રાજકોટ : વ્યાજખોરોનાં ત્રાસથી વિધવા માતાએ ફિનાઇલ પી આત્મહત્યા કરવાનો કર્યો પ્રયાસ


Updated: November 9, 2021, 11:35 AM IST
રાજકોટ : વ્યાજખોરોનાં ત્રાસથી વિધવા માતાએ ફિનાઇલ પી આત્મહત્યા કરવાનો કર્યો પ્રયાસ
રાજકોટમાં મહિલાનો આપઘાતનો પ્રયાસ

Rajkot News: રાજકોટની કલેક્ટર કચેરી ખાતે બે પુત્રોની માતાએ ફિનાઈલ પી આપઘાતનો (Rajkot Suicide) પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે. ત્યારે ફિનાઈલ પી જવાના કારણે મહિલાને ઝેરી અસર પહોંચતા તેને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) ખાતે ખસેડવામાં આવી છે. સમગ્ર મામલાની જાણ પ્રદ્યુમન નગર પોલીસને થતા પ્રદ્યુમન નગર પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો

  • Share this:
રાજકોટની કલેક્ટર કચેરી ખાતે બે પુત્રોની માતાએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે. ત્યારે ફિનાઈલ પી જવાના કારણે મહિલાને ઝેરી અસર પહોંચતા તેને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. સમગ્ર મામલાની જાણ પ્રદ્યુમન નગર પોલીસને થતા પ્રદ્યુમન નગર પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

આ પણ વાંચો-ભોપાલમાં મોટી દુર્ઘટના: કમલા નહેરુ હોસ્પિટલમાં આગ લાગવાથી ચાર બાળકોના મોત, માસૂમો દાઝ્યા

પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસને મહિલા પાસેથી એક અરજી પણ મળી છે. જે અરજીમાં મહિલાએ લખ્યું છે કે હું હાલ વિધવા જેવું જીવન વિતાવું છું. તેમજ સંતાનમાં મારે બે કેટલા પુત્રો છે. સાત વર્ષ પૂર્વે મારા પતિ બીપીનભાઈ પીઠવા નું અવસાન થયું હતું.જે તે સમયે મારા પતિએ બજાજ ફાઇનાન્સ કંપની માંથી લોન મેળવીને ઘર ખરીદ કર્યું હતું. ખરીદ કર્યા બાદ મારા પતિને લોન આપનારાઓ સતત વ્યાજ માટે શારીરિક તેમજ માનસિક દુઃખ આપી હેરાન પરેશાન કરતા હતા. નરેન્દ્ર ડાંગર, પિયુષ ગુપ્તા, જનક કાકડીયા નામના વ્યક્તિઓએ મારા પતિને ધમકી આપી પૈસા આપવા માટે દબાણ પણ કરતા હતા.

તમામ લોકો મારા પતિને મારકુટ કરતાં તેમજ તેમને અસહ્ય માનસિક ત્રાસ પણ આપતા હતા. જેના કારણે મારા પતિ મરવા માટે મજબૂર થયા હતા. ત્યારે મહિલાએ પંદર દિવસ પૂર્વે કલેકટર માં અરજી કરી હતી. જે અડધી અંતર્ગત કોઈપણ જાતની કાર્યવાહી ન થતાં સોમવારના રોજ તેને કલેક્ટર કચેરી ખાતે પહોંચી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદથી સ્થિતિ બગડવાની આશંકા, એલર્ટ જારી

ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં થોડા દિવસો પૂર્વે આ જ પ્રકારની ઘટના કરણસિંહજી મેઇન રોડ પર આવેલા યસ રેજન્સી નામના એપાર્ટમેન્ટમાં બની હતી. સોની વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. એ ડિવિઝન પોલીસને તપાસ દરમિયાન ૧૨ પાનાની સુસાઇડ નોટ પણ મળી હતી. ત્યારે સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
Published by: Margi Pandya
First published: November 9, 2021, 10:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading