રાજકોટના જાણીતા વકીલ અતુલ સંઘવીનું નિધન, ફેસબુક Live કરી રહ્યા હતા ત્યારે જ આવ્યો હાર્ટ એટેક

News18 Gujarati
Updated: July 9, 2021, 11:26 AM IST
રાજકોટના જાણીતા વકીલ અતુલ સંઘવીનું નિધન, ફેસબુક Live કરી રહ્યા હતા ત્યારે જ આવ્યો હાર્ટ એટેક
ગીતો સાંભળતા સાંભળતા નિધન.

અતુલ સંઘવી પોતાના નિત્યક્રમ પ્રમાણે ફેસબુક પર Live થઈને જૂના ગીતો સાંભળવામાં મગ્ન હતા ત્યારે જ હૃદયરોગનો હુમલો આવી ગયો હતો.

  • Share this:
રાજકોટ: રાજકોટમાં ગતરાત્રે ખૂબ જ દુઃખદ બનાવ બનવા પામ્યો છે. રાજકોટના જાણીતા વકીલ અતુલ સંઘવીનું નિધન થયું છે. તેઓ પોતાના નિત્યક્રમ મુજબ ફેસબુક લાઈવર પર ગીત-સંગીતમાં મગ્ન હતા ત્યારે જ હૃદયરોગનો હુમલો આવી ગયો હતો. કોરાના મહામારી ચાલી રહી છે ત્યારે અતુલ સંઘવીએ કોરોના વોરિયર બનીને ઑક્સીજન પહોંચાડવા સહિત અનેક ઉમદા કામ કર્યાં છે. તેમના નિધનથી પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. આ અંગેનો વીડિયો પણ સામે આવ્યો છે. સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે અતુલભાઈ ગીતો સાંળભતા સાંભળતા એકાએક ઢળી પડે છે. આ દરમિયાન ફેસબુક પર લોકો કૉમેન્ટમાં શું થયું એવું પણ પૂછી રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે ગુરુવારે રાત્રે આ અઘટિત બનાવ બન્યો હતો. મળતી માહિતી પ્રમાણે જાણીતા વકીલ અતુલભાઈ સંઘવી નિત્યક્રમ મુજબ ફેસબુક પર લાઇવ થઈને ઓનલાઈન જૂના ગીતો સંભાળી રહ્યા હતા. આ દરમિયાન તેમને અચાનક હૃદયરોગનો હુમલો આવી ગયો હતો. હુમલો આવતા જ તેવો ઢળી પડ્યા હતા. આ દરમિયાન તેમને લાઇવ નિહાળી રહેલા લોકો પણ "અતુલભાઈ શું થયું" જેવી કોમેન્ટ કરી રહ્યા હતા. જોકે, તેમને હુમલો આવી જતાં તેમનો જીવ બચી શક્યો ન હતો.આ પણ વાંચો: સહકારમાં ચાલશે "શાહ"નીતિ: જાણો અમિત શાહને સહકાર મંત્રાલય સોંપવા પાછળના કારણ

અતુલભાઈ સંઘવીએ 61 વર્ષની વાયે ફાની દુનિયા છોડી દીધી છે. અતુલભાઈ 1983ના વર્ષથી વકીલાતની પ્રેક્ટિસ કરતા હતા. તેમનો જન્મ, ઉછેર અને અભ્યા રાજકોટમાં જ થયો છે. સરકારી, સહકારી અને ખાનગી બેંકોના વકીલોની પેનલમાં પણ વર્ષોથી કાર્યરત હતા.
આ પણ વાંચો: SBI સેલેરી એકાઉન્ટ: અમર્યાદિત ATM ટ્રાન્ઝેક્શન, 30 લાખનો વીમો, બે મહિનાનો એડવાન્સ પગાર સહિત અનેક ફાયદા

અતુલભાઈ સંઘવી-કોરોના વોરિયર

અતુલભાઈને લોકો કોરોના વોરિયર તરીકે પણ યાદ કરશે. કારણ કે કોરોનાની પ્રથમ અને ખાસ કરીને બીજી અને ભયંકર લહેર દરમિયાન તેમણે કોરોના વોરિયરની ભૂમિકા નિભાવી હતી. આ દરમિયાન તેઓએ લોકોને ભોજન પહોંચાડ્યું હતું. આ ઉપરાંત તેમણે ઑક્સિજન પૂરો પાડવાની ઉત્તમ કામગીરી પણ નિભાવી છે. તેઓઓ શહેરના પોલીસકર્મીઓના પરિવારો માટે પણ ઉત્તમ કામો કર્યા છે. અતુલભાઈના નિધનથી લોકોએ એક સારા વકીલની સાથે સાથે કોરોના વોરિયર પણ ગુમાવ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર દરમિયાન દર્દીઓને ઑક્સિજન માટે ખૂબ જ તકલીફ પડી હતી. આ ઉપરાંત હૉસ્પિટલોમાં પણ બેડ ખૂટી પડી હતી.
Published by: Vinod Zankhaliya
First published: July 9, 2021, 11:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading