રાજકોટ: દર્દીના સગાઓનો વલોપાત, 'મામાને સમરસમાં ખસેડયા બાદ મળતા નથી, લોબીમાં 15 લાશો જોઈ'


Updated: April 12, 2021, 5:14 PM IST
રાજકોટ: દર્દીના સગાઓનો વલોપાત, 'મામાને સમરસમાં ખસેડયા બાદ મળતા નથી, લોબીમાં 15 લાશો જોઈ'
કોરોના દર્દી પરિવાર

કોરોનાએ જેટ ગતિ પકડી છે. કોરોનાના દર્દીઓનો વારો આવતો નથી. રાજકોટમાં ચારે તરફ લાઈનમાં ઊભું રહેવું પડે છે. દર્દીઓ ક્યાં છે તે પણ સગાને ખબર નથી પડી રહી

  • Share this:
રાજકોટ : સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા એટલી વધી રહી છે કે, તંત્ર હવે પૂરતું ધ્યાન આપી શકે તેવી કોઈ સ્થિતિ નથી, આવા સમયે રાજકોટના સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટરમાં કોરોના દર્દીના એક સગાએ વલોપાત ઠાલવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, 'મારા મામાને ક્યાં દાખલ કર્યા છે મળતા નથી. સમરસમાં 15 લાશ પડેલી મેં જોઇ છે. દાખલ કરેલા દર્દીઓ પાણી પીવા માટે વલખા મારે છે છતાં પાણી અપાતું નથી'.

રાજકોટના પરસાણાનગરમાં રહેતા સચિન ઝાલાએ જણાવ્યું હતું કે, 'મારા મામાને કાલે 8 વાગ્યે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. બાદમાં સિવિલ હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું હતું કે, તમારા મામાને અમે સમરસ હોસ્ટેલમાં દાખલ કરી રહ્યાં છીએ. આજે સવારે અમે નાસ્તો દેવા સમરસ આવ્યા તો કહેવામાં આવ્યું કે, તમારા મામા અહીં નથી. પછી અમને કેન્સર હોસ્પિટલ મોકલ્યા તો ત્યાં પણ નથી. સિવિલમાં મારા મામાને લીધા જ નહીં. હવે મારા મામા છે ક્યાં તે અમારે કોને પૂછવું.'

આ પણ વાંચો - જામનગર: 'રાત્રે કોઈ નથી મળવા આવ જે', પ્રેમિકાના પરિવારે ખેતરમાં ઝાડે બાંધી પ્રેમીનું ઢીમ ઢાળી દીધુ

રાજકોટમાં કોરોનાએ જેટ ગતિ પકડી છે. કોરોનાના દર્દીઓનો વારો આવતો નથી. રાજકોટમાં ચારે તરફ લાઈનમાં ઊભું રહેવું પડે છે. દર્દીઓ ક્યાં છે તે પણ સગાને ખબર નથી પડી રહી. પરિવારજનો આક્ષેપ કરી રહ્યાં છે કે, 'પહેલા સિવિલમાં લાઈનમાં ઉભા રાખે છે પછી ફૂલ બેડ છે એવા જવાબ મળે છે. રાજકોટનો એક પરિવાર 24 કલાકથી હેરાન થઈ રહ્યો છે. તેના મામાને સિવિલથી સમરસ લઈ ગયાનું કહેવાયું હતું. પરંતુ હજી સુધી તેના મામા સમરસમાં પહોંચ્યા પણ નથી. દર્દી ક્યાં છે તેના સગા શોધી રહ્યાં છે. સમરસમાં પાણી ન હોવાની ફરીયાદો ઉઠી રહી છે. નજરે જોનાર વ્યક્તિ કહે છે કે, મેં લોબીમાં 15 લાશ પડેલી જોઇ છે. લાશનું કોઈ નિકાલ પણ કરતું નથી.'

આ પણ વાંચોરાજકોટ: 'ઓ સાથી રે તેરે બીના ભી કયા જીના', Corona પણ પતિ-પત્નીને ન કરી શક્યો વિખુટા, સાથે મળ્યું મોત

આ બાજુ કુંભણીયા ગામના કાનાભાઇએ જણાવ્યું હતું કે, મારા ગામની એક મહિલાને પેરેલિસિસ આવ્યો હોવાથી રાજકોટની સમરસ હોસ્ટેલમાં દાખલ કર્યા છે. પરંતુ સિક્યુરિટી કોન્ટ્રાક્ટર અને ડોક્ટરો જવાબ દેતા નથી. ઉપર દર્દીની ખબર પૂછવા પણ જવા દેતા નથી. દર્દીઓ પાણી માટે વલખા મારે છે. આજે હું સ્ટાફ સાથે ઝગડો કરીને ઉપર ગયો તો લોબીમાં મારી નજરે 15 લાશ પડેલી જોઇ હતી. લાશનો કોઇ નિકાલ કરવામાં આવતો નથી.'આ પણ વાંચોરાજકોટમાં કરૂણ ઘટના : ભાભી માએ વાત કરવાનું બંધ કરતા 15 વર્ષના દિયરે કર્યો આપઘાત, પરિવાર શોકમાં ગરકાવ

સબ સલામતના દાવા કરતા તંત્રની વાસ્તવિકતા કંઈક અલગ જ જણાઈ રહી છે. લોકો ચારેબાજુ લાઈનમાં જ ઊભા છે. હોસ્પિટલમાં, ઇન્જેક્શન સેન્ટરો પર, સ્મશાનમાં, 108માં લાંબુ વેઇટિંગ ચાલી રહ્યું છે. દાખલ દર્દીના ખબર-અંતર પૂછવા અને વીડિયો કોલ કરવા લાઈનો જ જોવા મળી રહી છે. સમરસ હોસ્ટેલમાં અવ્યવસ્થા અને દર્દીઓ અંગે કોઈ સમાચાર ન મળતા અને તંત્રવાહકો ન હોવાથી દર્દીઓના સગાઓ હેરાન પરેશાન બની રહ્યાં છે. તંત્ર કોઈ જવાબ આપતું નથી તેવા પણ આક્ષેપો સગા દ્વારા કરવામાં આવી રહ્યાં છે.
Published by: kiran mehta
First published: April 12, 2021, 5:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading