રાજકોટ : દારૂ-ડ્રગ્સને પણ આટી મારે એવો નશાનો 'ચોકલેટી' કારોબાર, CID ક્રાઇમે ઝડપ્યા 798 નંગ


Updated: July 16, 2021, 7:07 AM IST
રાજકોટ : દારૂ-ડ્રગ્સને પણ આટી મારે એવો નશાનો 'ચોકલેટી' કારોબાર, CID ક્રાઇમે ઝડપ્યા 798 નંગ
રાજકોટ પોલીસ ઝડપી પાડેલો આરોપી જે કરતો હતો આ કારોબાર

Marijuana Chocolates Caught in Rajkot : રાજકોટ સીઆઈડી ક્રાઈમ (Rajkot CID Crime) દ્વારા નશાયુક્ત (intoxicating) ચૉકલેટ (chocolates)નું વેચાણ કરી રહેલા શખ્સની ધરપકડ કરી. જાણો શું મિક્સ કરતો હતો

  • Share this:
રાજકોટ (Rajkot) સીઆઇડી ક્રાઇમ (CID CRime) દ્વારા એક અઠવાડિયામાં બીજી વખત નશાયુક્ત (Addictive Stuff) પદાર્થ ઝડપી પાડવામાં આવ્યો છે. સીઆઇડી ક્રાઇમ દ્વારા ચાર દિવસ અગાઉ રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તાર માંથી 700 ગ્રામ (Marijuana) ગાંજાના જથ્થા સાથે કેતન દવે નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારે આજરોજ શહેરના તિરૂપતિ સોસાયટી શેરી નંબર 11 મા પ્રભાતસિંહ ચુડાસમા ના મકાનમાં ભાડે રહેનાર આરોપી રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તાને નશાયુક્ત ચોકલેટના (Intoxicating chocolate) જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સીઆઇડી ક્રાઇમ નામ પોલીસ ઇન્સ્પેક્ટર જે. જે ચૌહાણ અને તેમની ટીમને ચોક્કસ રાહે બાતમી મળી હતી કે, રાજકોટ શહેરના તિરૂપતિ સોસાયટી શેરી નંબર 11 માં પ્રભાતસિંહ ચુડાસમાના મકાનમાં ભાડે રહેનાર આરોપી રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તા ગાંજા યુક્ત ચોકલેટ નું વેચાણ કરી રહ્યો છે. જે બાતમીના આધારે દરોડો પાડતા સાત કોથળા ભરેલા ચોકલેટ કબજે કરવામાં આવ્યા છે. તેમજ સ્થળ પરથી અલગ અલગ કંપનીની 798 જેટલી ચોકલેટના પૅકેટ પણ મળી આવ્યા છે.

આ પણ વાંચો : થરાદ : પે સેન્ટરના આચાર્યના મહિલા સાથેની અંગત પળોના PHOTOS Viral, તપાસના આદેશ

સીઆઇડી ક્રાઇમની પ્રાથમિક પૂછપરછમાં આરોપી દ્વારા પાનના ગલ્લા નાના વેપારીઓને એક પેકેટ 75 થી 100 રૂપિયાના ભાવે વેચવામાં આવતું હતું. એક પેકેટ માં 40 નંગ ચોકલેટ આવતી હતી. જે પ્રતિ નંગ દુકાનદાર 10 રૂપિયામાં વેચતો હતો. ત્યારે હાલ સીઆઇડી ક્રાઇમ દ્વારા ઝડપી પાડવામાં આવેલ ચોકલેટમાં ગાંજા નું પ્રમાણ કેટલું છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ તપાસમાં આરોપી મૂળ બિહારનો હોવાનું સામે આવ્યું છે. તેમજ છેલ્લા દોઢ વર્ષથી ઉત્તર પ્રદેશ ખાતેથી નશાયુક્ત ચોકલેટ લાવ તો હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આમ, સતત એક અઠવાડિયા માં બીજી વખત રાજકોટ સીઆઇડી ક્રાઇમ દ્વારા નશાના કાળા કારોબાર નો પર્દાફાશ કરવામાં આવ્યો છે.આ પણ વાંચો : રાજકોટમાં નશાનો નવો 'ચોકલેટી' કારોબાર, પોલીસે દરોડા પાડી કર્યો પર્દાફાશ

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી રાજકોટ શહેર તેમજ જિલ્લો સૌરાષ્ટ્રના નશાના કારોબાર માટે નું હબ બની ચૂક્યું છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ અનેક વખત એનડીપીએસ ના કેસ કરવામાં આવ્યા છે.
Published by: Jay Mishra
First published: July 16, 2021, 7:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading