રાજકોટ : 'ચીકુએ સગીરાને પ્રેમ જાળમાં ફસાવી, બાઈક પર મિત્રના ઘરે લઈ જઈ પીંખી નાખી'


Updated: October 3, 2021, 9:48 PM IST
રાજકોટ : 'ચીકુએ સગીરાને પ્રેમ જાળમાં ફસાવી, બાઈક પર મિત્રના ઘરે લઈ જઈ પીંખી નાખી'
પ્રતિકાત્મક તસવીર

મદદગારી કરનાર જીવણભાઈ ભાલાળા તેમજ તેમની પત્ની અંજલી બેન અને રાજપરા ગામના સંજય ભાલાળાનું નામ ખૂલતા તેમજ અન્ય શખ્સોને પણ ઉઠાવી લઈ તેમની ધરપકડની કાર્યવાહી કરી

  • Share this:
રાજકોટ : શહેરમાં વધુ એક વખત સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને તેનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે આજીડેમ પોલીસ દ્વારા પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સગીરાના પરિવારજનોએ આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, અમે લોથડા ગામમાં રહીએ છીએ. મારી સગીર વયની પુત્રીને ગામમાં જ રહેતો અને ખેત મજૂરી કરતો મૂળ મધ્યપ્રદેશનો વતની શિવમ ઉર્ફે ચીકુએ પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. તેણે મારી દીકરીની સાથે બદકામ કરવાના ઈરાદાથી રાજપરા ગામે બાઈક માં મિત્રના ઘરે લઈ ગયો હતો. ત્યારબાદ મિત્રના ઘરે લઈ જઈ મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારી તેને હડધૂત કરી હતી.

સમગ્ર મામલાની જાણ આજીડેમ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી. જે. ચાવડાને થતા તેઓએ તાત્કાલિક અસરથી ગુનો દાખલ કરાવી ભોગ બનનાર ને ન્યાય મળે તે હેતુથી શિવમ ઉર્ફે ચીકુની ધરપકડ કરી છે. તો સાથે જ દુષ્કર્મ ગુજારવામાં મદદગારી કરનાર જીવણભાઈ ભાલાળા તેમજ તેમની પત્ની અંજલી બેન અને રાજપરા ગામના સંજય ભાલાળાનું નામ ખૂલતા તેમજ અન્ય શખ્સોને પણ ઉઠાવી લઈ તેમની ધરપકડની કાર્યવાહી કરી છે.

આ પણ વાંચોચોંકવનારો LIVE Video : જુઓ સાત માળની બિલ્ડીંગ અચાનક તાસના પત્તાની જેમ પડી

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પૂર્વે ગોંડલ તાલુકાના હડમતાળા માં શ્રમિક પરિવારની સગીરા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. શ્રમિક પરિવારની સગીરા પોતાની વાડીએથી ગામમાં ખાંડ લેવા જતી હતી. આ સમયે અજય વાળા નામના શખ્સે તેને મંદિરમાં લઈ જઈ મંદિરના પટાંગણમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર મામલે પોલીસ દ્વારા અજય વાળા ની ધરપકડ પણ કરવામાં આવી હતી. તો થોડા સમય પૂર્વે રાજકોટમાં રહેતી પરપ્રાંતિય યુવતીને પેટમાં દુખાવો ઉપડતાં પરિવારજનો તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં તેણીને છ માસનો ગર્ભ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
Published by: kiran mehta
First published: October 3, 2021, 9:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading