રાજકોટ : વેપારીએ ઓનલાઇન છેતરપિંડીમાં ગુમાવ્યા હતા 21 લાખ, સાયબર ક્રાઇમે લિસ્બનની બેંકમાંથી પરત અપાવ્યા


Updated: February 8, 2021, 9:42 PM IST
રાજકોટ : વેપારીએ ઓનલાઇન છેતરપિંડીમાં ગુમાવ્યા હતા 21 લાખ, સાયબર ક્રાઇમે લિસ્બનની બેંકમાંથી પરત અપાવ્યા
પ્રતિકાત્મક તસવીર

ચાઇનાની કંપની સાથે અમેરિકન ડૉલરમાં નાણાની લેવડદેવડ કરતા વેપારીના 21 લાખ ઉપડી જતા મૂકાયા હતા મુસીબતમાં, રાજકોટ સાયબર ક્રાઇમની સતર્કતાના કારણે પરત મળ્યા પૈસા

  • Share this:
જકોટના વેપારી સાથે ઓનલાઇન રૂપિયા 21 લાખની છેતરપિંડી થઈ હતી. જોકે, સાયબર ક્રાઇમ (Cyber crime) પોલીસે આ અંગે ઝીણવટીભરી તપાસ કરતા આ મામલે લિસ્બનની બેંકમાંથી 21 લાખ પરત અપાવ્યા છે. રાજકોટના (Rajkot) વાવડીમાં રાજ કૂલીંગ નામે એર કૂલીંગના સ્‍પેરપાર્ટસનો વેપાર કરતાં વેપારી સંદિપભાઇ પ્રવિણભાઇ સાંકળેચાનું ઇ-મેઇલ આઇડી હેક કરી તેઓ જે ચાઇનીઝ કંપની સાથે વેપાર કરતાં હતાં તેના નામે ગઠીયાએ મેઇલ કરી પેમેન્‍ટ મળેલ નથી તેમ જણાવી બીજો એકાઉન્‍ટ નંબર મોકલી તેમાં નાણા ટ્રાન્‍સફર કરવા જણાવતાં વેપારી સંદિપભાઇએ પોર્ટુગલ કંપનીના લિસ્‍બન શહેરના નોવાબેંકા નામની બેંકનું હતું તેમાં રૂપિયા ટ્રાન્‍સફર કર્યા હતાં.

ભારતીય ચલણના 21 લાખ રૂપિયાની તેમની સાથે છેતરપીંડી થઇ હતી રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરતાં ટીમે ગંભીરતાથી તપાસ શરૂ કરી અલગ અલગ બેંકોનો સંપર્ક કરી વેપારીને રૂા. 21 લાખ પરત અપાવ્‍યા છે.સંદિપભાઇ પોતાની રાજ કૂલીંગ કંપની મારફત એર કૂલીંગના સ્‍પેર પાર્ટસનો ધંધો ચાઇનીઝ કંપની પાસેથી ઇન્‍ટરનેશનલ ટ્રેડિંગથી કરતાં હતાં.

આ પણ વાંચો :  રાજકોટ : 'તું ત્યાં શું ધંધો કરે છે તે મને ખબર છે, મારે છૂટાછેડા લઇ લેવા છે,' પતિએ ફોન કટ કર્યો, પત્નીએ ગટગટાવી દવા

આ કંપની સાથે તેઓ વારંવાર ઇમ્‍પોર્ટ એક્‍સપોર્ટની નાણાકીય લેવડ દેવડ સ્‍વીફટમોડ પેમેન્‍ટથી કરતાં હતાં. તા. 20/1/21ના રોજ રાજ કૂલીંગ દ્વારા યુએસ $28521 (ભારતીય ચલણ રૂા. 21 લાખ) ચાઇનીઝ કંપનીના એકાઉન્‍ટમાં ટ્રાન્‍સફર કરી હતી.

આ કંપનીના ઇ-મેઇલ આઇડીને એક હેકરે હેક કરી મળતા નામવાળુ ઇ-મેઇલ આઇડી બનાવી રાજ કૂલીંગ કંપનીને મેઇલ કરીને જણાવેલ કે અમારી કંપનીને પેમેન્‍ટ મળેલ નથી.આમ કહીને નવું બેંક એકાઉન્‍ટ પોર્ટુગલ કંપનીના લિસ્‍બન શહેરના નોવાબેંકા નામની બેંકનું અપાયું હતું.
જેથી વેપારીએ તેમાં રકમ રૂા. 21 લાખ જમા કરાવ્‍યા હતાં. પરંતુ બાદમાં ઠગાઇ થયાની ખબર પડતાં સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનમાં જાણ કરતાં પોલીસે તપાસ શરૂ કરી હતી તેમજ અરજદારને સાથે રાખી સંલગ્ન તમામ બેંકને તાત્‍કાલીક ઇ-મેઇલ કરી નાણા પરત અપાવવા પ્રયાસો કર્યા હતાં. અંતે તા. 5/2/21ના રોજ છેતરાયેલા સંદિપભાઇને નાણા રૂા. 21 લાખ પરત મળી ગયા હતાં.

આ પણ વાંચો :  સુરત : યુવક પર છરી અને તલવારથી જીવલેણ હુમલો, જાહેરમાં ખેલાયો ખૂની ખેલ, શહેરમાં લુખ્ખા તત્વો બેફામ

સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો

* જ્‍યારે પણ કોઇ ઇન્‍ટરનેશનલ કંપની સાથે ટ્રેડિંગ કરતાં હો ત્‍યારે કંપની ખરેખર હયાત છે કે કેમ તેની પુરતી માહિતી મેળવી લેવી.

* ઇન્‍ટરનેશનલ ટ્રેડિંગ કંપની ભારતમાં ઇમ્‍પોર્ટ એક્‍સપોર્ટ કરે છે કે કેમ તેની વિગતો ઓનલાઇન વેબ પોર્ટલ ઇન્‍ડિયન ટ્રેડ પોર્ટલ પરથી જાણી શકો છો.

* આવી કંપનીની ઓનલાઇન વેબસાઇટ હોય તો તે વેબસાઇટ ઉપર જઇને તેના ઇ-મેઇલ આઇડી તથા કોન્‍ટેક્‍ટ નંબર વેરીફાઇ કરી લેવા.

* જ્‍યારે પણ તમે ઇ-મેઇલ મારફત વ્‍યવહાર કરતાં હો ત્‍યારે હમેંશા ઇ-મેઇલ વેરીફાઇ કરી લેવું કે એ જ ઇ-મેઇલ આઇડી છે કે કેમ.

* નાણાકીય લેવડ દેવડ કરતાં પહેલા  બેંક એકાઉન્‍ટ વેરીફાઇ કરીને રિસીવર કંપનીનું એપ્રુવલ લઇને જ પેમેન્‍ટ કરવું. તથા પેમેન્‍ટ થઇ ગયા બાદ રિસીવર કંપનીને પેમેન્‍ટ મળી ગયું છે કે કેમ? તેની ખાત્રી કરી લેવી.

* યુસીપીડીસી 600 ફેડાઇ-આબીઆઇએલસી ઇન્‍ટરનેશનલ ચેમ્‍બર ઓફ કોમર્સ તથા બેંકીંગ નોર્મ્‍સ મુજબ યુસીપીડીસી-600 લેટર ઓફ ક્રેડિટ ઉપર નાણાકીય લેવડ દેવડ કરવી હિતાવહ છે.
Published by: Jay Mishra
First published: February 8, 2021, 9:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading