રાજકોટ: 'ઓ સાથી રે તેરે બીના ભી કયા જીના', Corona પણ પતિ-પત્નીને ન કરી શક્યો વિખુટા, સાથે મળ્યું મોત


Updated: April 11, 2021, 9:14 PM IST
રાજકોટ: 'ઓ સાથી રે તેરે બીના ભી કયા જીના', Corona પણ પતિ-પત્નીને ન કરી શક્યો વિખુટા, સાથે મળ્યું મોત
ગોંડલમાં કોરોનાથી દંપત્તિનું મોત

કોરોનાના કારણે નાના એવા ભૂલકાઓએ માતા-પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. કોરોના ના કારણે વધુ એક પરિવારનો માળો પિંખાયો

  • Share this:
રાજકોટ : વર્ષો પહેલાં બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની એક ફિલ્મ આવી હતી 'મુક્કદર કા સિકંદર'. જે ફિલ્મનું એક ગીત દાયકાઓ બાદ પણ લોકોના જીવનમાં હવે આજે પણ યથાવત્ જોવા મળી રહ્યું છે. જે ગીતના બોલ છે "ઓ સાથી રે તેરે બીના ભી કયા જીના". ત્યારે આજ એક ગીતના શબ્દોને ચરિતાર્થ કર્યું છે ગોંડલમાં રહેતા કોરોના સંક્રમિત દંપતીએ.

લગ્ન પ્રસંગની વિધિમાં ફેરા ફરતા સમયે કેટલાક વચન પતિ-પત્નીને આપતો હોય છે તો કેટલાક વચન પત્ની પતિને આવતી હોય છે. સુધી સાથે રહેવાનું વચન આપવામાં આવતું હોય છે. રાજકોટ સહિત ભારતભરમાં માર્ચથી કોરોના વાયરસ નો કહેર વર્તાઇ રહ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના કારણે અનેક જીંદગીઓ કોરોના ના કહેરમાં હોમાઈ ચૂકી છે. તેમ છતાં આપણાં સમાજમાં અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જે કિસ્સાઓમાં ભલે કોરોના સામેનો જંગ લોકો હારી ગયા હોઈ, પરંતુ પોતાના વ્યક્તિગત સંબંધોને અમર કરી ગયા છે.

આ પણ વાંચોરાજકોટમાં દર્દનાક ઘટના : પ્રેમમાં અંધ માતાએ પ્રેમી સાથે મળી પાંચ વર્ષના બાળકની હત્યા કરી દાટી દીધો

ત્યારે આજ પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો છે રાજકોટ જિલ્લાના ગોંડલ ગામનો. જ્યાં કોરોના સંક્રમિત પતિ પત્નીના મૃત્યુના સમયમાં માત્ર એક દિવસનો ફેર રહ્યો છે. સમગ્ર કિસ્સા અંગે વાત કરવામાં આવે તો ગોંડલ શહેરના જેતપુર રોડ ઉપર મેલડી માતાજીના મંદિર પાસે પાર્થ સ્કૂલ નજીક રહેતા અને સરદાર પાન નામની દુકાન ધરાવતા જીતેન્દ્ર ભાઇ ઠુંમર અને તેમના પત્ની વસંતબેન ઠુંમર એક સપ્તાહ પહેલા કોરોના સંક્રમિત થયા હતા. બંને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોની અંદર સારવાર લીધી હતી. તબિયતમાં સુધારો થતાં તેઓને જામનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ શનિવારના રોજ વસંતબેન ઠુંમરનું નિધન થયું હતું. પત્નીનું મૃત્યુ થયાના ગણતરીના જ કલાકોમાં પતિ જીતેન્દ્ર ભાઇ નું પણ રવિવારે નિધન થતાં પુત્ર અને પુત્રીએ માતા-પિતાની છત્ર છાયા ગુમાવવાનો વારો આવ્યો હતો.

આમ કોરોનાના કારણે નાના એવા ભૂલકાઓએ માતા-પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. કોરોના ના કારણે વધુ એક પરિવારનો માળો પિંખાયો છે.

આ પણ વાંચો - રાજકોટ : 'હદ કર દી', ઘરના સભ્યો પણ તેને IPS જ સમજતા, કેમ બન્યો નકલી IPS થયો ખુલાસો ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ પૂર્વે ગોંડલ શહેરના સ્ટેશન પ્લોટમાં રહેતા જ્યોતિષ ભાઈ બૂચ તેમજ દેવયાની બેન બૂચ 15 દિવસ પહેલા કોરોના સંક્રમિત થયા હતા. કોરોના સંક્રમિત થતા દંપતીને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ કોવિડ હોસ્પિટલ માં દંપતીની સારવાર ચાલતી હતી કે સારવાર દરમિયાન સૌપ્રથમ જ્યોતિષ ભાઈએ દમ તોડયો હતો ત્યારે પતિએ અંતિમ શ્વાસ લીધા બાદ ખુદ તેમના પત્ની દિવ્યાની બહેને પણ 20 મિનિટના અંતરે અનંતની વાટ પકડી હતી. આમ જાણે કે સપ્તપદીના સાત વચનો પૈકી અંતિમ શ્વાસ સુધી એકમેકનો સાથ નિભાવવાનું તેમજ એકમેકના સુખે સુખી અને એકમેકના દુઃખે દુઃખી રહેવાનું વચન દેવયાની બહેને પૂર્ણ કર્યું હતું.
Published by: kiran mehta
First published: April 11, 2021, 9:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading