમણે આ વિડીયો બનાવ્યો છે તેણે ક્યાં હેતુ થી આ વિડીયો બનાવ્યો હતો. ક્યારે બનાવ્યો હતો તે સહિતની તમામ બાબત અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર મામલે વિડીયો ના ઓરિજીન ની તપાસ અને વિડિયો ક્યાં દિવસ નો છે તે બાબતની તપાસ અંગે વિડીયો ને FSL માં તપાસ અંગે મોકલવામાં આવશે. ત્યાર બાદ જ વધુ પ્રકાશ પાડી શકાશે. પોલીસના જણાવ્યા પ્રમાણે વાયરલ થયેલ વિડીયો 23,24,25 તારીખ આસપાસ નો હોવાનું જાણવા મળી રહ્યુ છે.

આ પણ વાંચો : સુરેન્દ્રનગર : BJPના પ્રમુખની દાદાગીરીનો Live Video, હૉસ્પિટલ સીલ મારવા આવેલા અધિકારી સાથે બબાલ કરી

પ્રેસ કોન્ફરન્સ બાદ પણ પોલીસ તપાસ પર ઉઠી રહ્યા છે સવાલો

1. પોલીસના જણાવ્યા પ્રમાણે વિડીયો 23,24,25 નો છે તો શું 20 કલાક બાદ પણ આ ત્રણ દિવસના ડેટા ની તપાસ પૂર્ણ નથી થઈ?

2. ત્રણ દિવસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં શું 20 કલાક નો સમય પર્યાપ્ત નથી?

3. ત્રણ દિવસના અને તેમાં પણ એકજ ફ્લોર ના સીસીટીવી ફૂટેજ અને રજીસ્ટર્ડ દ્વારા ચેક ઈન ચેક આઉટ ટાઇમ દ્વારા પોલીસ કોંક્રિટ પુરાવા એકત્ર ન કરી શકે 20 કલાકમાં?

4. જે પણ ઘટના બની છે તે રાત્રીના બની હોવાનું સામે આવ્યું છે. તે બાબત જગ જાહેર છે. ત્યારે સ્પષ્ટ છે કે પોલીસે હોટલનાં પર્ટિક્યુલર ફ્લોરના અને તેમાં પણ ચોક્કસ રૂમમાં કોણ દાખલ થાય છે? કેટલા વ્યક્તિઓ દાખલ થાય છે તે બાબત અંગે જ તપાસ કરવાની રહે છે. તો શું આ બાબત અંગે 20 કલાકમાં તપાસ પૂર્ણ ન થાય શકે.

એક હિન્દી ફિલ્મનો એક ડાયલોગ છે કે, અગર પુલીસ વાલા ચાહે તો કોઈ મંદિર સે એક ચપ્પલ તક નહિ ચૂરા શકતા. આમ, જો ખરા અર્થમાં રાજકોટ શહેર પોલીસ ધારે તો લૂંટ, હત્યા, ચોરીના ગુનાઓ જેમ ગણતરી ની કલાકોમાં ઉકેલી શકે છે. તેમ હોટલ ઇમ્પિરિયલ વાયરલ વિડીયો કેસ મામલે પણ ગણતરીની કલાકોમાં દૂધ નું દૂધ અને પાણી નું પાણી કરી શકે છે.
Published by: Jay Mishra
First published: October 1, 2021, 8:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading