રાજકોટ : ભીમાણી પરિવાર પર આભ ફાટ્યું, પિતા પુત્રએ કર્યો ઝેરી દવા પી આપઘાત


Updated: October 30, 2021, 1:54 PM IST
રાજકોટ : ભીમાણી પરિવાર પર આભ ફાટ્યું, પિતા પુત્રએ કર્યો ઝેરી દવા પી આપઘાત
રાજકોટનાં પિતા પુત્રએ કર્યો ઝેરી દવા પી આપઘાત

Rajkot News: પોલીસની પ્રાથમિક તપાસમાં વૃદ્ધ અને તેનો પુત્ર હાલમાં કઈ કામ ધંધો કરતા નહોતા. થોડાક સમય પહેલાં જ વૃદ્ધ દ્વારા તેની પત્નીને રતનપર વૃદ્ધાશ્રમ ખાતે મૂકવામાં આવ્યા હતા. ત્યારે આર્થિક ભીંસના કારણે બંને પિતા-પુત્રે આ પ્રકારનું આત્મઘાતી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

  • Share this:
રાજકોટ શહેરમાં વધુ એક વખત સામૂહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં કડવા પાટીદાર પિતા-પુત્રનો ઝેરી દવા પી આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે.  પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના રાજપૂત પરા મેઈન રોડ પર આવેલી ખોડીયાર ચેમ્બર ના બીજા માળે લોબીમાં બે પુરુષો બેભાન અવસ્થામાં પડયા હોવાની જાણ 108 ઈમરજન્સી સેવામાં કરવામાં આવી હતી. 108 ઈમરજન્સી સેવા સાથે જોડાયેલા અધિકારીઓને બનાવની જાણ થતાં તેઓ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઘટના સ્થળ પર પહોંચેલી 108ની ટીમ દ્વારા બંને પુરુષોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો-કચ્છઃ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગયેલા દલિત પરીવારને મળી તાલીબાની સજા, 20 વિરુદ્ધ ફરિયાદ દાખલ


આ પણ વાંચો-બુટલેગરનું નવું 'બિઝનેસ મોડેલ', ગુજરાતમાં દારૂના કાળા કારોબાર માટે ગોવામાં બેઝ બનાવ્યો હોવાનો પ્રથમ કેસ

સમગ્ર ઘટનાની જાણ એ ડિવિઝન પોલીસને થતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી.જે. જોશી સહિતનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. ત્યારબાદ જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી બંને મૃતકોની ઓળખ ની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઓળખ તપાસમાં મૃતક પ્રતાપ ભાઈ અરજણભાઈ ભીમાણી તેમજ વિજય પ્રતાપભાઈ ભીમાણી હોવાનું સામે આવ્યું છે. મૃતકો બંને સહકાર નગર મેઇનરોડ પર બીએસએનએલ ઓફિસ સામે રહેતા હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં વૃદ્ધ અને તેનો પુત્ર હાલમાં કઈ કામ ધંધો કરતા નહોતા. થોડાક સમય પહેલાં જ વૃદ્ધ દ્વારા તેની પત્નીને રતનપર વૃદ્ધાશ્રમ ખાતે મૂકવામાં આવ્યા હતા. ત્યારે આર્થિક ભીંસના કારણે બંને પિતા-પુત્રે આ પ્રકારનું આત્મઘાતી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો- ડાલામથ્થાનાં ધામા: ઉનાનાં ખેતરમાં એકસાથે 9 સિંહ દેખાયા, પાણી વાળવા કેમ જાવાય?પંચનામાની કાર્યવાહી પૂર્ણ થતા એ ડિવિઝન પોલીસ દ્વારા મૃતક પિતા પુત્રની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખ્યાલ આવી શકશે કે, આખરે બંને પિતા-પુત્રનું મોત ઝેરી દવા પીવાના કારણે થયું છે કે ને કોઈ ચીજ વસ્તુ ખાવા ના કારણે થયું છે. ત્યારે આગળ પોલીસ તપાસમાં આપઘાત મામલે અન્ય કોઈ કારણ મળે છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે.
Published by: Margi Pandya
First published: October 30, 2021, 1:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading