રાજકોટઃ માથાભારે ધનરાજ બેડલાનો છરી સાથે લુખ્ખાગીરીનો live Video, પોતાની દરેક કારમાં લગાવે છે પોલીસની પ્લેટ


Updated: May 21, 2021, 7:02 PM IST
રાજકોટઃ માથાભારે ધનરાજ બેડલાનો છરી સાથે લુખ્ખાગીરીનો live Video, પોતાની દરેક કારમાં લગાવે છે પોલીસની પ્લેટ
ધનરાજ બેડલા અને સીસીટીવીની તસવીર

સોસાયટીના પ્રમુખ કે બિલ્ડિંગમાં રહેતા ધનરાજ નિમાવત ઉર્ફે વિરમ બેડલા નામના શખ્સને નિયમોનું પાલન કરવાનું કહેતા ધનરાજ બેડલિયે છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. 

  • Share this:
રાજકોટઃ રાજકોટ શહેરના રૈયા રોડ વિસ્તારમાં આવેલી ડ્રીમ સિટીમાં (Dream city) સોસાયટીના પ્રમુખ નિયમોનું પાલન કરવાનું કહેતા ધનરાજ બેડલા (Dhanraj bedla) નામનો શખ્સ છરી (Knife) સાથે ધસી આવી લુખ્ખાગીરી કરતો હોવાનો બનાવ સામે આવ્યો છે. જે સમગ્ર બનાવ સીસીટીવીમાં (CCTV) કેદ થવા પણ પામ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલી dream city નામની સોસાયટીમાં સોસાયટીના પ્રમુખ કે બિલ્ડિંગમાં રહેતા ધનરાજ નિમાવત ઉર્ફે વિરમ બેડલા નામના શખ્સને નિયમોનું પાલન કરવાનું કહેતા ધનરાજ બેડલિયે છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે.

બેડલાની બે કાર


સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં આપેલી ફરિયાદમાં અમિતભાઈ એ જણાવ્યું છે કે, ધનરાજ નિમાવત ઉર્ફે વિરમ બેડલાને તેઓ અવારનવાર સોસાયટીના નિયમોનું પાલન કરવા બાબતે જણાવતા હતા.

આ પણ વાંચોઃ-રાજકોટઃ ટુવ્હીલર ઉપર જતાં પતિ-પત્ની સાત બોટલ દારૂ સાથે ઝડપાયા, હકીકત જાણી પોલીસ પણ ચોંકી ગઈ

આ પણ વાંચોઃ-પતિ સુઈ ગયો ત્યારે સસરા અને સાળી સાથે લાખો રૂપિયા લઈ પત્ની ફરાર, ફોન કરીને કહ્યું 'નવું ઘર બનાવીશ અને શાંતિથી રહીશ'જે બાબતે ધનરાજ બેડલાને સારું ન લાગતાં તે ફોન પર અવારનવાર ગાળો આપતો હતો. દરમિયાન બે દિવસ પૂર્વે તેઓ બિલ્ડિંગમાં રહેતા ભાવેશભાઈ સજદે મિલનભાઈ અને રાકેશભાઈ બિલ્ડિંગમાં હતા તે સમયે ધનરાજ બેડલા તેમની પાસે આવ્યો હતો અને છરી બતાવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ બિલ્ડિંગ પડવાનો live video, જમાલપુરમાં પત્તાના મહેલની જેમ પાંચ માળની ઇમારત થઈ કડડ ભૂસ

આ પણ વાંચોઃ-દુષ્કર્મની વિચિત્ર ઘટના! રૂમમાં ઉંઘતી મહિલાએ અજાણ્યા યુવકને પતિ સમજ્યો, નરાધમ રેપ કરી ફરાર

સમગ્ર બનાવ અંગે સોસાયટીના રહેવાસીઓ યુનિવર્સિટી પોલીસ મથકમાં લેખિત રજૂઆત પણ કરી છે. જેમાં ધનરાજ બેડલા અવારનવાર સોસાયટીના લોકોને હેરાન-પરેશાન કરી ધમકી તેમજ બિલ્ડિંગના સિક્યુરિટી મેને પણ ગાળો આપી નોકરીમાંથી કઢાવી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ત્યારે બીજી તરફ સોસાયટીના રહેવાસીઓ તરફથી મળેલ લેખિત ફરિયાદના આધારે પોલીસે પણ આરોપીને ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે. જોકે સોસાયટીના રહેવાસીઓ નું માન્ય લુખ્ખાગીરી કરનારા સનાદર એક વાહનમાં પોલીસની પ્લેટ લગાવી છે. ત્યારે આરોપી ધનરાજ બેડલા ઉપર પોલીસની કોઈ રહેમ દ્રષ્ટિ છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે.
Published by: ankit patel
First published: May 21, 2021, 6:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading