Rajkot news: કોર્ટમાં વાતો કરવાની ના પાડતા આરોપીએ પોલીસમેન ને માર્યો માર, કહ્યું તને નોકરી માંથી કઢાવી નાખીશ


Updated: January 3, 2022, 5:18 PM IST
Rajkot news: કોર્ટમાં વાતો કરવાની ના પાડતા આરોપીએ પોલીસમેન ને માર્યો માર, કહ્યું તને નોકરી માંથી કઢાવી નાખીશ
ફાઈલ તસવીર

Rajkot crime news: જેતપુર પોલીસ મથકમાં (Jetpur police station) કોન્સ્ટેબલ સુરેશભાઈની ફરજ મા રૂકાવટ તેમજ માર મારવાનો ગુનો પણ આરોપી (accused) મયુરદાન ચંદ્રદાન લાંગડીયા વિરુદ્ધ નોંધાવવામાં આવ્યો છે.

  • Share this:
Rajkot crime news: રાજકોટ જિલ્લાની જેતપુર એડિશનલ સેશન્સ કોર્ટમાં (Jetpur Additional Sessions Court) એક અજીબો ગરીબ કિસ્સો (OMG) સામે આવ્યો છે. જે કિસ્સામાં કોર્ટમાં વાતો કરવાની ના પાડતાં પોલીસ જવાન પર રાજકોટ જેલના કેદી (Prisoner of Rajkot Jail) દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે સમગ્ર મામલે જેતપુર પોલીસ મથકમાં (Jetpur police station) કોન્સ્ટેબલ સુરેશભાઈની ફરજ મા રૂકાવટ તેમજ માર મારવાનો ગુનો પણ આરોપી મયુરદાન ચંદ્રદાન લાંગડીયા વિરુદ્ધ નોંધાવવામાં આવ્યો છે.

ફરિયાદમાં સુરેશભાઈએ જણાવ્યું હતું કે, વર્ષ 2018 થી જેતપુર પોલીસ સ્ટેશન ખાતે હું લોકરક્ષક તરીકેની મારી ફરજ બજાવું છું. એડિશનલ સેશન્સ કોર્ટ જેતપુર ખાતે કુલ છ આરોપીઓને કેદી જાપ્તામાં હું તથા મારા અન્ય સાથી કર્મીઓ સવારના 10:30 વાગ્યે સબ જેલ જેતપુર ખાતેથી આરોપીનો કબ્જો લઈ એડિશનલ સેશન્સ કોર્ટ જેતપુર ખાતે લઇ ગયા હતા.

જે દરમિયાન બીજા આરોપીઓને અલગ અલગ પોલીસ સ્ટેશન તથા જેલથી કેદી જાપ્તામાં અલગ અલગ પોલીસ કર્મચારીઓ લઈ આવ્યા હતા. આ દરમિયાન આરોપીઓને કોર્ટમાં ની બહાર વેઇટિંગમાં બેસાડ્યા હતા. કોર્ટમાં કાર્યવાહી ચાલુ હતી તે દરમિયાન બપોરના ત્રણ વાગ્યાના અરસામાં એક આરોપી કે જેને સેન્ટ્રલ જેલ રાજકોટ ખાતેથી સાપર પોલીસ સ્ટાફ દ્વારા કેદી જાપ્તામાં લઈ આવવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ-Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મકર રાશિના જાતકો માટે થોડું કપરું દેખાઈ રહ્યું છે, જાણો રાશિફળ

તે આરોપી અમારા હવાલા આરોપીઓ સાથે વાત કરતા કોર્ટની કાર્યવાહીમાં વિક્ષેપ ઊભો થાય તેમ હોય જેથી અમારા દ્વારા ફરજના ભાગરૂપે તેઓને એકબીજા સાથે વાતો નહીં કરવા બેથી ત્રણ વખત જણાવ્યું હતું. જેના કારણે આરોપીઓ પૈકીનો એક આરોપી ઉશ્કેરાઇ જઇ બોલાચાલી કરી ગાળો બોલવા લાગ્યો હતો. જેથી મેં ગાળો બોલવાની ના પાડી હતી અને કોર્ટ પરિસરની ગરિમા જળવાય તે પ્રકારનું વર્તન કરવા કહ્યું હતું.

આ પણ વાંચોઃ-Surndrangar news: લીંબડીમાં વિમા ક્લેઈમના રૂપિયા બાબતે ઝઘડો થયો, પ્રેમીએ જ પથ્થરના ઘા ઝીંકી કરી પ્રેમિકાની હત્યાત્યારે આરોપીએ ઉભા થઇ મારા યુનિફોર્મના શર્ટનો કોલર પકડી લીધો હતો તેમજ અને છાતીના ભાગે બે થી ત્રણ મુક્કા મારી મારામારી કરવા લાગ્યો હતો. તેમજ મારી name plate ખેંચીને તોડી નાખી હતી. ત્યાર બાદ આરોપી જોર જોરથી બોલવા લાગ્યો હતો કે તું કેમ નોકરી કરે છે હું તને જોઈ લઈશ હું પત્રકાર છું તારી વર્દી ઉતરાવી નાખીશ.

આ પણ વાંચોઃ-Valsad news: ફિલ્મી કહાની જેવી ઘટના! ધરમપુરમાં પત્નીએ પ્રેમિકાની માતાની કરી હત્યા અને પોતે કરી લીધો આપઘાત

આરોપી અંગે જાણવા મળ્યું હતું કે આરોપીનું નામ મયુર દાન ગઢવી છે. જે પોતે વિરપુર પોલીસ મથકમાં નોંધાયેલ આપઘાતની ફરજ તેમજ ત્રાસના ગુનાનો આરોપી છે.
Published by: ankit patel
First published: January 3, 2022, 4:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading