લો બોલો, રાજકોટની યસ બેંકમાં ખાતેદાર સૂવા માટે ગાદલા અને ધાબળા સાથે પહોંચ્યો, આ છે કારણ


Updated: January 7, 2021, 7:43 AM IST
લો બોલો, રાજકોટની યસ બેંકમાં ખાતેદાર સૂવા માટે ગાદલા અને ધાબળા સાથે પહોંચ્યો, આ છે કારણ
રાજકોટમાં બુધવારની મોડી સાંજે બેંકના વહીવટથી કંટાળી ગયેલા ગ્રાહક સૂવા માટેના ગાદલા તેમજ ઓઢવા માટેના ધાબડા લઈને બેંકમાં પહોંચ્યા હતા.

રાજકોટમાં બુધવારની મોડી સાંજે બેંકના વહીવટથી કંટાળી ગયેલા ગ્રાહક સૂવા માટેના ગાદલા તેમજ ઓઢવા માટેના ધાબડા લઈને બેંકમાં પહોંચ્યા હતા.

  • Share this:
યસ બેન્ક ફરી એક વખત વિવાદમાં સપડાઈ છે.  રાજકોટ જિલ્લા પંચાયત સ્થિત યસ બેન્કની ઓફિસ ખાતે ખાતાધારક સૂવાના ગાદલા તેમજ ઓઢવા માટે ધાબળા લઈ પહોંચ્યા છે.

સામાન્યતઃ બેંકમાં ગ્રાહકો પૈસાની લેવડદેવડ કરવા માટે બેંકમાં જતાં હોય છે પરંતુ રાજકોટમાં બુધવારની મોડી સાંજે બેંકના અણઘડ વહીવટથી કંટાળી ગયેલા ગ્રાહક સૂવા માટેના ગાદલા તેમજ ઓઢવા માટેના ધાબડા લઈને બેંકમાં પહોંચ્યા હતા.

સમગ્ર બનાવ અંગે યસ બેન્કના ગ્રાહક તેમજ મહાવીર એન્ડ કંપનીના ભાગીદાર કશ્યપ ભાઈ ભટ્ટે ન્યૂઝ18ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારી પેઢીનું ખાતું યસ બેન્કમાં છે. ત્યારે બેંકને જે પણ ડોક્યુમેન્ટ અમારી પેઢીને લગતા જોઇતા હતા. તે ડોક્યુમેન્ટ અમે 26 ડિસેમ્બર 2020ના રોજ સબમીટ કરી દીધા હતા. તેમ છતાં ડોક્યુમેન્ટ સબમીટ ન કરવા બદલ બેંક દ્વારા 31 ડિસેમ્બર 2020ના રોજ અમારા પેઢીના એકાઉન્ટમાંથી 1,62,000 રૂપિયા જેટલી રકમ પેનલ્ટી સ્વરૂપે ડિડક્ટ કરવામાં આવી હતી. લાખો રૂપિયાની રકમ પેનલ્ટી સ્વરૂપે ડિટેક્ટ થતા પહેલી જાન્યુઆરી 2021ના રોજ અમારી પેઢી દ્વારા બેંકને આ મામલે જાણ કરવામાં આવી હતી. ત્યારે ગણતરીની જ મિનિટોમાં બેંક દ્વારા પોતાની ભૂલ કબૂલ પણ લેવામાં આવી હતી.

તુલા રાશિના વિવાહિત જાતકો માટે આજનો દિવસ ખાસ બનશે, જાણો કેવો રહેશો આપનો દિવસ

તેમણે વધુમાં જણાવ્યું કે, પહેલી તારીખના રોજ બેંક દ્વારા અમને સાંજ સુધીમાં પૈસા ખાતામાં જમા મળી જશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા છ દિવસથી અમારા પૈસા અમને બેંક દ્વારા અમારા ખાતામાં પરત આપવામાં નથી આવી રહ્યા. જેના કારણે અમારે રોજ બેંકનાં ધક્કા થઇ રહ્યા છે. ત્યારે આખરે કંટાળીને અમારે તમારા કર્મચારીઓ સાથે યસ બેંક ખાતે સૂવાના ગાદલા તેમજ ઓઢવાના ધાબડા લઈને આવવું પડ્યું છે. અમારી એક જ માંગ છે કે હવે બેંક અમને લેખિતમાં આપે કે બેંક તેની ભૂલના કારણે જે પણ રૂપિયા પેનલ્ટીના નામે ડિડક્ટ કરવામાં આવ્યા છે તે રૂપિયા અમને અમારા ખાતામાં આપવામાં આવશે.
ત્યારે સમગ્ર મામલે બેંકના નેશનલ હેડ કક્ષાના અધિકારીઓએ મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હતો. તો સાથે જ ગુરૂવારના રોજ બપોર સુધીમાં પૈસા પૂરેપૂરા જમા થઈ જશે તેવું આશ્વાસન પણ ગ્રાહકને આપવામાં આવ્યું છે.
Published by: Kaushal Pancholi
First published: January 7, 2021, 7:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading