રાજકોટ: શહેર ભાજપનું માળખું જાહેર કરાયું, આઠ ઉપ-પ્રમુખ અને ત્રણ મહામંત્રીનો સમાવેશ

News18 Gujarati
Updated: December 1, 2020, 12:06 PM IST
રાજકોટ: શહેર ભાજપનું માળખું જાહેર કરાયું, આઠ ઉપ-પ્રમુખ અને ત્રણ મહામંત્રીનો સમાવેશ
તસવીર સૌજન્ય: @kamlesh_mirani

રાજકોટ શહેર બીજેપી માળખામાં આઠ ઉપ પ્રમુખ, ત્રણ મહામંત્રી, આઠ મંત્રી, એક કોષાધ્યક્ષ અને એક કાર્યાલય મંત્રીનો સમાવેશ.

  • Share this:
રાજકોટ: ગુજરાત બીજેપીના અધ્યક્ષ તરીકે વરણી થયા બાદ સી.આર. પાટીલે (C.R Patil) શહેર અને જિલ્લાના પ્રમુખોની વરણીની જાહેરાત કરી હતી. જે અનુસંધાને રાજકોટ શહેર પ્રમુખ તરીકે કમલેશ મીરાણી (Kamlesh Mirani)ની વરણી કરવામાં આવી હતી. જે બાદમાં કમલેશ મીરાણી તરફથી આજે શહેર ભાજપ માળખું (Team BJP- Rajkot City) જાહેર કરવામાં આવ્યું છે. આ માળખામાં આઠ ઉપ પ્રમુખ, ત્રણ મહામંત્રી, આઠ મંત્રી, એક કોષાધ્યક્ષ અને એક કાર્યાલય મંત્રીનો સમાવેશ થાય છે. આ રીતે કમલેશ મીરાણીએ કુલ 22 લોકોની યાદી જાહેર કરી છે.

ગુજરાત બીજેપી અધ્યક્ષ સી.આર. પાટીલ તરફથી આ મામલે ટ્વીટ કરવામાં આવ્યું હતું. તેઓએ ભાજપા રાજકોટ મહાનગરના નવનિયુક્ત હોદ્દેદારોને ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા હતાં. બીજી તરફ શહેર ભાજપનું માળખું જાહેર થતાની સાથે જ મોટી સંખ્યામાં નિયુક્ત થયેલા હોદેદારો ભાજપા કાર્યાલય ખાતે એકઠા થયા હતા. આ સાથે તેમના સમર્થકો પણ આવી પહોંચ્યા હતા. આ દરમિયાન ભાજપ કાર્યાલય ખાતે જ કોવિડ-19ની ગાઇડલાઇન ભૂલાઈ હતી. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમો ભૂલાયા હતા.

આ મહિને પ્રદેશ ભાજપ સંગઠન માળખું જાહેર થવાની સંભાવનાગુજરાત પ્રદેશ ભાજપ (Gujarat Pradesh BJP)ની કમાન સંભાળ્યા બાદ નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે (C.R.Patil) જિલ્લા પ્રમુખોની નિમણૂક કર્યા બાદ હવે જિલ્લા સંગઠનમાં નિમણૂકની પ્રક્રિયા હાથ ધરી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 18 જિલ્લાઓની નિમણૂક પૂર્ણ થઈ છે. હવે આગામી એક સપ્તાહમાં સૌરાષ્ટ્ર સહિત બાકીના તમામ જિલ્લાઓની નિમણૂક પૂર્ણ કરી દેવામાં આવશે.

મિશન 182 (Mission 182 of BJP) અંતર્ગત સી.આર. પાટીલ તરફથી જિલ્લા પ્રમુખમાં માત્ર છ ચહેરાઓને જ રિપિટ કરવામાં આવ્યા છે. તો એક વ્યક્તિ એક મુદ્દાની વાત પણ તેમની જિલ્લા પ્રમુખોની પસંદગીમાં જોવા મળી હતી. હવે આગામી દિવસોમાં પ્રદેશ ભાજપના માળખું જાહેર થવા જઈ રહ્યું છે. જેમાં પણ 70થી 80 ટકા નવા ચહેરાઓને સ્થાન મળે તેવી વાત ભાજપના સૂત્રો કહી રહ્યા છે.

આ પણ જુઓ-

ભાજપના આધારભૂત સૂત્રો જણાવી રહ્યા છે કે પ્રદેશ મહામંત્રીની રેસમાં સૌરાષ્ટ્રમાંથી ગોરધન ઝડફિયા, મધ્ય ગુજરાતમાંથી ભાર્ગવ ભટ્ટ, ઉત્તર ગુજરાતમાંથી રજની પટેલ અથવા ઋષિ પટેલ સામેલ છે. દક્ષિણ ગુજરાતમાંથી કોઇ નવો ચહેરો આવે તેવી શકયતા જોવા મળી રહી છે.
Published by: Vinod Zankhaliya
First published: December 1, 2020, 12:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading