રાજકોટઃ નદીના પટ્ટમાં માતાએ પુત્રને એવી હાલતમાં જોયો કે પગ નીચેથી જમીન સરકી ગઈ, મિત્રો કરતાં હતા ગંદુ કામ


Updated: August 23, 2021, 9:41 PM IST
રાજકોટઃ નદીના પટ્ટમાં માતાએ પુત્રને એવી હાલતમાં જોયો કે પગ નીચેથી જમીન સરકી ગઈ, મિત્રો કરતાં હતા ગંદુ કામ
રાજકોટ પોલીસ વાન

Rajkot crime news: પોતાના પુત્રની ચીસ સંભળાવવાના કારણે માતા પણ ગભરાટમાં આવી ગઈ હતી. ત્યારે પુત્રની ચીસ જે દિશામાં સંભળાઈ હતી તે તરફ દોડી જતા પોતાના પુત્ર સાથે તેની ઉંમરના બે મિત્રો તેમજ તેનાથી મોટી ઉંમરનો એક મિત્ર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી રહ્યા હોવાનું માતાએ જોયું હતું.

  • Share this:
રાજકોટઃ રાજકોટ શહેરમાં (Rajkot city news) વધુ એક વખત તરુણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય (Molestation with minor boy) આચરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે થોરાળા પોલીસ (Tharola police station) દ્વારા ફરિયાદ નોંધી (police complaint) આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના બેડીપરા ફાયર બ્રિગેડ પાસે રહેતા મુસ્લિમ પરિવાર નો 10 વર્ષીય પુત્ર રમવા અર્થે ઘરની બહાર ગયો હતો. પરંતુ મોડે સુધી પુત્ર ઘરે નહીં આવતા તેની માતા તેને શોધવા માટે નિકળી હતી. પુત્રને શોધવા માટે નીકળેલી માતા જ્યારે આજી નદી પાસે પહોંચી ત્યારે તેને પોતાના પુત્રની ચીસ સંભળાઈ હતી.

પોતાના પુત્રની ચીસ સંભળાવવાના કારણે માતા પણ ગભરાટમાં આવી ગઈ હતી. ત્યારે પુત્રની ચીસ જે દિશામાં સંભળાઈ હતી તે તરફ દોડી જતા પોતાના પુત્ર સાથે તેની ઉંમરના બે મિત્રો તેમજ તેનાથી મોટી ઉંમરનો એક મિત્ર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી રહ્યા હોવાનું માતાએ જોયું હતું.

આમ, પોતાના પુત્રને ખરાબ હાલતમાં જોતા માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ત્યાર બાદ માતાએ સૌપ્રથમ તો પોતાના પુત્રને ત્રણેય હૈવાનોના ચંગુલ માંથી મુક્ત કરાવ્યો હતો. તેમજ ત્યારબાદ ત્રણેય મિત્રોને હિન કૃત્ય બદલ ઠપકો પણ આપ્યો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ શું તમે ગજાનંદ પૌંવા હાઉસના પૌંવા ખાવા જાઓ છો? તો આ સમાચાર ચોક્કસ વાચવા જોઈએ

ત્યારબાદ માતા પોતાના પુત્રને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. જ્યાં બાળકે પોતાની સાથે બનેલ સમગ્ર ઘટના વર્ણવી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચેલી પોલીસને બાળકે જણાવ્યું હતું કે, મારા ત્રણેય મિત્રો મને રમવાના બહાને નદીના પટમાં લઈ ગયા હતા જ્યાં મારી સાથે તેઓએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય હાજરી મને માર પણ માર્યો હતો.આ પણ વાંચોઃ-બાથરૂમમાં સ્નાન કરતી પત્નીએ જોયો ગુપ્ત કેમેરો, પતિની હરકતો જોઈને મહિલા થઈ ગઈ શરમથી 'પાણી-પાણી'

આ પણ વાંચોઃ-મોરબીઃ બાઈક અથડાવા જેવી નજીવી બાબતમાં બે યુવકોએ ઈરાન ખોડની છરી વડે કરી હત્યા

મારા બે મિત્રોએ મને પકડી રાખ્યો હતો અને વારાફરતી વાર આ ત્રણેય એમ મારી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવા ના કારણે મારા ગુદાના ભાગે લોહી પણ નીકળ્યું હતું જેના કારણે સારવાર માટે મારી માતા મને સિવિલ હોસ્પિટલ ખાતે પણ લઈ ગઈ હતી.
Published by: ankit patel
First published: August 23, 2021, 9:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading