રાજકોટ : દુષ્કર્મ પીડિત સગીર દીકરીએ બાળકીને જન્મ આપ્યો, માતાપિતાએ પ્રસુતિ કરાવી રઝળતી મૂકી દીધી


Updated: July 5, 2021, 9:27 PM IST
રાજકોટ : દુષ્કર્મ પીડિત સગીર દીકરીએ બાળકીને જન્મ આપ્યો, માતાપિતાએ પ્રસુતિ કરાવી રઝળતી મૂકી દીધી
દીકરી સાથે દુષ્કર્મ થયા બાદ તે ગર્ભવતી બની, માતાપિતાએ પ્રસતુ કરાવી નવજાતને તરછોડી

રાજકોટ જિલ્લાના પડધરી નાના ખીજડીયા ગામે તળાવની પાળે એક નવજાત બાળકી મળી આવી હતી આ ઘટનામાં આરોપી માતાપિતાને દોષિત ગણવા કે મજબૂર?

  • Share this:
મહાભારતમાં જે પ્રમાણે લગ્ન પહેલાં જ કર્ણને જન્મ આપનાર કુંતીએ જે પ્રમાણે કર્ણ નો ત્યાગ કર્યો હતો. આવી જ કંઈક ઘટના સામે આવી છે રાજકોટ (Rajkot) જિલ્લાના પડધરી (Padadhri) નાના ખીજડીયા (Khijadiya) મુકામે. શનિવારના રોજ નાના ખીજડીયા ગામે વડવાળા તળાવ તરીકે ઓળખાતા તળાવ પાસેથી એક નવજાત (Newborn Girl) બાળકી મળી આવી હતી. સમગ્ર મામલે 108ને જાણ થતા 108ની ટીમ નાની એવી બાળકી માટે દેવદૂત સમાન બની ને તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટના સ્થળે પહોંચ્યા બાદ નવજાત બાળકીને સારવાર અર્થે 108 ની ટીમ દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બીજી તરફ પડધરી પોલીસ સ્ટેશનના પીએસઆઇ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી હતી.

રાજકોટ જિલ્લાના પડધરી નાના ખીજડીયા ગામે તળાવની પાળે એક નવજાત બાળકી મળી આવી હતી. ત્યારે પોલીસ તપાસમાં દુષ્કર્મનો ભોગ બન્યા બાદ બદનામીથી બચવા સગીરાએ બાળકીને તરછોડી દીધી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : માંગરોળ : પરિણીતાના માથે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઘાતકી હત્યા, બે સંતાનોએ માતા ગુમાવી 

પોલીસની પ્રાથમિક તપાસમાં વાડીમાં કામ કરતા મજૂરોની પૂછપરછ કરતાં માલૂમ પડ્યું હતું કે નાના ખીજડીયા ગામે રહેતા અને ખેતીનું કામ કરનાર પરિવારની 17 વર્ષીય દીકરી દુષ્કર્મનો ભોગ બની હતી.

ત્યારે સમાજમાં દીકરીની બદનામી ન થાય તે માટે માતા-પિતાએ સગીર દીકરી સાથે મળીને તળાવની પાળ પાસે દીકરી ની ડિલિવરી કરાવી હતી ત્યાર બાદ બાળકીને ત્યાં જ ઘરમાં મૂકીને ચૂપચાપ નાસી ગયા હતા. સમગ્ર મામલે પોલીસે હાલ આરોપીઓને સકંજામાં લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો : અમરેલી : ધોળેદિવસે ફાયરિંગનો CCTV Video, બિપીન ટેલરમાં બૂલેટ પર આવેલા શખ્સોએ ગોળી ચલાવી

ત્યારે પોલીસ દ્વારા નવજાત બાળકીને જન્મ આપનાર માતા તેમજ તેના માતા-પિતાની પણ પુછપરછ હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં રાજકોટ જિલ્લાના પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું હતું કે, 'સગીરા સાથે દુષ્કર્મ કોને આચર્યું છે તે અંગે હાલ પરિવારજનો પાસે તેમજ ભોગ બનનાર પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે. જે કોઈપણ વ્યક્તિએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હશે તેના વિરુદ્ધ દુષ્કર્મ તેમજ pocso ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવશે તેમજ તેની ધરપકડ પણ કરવામાં આવશે.'

આ પણ વાંચો : સુરત : ફિલ્મોના DON જેવો કુખ્યાત લાલુ જાલિમ UPથી પકડાયો, GUJCTOCના કેસમાં હતો ફરાર

પોલીસને જે જગ્યાએથી બાળકી મળી આવી હતી. ત્યાંથી સો મીટર દૂર એક મહિલાના લોહી વાળા પગલાં પણ મળી આવ્યા હતા. મહિલાના લોહીવાળા પગલા ના સેમ્પલ અને બાળકીના બ્લડ ના સેમ્પલ ફોરેન્સિક મોકલતા બાળકીનો જન્મ રાત્રિના સમયે થયો હોવાનું સામે આવ્યું છે.
Published by: Jay Mishra
First published: July 5, 2021, 9:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading