રાજકોટ : લોકડાઉનમાં કરેલા કામનું ફળ ડિસેમ્બરમાં કોર્પોરેટરને મળશે? કે પછી 1986 જેવું પુનરાવર્તન થશે?


Updated: May 1, 2020, 7:16 PM IST
રાજકોટ : લોકડાઉનમાં કરેલા કામનું ફળ ડિસેમ્બરમાં કોર્પોરેટરને મળશે? કે પછી 1986 જેવું પુનરાવર્તન થશે?
રાજકોટ મહાનગર પાલિકા (ફાઈલ ફોટો)

રાજકોટ કોર્પોરેશનમાં ૧૯૮૬ના ઇતિહાસનું પુનરાવર્તન થવાનાં સંકેત દેખાઈ રહ્યા છે. તો બીજી તરફ ચૂંટણી માટે જે નવુ સીમાંકન કરવાનું હતું તે પણ લોકડાઉનને કારણે થયુ નથી.

  • Share this:
રાજકોટ : મહાનગરપાલિકાની વર્તમાન બોડીની પાંચ વર્ષની મુદત પુર્ણ થઇ રહી છે ત્યારે મનપાની ચૂંટણી આગામી ડીસેમ્બર મહીનામાં યોજવી પડે તેમ છે. પરંતુ કોરોના સંક્રમણ અને લોકડાઉનની અસર દેશનાં તમામ ક્ષેત્રોને પહોંચી છે ત્યારે આગામી ડીસેમ્બરમાં રાજય સરકાર દ્વારા રાજકોટ સહિત ચાર મહાપાલિકાની ચૂંટણીનું આયોજન કરવું મુશ્કેલ બનશે તેવું લાગી રહ્યું છે. જો ચૂંટણી પાછી ઠેલાશે તો રાજકોટ કોર્પોરેશનમાં ૧૯૮૬ના ઇતિહાસનું પુનરાવર્તન થવાનાં સંકેત દેખાઈ રહ્યા છે. તો બીજી તરફ ચૂંટણી માટે જે નવુ સીમાંકન કરવાનું હતું તે પણ લોકડાઉનને કારણે થયુ નથી.

જો કદાચ ચૂંટણી યોજાય તો સૌથી મોટો પડકાર ચૂંટણી પ્રચાર કેવી રીતે કરવો તે હશે. જો કોરોનાને કારણે કાર્યક્રમો, જાહેર સભા-સરઘસ ઉપર પ્રતિબંધ યથાવત રહેતો પ્રચાર થઇ જ ન શકે. માત્ર સોશ્યલ મીડિયા મારફત કે રિક્ષાઓ ફેરવીને પ્રચાર થઇ શકે એટલું જ નહીં પણ મતદાન પણ ઓછુ થાય તેવુ પણ બની શકે.

હાલતો કોરોનાનો કારણે તમામ વોર્ડમાં દરેક પાર્ટીના કોર્પોરેટર તેમજ આગેવાનો પોતાના મતદારો અને વિસ્તારવાસીઓને મદદરૂપ થઇ રહ્યા છે તો અનેક કોર્પોરેટર દ્વારા પોતાના વિસ્તાન ના ગરીબો માટે રાશન કીટ અને રસોડા પણ શરૂ કર્યા છે. ત્યારે આ સેવાકાર્ય નું ફળ કોર્પોરેટરને ડિસેમ્બરમાં મળશે કે પછી ચૂંટણી પાછી ઠેલાશે તે કહેવું મુશ્કેલ છે.

જો ચૂંટણી પાછી ઠેલાશે તો ૧૯૮૬ માં મનપાની ચૂંટણી 1 વર્ષ પાછી ઠેલવવામાં આવી હતી તે ઇતિહાસનું પુનઃરવર્તન થશે. ૧૯૮૬ માં રાજકોટમાં દુષ્કાળ અને પાણીની કટોકટી સર્જાઇ હતી તેનાં કારણે મહાપાલિકાની ચૂંટણી પાછી ઠેલવવાની ફરજ સરકારને પડી હતી. હાલ કોરોના વાઇરસ ની મહામારી ને કારણે સરકાર શુ નિર્ણય લે તે જોવું રહ્યું.
Published by: kiran mehta
First published: May 1, 2020, 7:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading