Rajkot news: પોલીસ ભરતી કૌભાંડમાં બંટી-બબલી ઝડપાયા, શું હતી ભુમિકા અને કેવી રીતે આચર્યું કૌભાંડ?


Updated: January 17, 2022, 12:16 AM IST
Rajkot news: પોલીસ ભરતી કૌભાંડમાં બંટી-બબલી ઝડપાયા, શું હતી ભુમિકા અને કેવી રીતે આચર્યું કૌભાંડ?
ફાઈલ તસવીર

Rajkot crime news: આ બંને આરોપીઓ પર આરોપ છે કે તેમણે એલ.આર.ડી તેમજ પીએસઆઇની ભરતી મામલે જે પણ પરીક્ષાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. તેમને લાલચ આપી હતી કે તેઓને કોઈપણ જાતની ફિઝિકલ ટેસ્ટ (Physical test) આપ્યા વગર કે રાઇટીંગ ટેસ્ટ આપ્યા વગર તેમને પાસ કરી આપવામાં આવશે.

  • Share this:
રાજકોટઃ છેલ્લા કેટલાય સમયથી સરકારી નોકરી (Government job) બાબતે ભરતી કૌભાંડ (bharati scam) એક બાદ એક સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટના (rajkot) ગાંધીગ્રામ પોલીસને (Gandhigram police) એક મહત્વની સફળતા હાથ લાગી છે. રાજકોટ ગાંધીગ્રામ પોલીસ દ્વારા ક્રિષ્ના ભરડવા અને જેનિસ પરસાણા નામના બે આરોપીઓની અટકાયત (two accused arrested) કરી લેવામાં આવી છે. આ બંને આરોપીઓ પર આરોપ છે કે તેમણે એલ.આર.ડી તેમજ પીએસઆઇની ભરતી મામલે જે પણ પરીક્ષાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. તેમને લાલચ આપી હતી કે તેઓને કોઈપણ જાતની ફિઝિકલ ટેસ્ટ (Physical test) આપ્યા વગર કે રાઇટીંગ ટેસ્ટ આપ્યા વગર તેમને પાસ કરી આપવામાં આવશે. જે માટે તેમને લાખો રૂપિયાની રકમ બંને આરોપીઓને આપવી પડશે. આરોપીઓએ પરીક્ષાર્થીઓ પાસેથી 1,10,000 થી લઇ 4,00,000 રૂપિયા સુધીની રકમ મેળવી હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે.

કઈ રીતે સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું
ક્રિષ્ના ભરડવા તેમજ જેનીસ પરસાણા દ્વારા સૌપ્રથમ 80 ફુટ રોડ પર રહેતા આશિષભાઈ સિયારામભાઈ ભગત નામના પરીક્ષાર્થીને પોતાની જાળમાં ફસાવ્યો હતો. ત્યારબાદ આશિષ પાસેથી તેના મિત્ર વર્તુળ તેમજ તેની સાથે પરીક્ષા ફોર્મ ભરનાર અન્ય પરીક્ષાર્થીઓની વિગત પણ મેળવી હતી. ત્યારબાદ આશિષ ના માધ્યમથી જ અન્ય પરીક્ષાર્થીઓને પોતાના શિકાર બનાવવાનો જેનીશ ભરડવા અને જેનીશ પરસાણાએ શરૂ કર્યું હતું.

અત્યાર સુધીમાં ગાંધીગ્રામ પોલીસ પાસે 12 જેટલા પરીક્ષાર્થીઓએ નિવેદન નોંધાવ્યા છે. પરીક્ષાર્થીઓ નું કહેવું છે કે આરોપીઓ દ્વારા તેમને લાલચ આપવામાં આવી હતી કે કોઈપણ જાતની ફિઝિકલ ટેસ્ટ કે રાઇટીંગ ટેસ્ટ વગર તેમને નોકરી નું પ્રમાણપત્ર આપી દેવામાં આવશે. જેના કારણે માત્ર થોડાક લાખ ખર્ચીને સરકારી નોકરી મળી જશે તે પ્રકારની લાલચ તમામ પરીક્ષાર્થીઓને થઈ હતી. આ કારણે તેમને ક્રિષ્ના અને જેનીશને લાખો રૂપિયા આપી દીધા હતા.શું છે ક્રિષ્ના ભરડવા અને જેનીશ પરસાણા વચ્ચે સંબંધ
પોલીસ પાસેથી પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ક્રિષ્ના ભરડવા અને જેનીસ પરસાણા છેલ્લા પાંચ-છ મહિનાથી એક બીજાના સંપર્કમાં છે. Instagramના માધ્યમથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ક્રિષ્ના ભરડવા જૂનાગઢની વતની છે જ્યારે કે, જેનીશ પરસાણા જામનગર નો વતની હોવાનું સામે આવ્યું છે. બંને આરોપીઓ છેલ્લા કેટલાય સમયથી એકબીજાના પ્રેમમાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તેમજ આગામી સમયમાં બંને એકબીજા સાથે સગાઇ અને ત્યારબાદ લગ્ન કરવાના હોવાનું પણ હાલ જાણવા મળી રહ્યું છે. આરોપીઓએ 10 જેટલા સાહેદ પાસેથી 1,10,000 મેળવ્યા છે. આરોપીઓએ 02 જેટલા સાહેદ પાસેથી 4,00,000 જેટલા રૂપિયા મેળવ્યા છે.

આરોપી ક્રિષ્ના કેન્યા વતની છે
પોલીસના જણાવ્યા પ્રમાણે કેન્યાની સિટીઝન શિપ ધરાવે છે. તેમજ કોરોનાના કારણે લાદવામાં આવેલ લોકડાઊન સમયે તે ભારત પરત આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા હાલ ક્રિષ્ના નો પાસપોર્ટ પણ કબ્જે કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ-Rajkot: હૃદયદ્રાવક ઘટના! દીકરીનું કન્યાદાન કરે તે પૂર્વે કુદરતે છીનવ્યા પિતાના પ્રાણ, ધ્રૂસકે ધ્રૂસકે રડી વ્હાલસોયી પુત્રી

પોલીસના જણાવ્યા પ્રમાણે જેટલા પણ પરીક્ષાર્થીઓ આ ગેંગના સંપર્કમાં આવ્યા હતા. સંપર્કમાં આવીને તેમણે આ ગેંગને રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ એક પણ પરીક્ષાર્થી કોલ લેટર મળ્યા બાદ પણ ફિઝિકલ પરીક્ષા આપવા નહોતા ગયા. કારણ કે આરોપી ક્રિષ્ના અને જેનીસ દ્વારા તેમને પહેલેથી જ ખાતરી આપવામાં આવી હતી કે, જો તેઓ તેમને પૈસા આપશે અને તેમની સાથે ડીલ કરશે.તો કોઈપણ જાતની ફિઝિકલ કે રાઇટીંગ એકઝામ આપવાની જરૂર પરીક્ષાર્થીઓને નહીં રહે. પોલીસના જણાવ્યા મુજબ જેટલા પણ પરીક્ષાર્થીઓ આ ગેંગના સંપર્કમાં આવ્યા છે તેવો પૂરતી ટાઈમ લિમિટમાં ફિઝિકલ ટેસ્ટ પાસ કરી શકે તે પ્રકારની આવડત પણ ધરાવે છે. તેમ છતાં તેમના સંપર્કમાં આવ્યા બાદ રૂપિયા આપ્યા બાદ તેઓ ફિઝિકલ ટેસ્ટ આપવા નહોતા ગયા.

સમગ્ર મામલે કાર્યવાહી કરવા બદલ તેમજ કૌભાંડ બહાર પાડવા બદલ રાજ્યના ગૃહમંત્રી હર્ષ અનુભવીએ રાજકોટ પોલીસ ને અભિનંદન પાઠવ્યા છે. જ્યારે કે, ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા પણ રાજકોટ શહેર પોલીસને કૌભાંડ બહાર પાડવા બદલ ગુનો દાખલ કરવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. હસમુખ પટેલે પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરતા જણાવ્યું છે કે જો અન્ય કોઇ જગ્યાએ પણ આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું હોય તો તેઓ પોલીસનો સંપર્ક સાધે.

આ પણ વાંચોઃ-crime news: પાંચ બાળકોની માતાને પરપુરુષ સાથે ઈલુ ઈલુ કરવું ભારે પડ્યું, આશિકે આપ્યું દર્દનાક મોત

સમગ્ર કૌભાંડ બહાર પાડવામાં રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ મનોહરસિંહ જાડેજા, એસીપી પ્રમોદ દિયોરા તેમજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ ખુમાનસિંહ વાળા અને પીએસઆઈ રાણા અને તેમની ટીમ દ્વારા ગણતરીની કલાકોમાં 12 જેટલા ભોગ બનનાર નો સંપર્ક સાધીને તેમજ તેમની પાસેથી વિસ્તૃત માહિતી મેળવીને બે જેટલા આરોપીઓની અટકાયત કરી છે.

સોમવારના રોજ સમગ્ર મામલે રાજકોટ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આ મામલે પણ કરવામાં આવશે. તેમજ આરોપીઓની ધરપકડ તેમજ તેમના ગુનાહિત ઇતિહાસ અંગે વિસ્તૃત માહિતી પણ આપવામાં આવશે. હાલ પોલીસ શંકા સેવી રહી છે કે આ ગેંગ દ્વારા બાર થી પણ વધુ પરીક્ષાર્થીઓને પોતાના શિકાર બનાવવામાં આવ્યા હશે.

આ પણ વાંચોઃ-Ahmedabad news: તું નોકરીએથી આવીશ ત્યારે રસ્તા વચ્ચે તને ઉઠાવી લેવડાવીશું, પરિણીતાને જેઠની ધમકી

ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં રાજકોટ શહેરના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ મનોહરસિંહ જાડેજા દ્વારા પરીક્ષાર્થીઓને અપીલ કરવામાં આવી છે કે, જો કોઈ આ ગેંગનો ભોગ બન્યું હોય તો તાત્કાલિક અસરથી તે રાજકોટ શહેર ગાંધીધામ પોલીસનો સંપર્ક સાધે. ત્યારે આગામી સમયમાં વધુ ભોગ બનનાર સામે આવે છે કે કેમ તેમજ છેતરપીંડીનો આંક લાખોથી શરૂ થયા બાદ કરોડ સુધી પહોંચે છે કે કેમ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.

આ પણ વાંચોઃ-Rajkot: દીકરીઓ માટે પ્રેરણાદાયી કિસ્સો! પોલીસ કર્મીની દીકરી આંબશે આકાશને, બનવું છે Astronaut

કેન્યા ભાગી જવાનો હતો પ્લાન
આરોપીઓ ફાઇનલ રીઝલ્ટ આવ્યા પૂર્વે ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો. આરોપી ક્રિષ્ના કેન્યા નાસી જવાની હતી. ગઈકાલે જ ફિઝિકલ ટેસ્ટનું પરિણામ વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવ્યું છે. ફિઝિકલ ટેસ્ટનું પરિણામ જાહેર થયા બાદ પરીક્ષાર્થીઓએ બંને આરોપીનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો. પરિણામમાં પોતાનું નામ ન આવ્યા બાદ ભોગ બનનાર લોકોએ સંપર્ક સાધ્યો હતો. જોકે, આરોપીઓએ ભોગ બનનારને આશ્વાશન આપ્યું હતું. જણાવ્યું હતું કે, ટ્રેનિંગમાં જવા માટે અમે આપને લેટર આપી દઈશું. પરિણામ જાહેર થયા બાદ ભોગ બનનાર વ્યક્તિઓ આરોપીઓને રૂબરુ મળ્યા હતા.
Published by: ankit patel
First published: January 16, 2022, 11:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading