રાજકોટ : પ્રેમીએ દેહસુખ ભોગવી પ્રેમિકાને રજડતી મૂકી, પ્રેમિકાને તેના ઘરે પહોંચતા ખબર પડી કે...


Updated: August 14, 2021, 11:30 PM IST
રાજકોટ : પ્રેમીએ દેહસુખ ભોગવી પ્રેમિકાને રજડતી મૂકી, પ્રેમિકાને તેના ઘરે પહોંચતા ખબર પડી કે...
સોશિયલ મીડિયા પર થયો પ્રેમ, મળ્યો દગો (ફાઈલ ફોટો)

સમગ્ર હકીકતની જાણ જાનવીને થતાં જાનવી આપઘાત કરવા જતી હતી. પરંતુ ગૌતમના સગાએ તેને આપઘાત કરતા અટકાવી હતી તેમજ સમગ્ર મામલે ફરિયાદ કરવા પણ સમજાવી

  • Share this:
રાજકોટ : શહેરમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામાં યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમ થયો હતો અને ત્યારબાદ પ્રેમીએ પ્રેમિકા સાથે શરીર સંબંધ પણ બાંધ્યા હતા. બાદમાં પરિણીત યુવકે યુવતીને તરછોડતા યુવતી આપઘાત કરવા પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરમાં લવ સેક્સ ઔર ધોખા જેવી ઘટના સામે આવી છે. જે ઘટના અંતર્ગત સોશિયલ મીડિયાના માધ્યમથી જાનવી ( નામ બદલાવેલ છે ) નામની યુવતીને મૂળ અમરેલી પાસેના ખારા ગામના અને હાલ સુરતના મોટા વરાછા વિસ્તારમાં સહજાનંદ સોસાયટીમાં રહેતા તેમજ ટેક્સ્ટાઇલ માર્કેટમાં સાડી નું કામ કરતા ગૌતમ નામના પરિણીત યુવક સાથે પ્રેમ થયો હતો. ગૌતમ દ્વારા જાનવી ને લગ્નની લાલચ આપી જુદી-જુદી જગ્યાએ લઈ જવામાં આવી હતી અને ત્યાં તેણી સાથે અનેક વખત શરીર સંબંધ પણ બાંધવામાં આવ્યો હતો. ત્યારે અચાનક યુવક દ્વારા યુવતીને તરછોડી મુકતા યુવતી યુવકના મળવા તેના ઘરે પહોંચી હતી. ઘરે પહોંચેલી યુવતી ને ખબર પડી કે ગૌતમ વિવાહિત છે તેમજ તેને બાળકો પણ છે.

સમગ્ર હકીકતની જાણ જાનવીને થતાં જાનવી આપઘાત કરવા જતી હતી. પરંતુ ગૌતમના સગાએ તેને આપઘાત કરતા અટકાવી હતી તેમજ સમગ્ર મામલે ફરિયાદ કરવા પણ સમજાવી હતી.

ત્યારે સમગ્ર મામલે પોલીસે આઈપીસીની કલમ 376 (2)(ગ) તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી ગૌતમ ની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં યુવતીએ પોલીસને જણાવ્યું છે કે, સોશિયલ મીડિયાના માધ્યમથી તેનો ગૌતમ સાથે પરિચય થયો હતો. ગત જુલાઇ માસમાં ગૌતમ તેને મળવા માટે રાજકોટ પણ આવ્યો હતો. રાજકોટ આવ્યા બાદ ગૌતમે તેને કોલ કરતા તે હોટેલ ખાતે તેને મળવા પણ ગઈ હતી. ત્યારે ગૌતમ એ કહ્યું હતું કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું મારે તારી સાથે લગ્ન કરવા છે. ગત 12 જુલાઇના રોજ ગૌતમ લીમડા ચોકમાં આવેલ ગેસ્ટ હાઉસ ખાતે બોલાવી હતી. જ્યાં તેણે મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો ત્યારબાદ અમે બંને જુનાગઢ ગયા હતા જ્યાં કાળવા ચોક ના ગેસ્ટ હાઉસમાં પણ તેને મારી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.

આ પણ વાંચોરાજકોટમાં ચેતવણીરૂપ કિસ્સો : માતાએ ફોન ન આપતા દીકરીએ કર્યો આપઘાત, 'ન્હાઈને બહાર આવી તો પુત્રીને લટકતી જોઈ'

યુવતીએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેણે શારીરિક સંબંધ બાંધતા પહેલા ગૌતમને મૈત્રી કરાર અથવા તો લગ્નગ્રંથિથી જોડાવાનું કહ્યું હતું પરંતુ તે સમયે ગૌતમે તે બાબતે ઇનકાર કરી દીધો હતો. ત્યારે ગૌતમ બળજબરીપૂર્વક તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાનું તેણે જણાવ્યું છે. યુવતીએ પોલીસને જણાવ્યું છે કે ગૌતમ તેને એસટી બસ સ્ટેન્ડ પાસે બેસાડી ડોક્યુમેન્ટ ની બેગ હમણાં લઈ આવું છું કહી ત્યાંથી ભાગી ગયો હતો. જેથી તે આપઘાત કરવાના ઈરાદે માધાપર ચોકડી પાસે પહોંચી હતી. ત્યારે ગૌતમના બે પરિચિતો દ્વારા તેને સમજાવવામાં આવી હતી અને આપઘાત કરતા અટકાવવામાં પણ આવી હતી.
Published by: kiran mehta
First published: August 14, 2021, 11:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading