રાજકોટ તાલુકા BJP પ્રમુખને કડવો અનુભવ : 'Video કોલ ઉપાડતા જ યુવતી નગ્ન થઈ ગઈ, માંગ્યા પૈસા'


Updated: March 27, 2021, 9:56 PM IST
રાજકોટ તાલુકા BJP પ્રમુખને કડવો અનુભવ : 'Video કોલ ઉપાડતા જ યુવતી નગ્ન થઈ ગઈ, માંગ્યા પૈસા'
પ્રતિકાત્મક તસવીર

રોજ સવારે મનીષા શર્મા નામની યુવતીના ફેસબુક એકાઉન્ટ માંથી મને વારંવાર વિડીયો કોલ આવતો હતો

  • Share this:
રાજકોટ : છેલ્લા કેટલાય સમયથી સાઇબર ક્રાઇમમાં ઉતરોતર વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ સાયબર ક્રાઇમમાં અરજી કરી છે. મેસેન્જર મારફત અજાણી યુવતી વિડીયોકોલ મારફતે બ્લેકમેઈલિંગ કરતી હોવાનું જણાવ્યું છે.

રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ બાબુ નસીત દ્વારા રાજકોટ સાયબર ક્રાઇમમાં એક અરજી કરવામાં આવી છે. જે અરજી અંતર્ગત બાબુભાઇ નસીત દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હું મારા નામનું ફેસબુક એકાઉન્ટ ધરાવું છું. 27 તારીખના રોજ સવારે મનીષા શર્મા નામની યુવતીના ફેસબુક એકાઉન્ટ માંથી મને વારંવાર વિડીયો કોલ આવતો હતો. ત્યારબાદ મેં તે વીડિયો કોલ એક્સેપ્ટ કર્યો હતો. કોલ રીસીવ કરતાની સાથે જ કોલ કરનાર યુવતીએ પોતાના કપડા ઉતારવાનું ચાલુ કરી દીધું હતું, તે પછી વિડીયો કોલ કરનારે ફરીથી ફોન કરીને તમે ખોટું કર્યું છે, કેસ થશે તમે મને જોતા હો તો તે પ્રકારનો વીડિયો રેકોર્ડ થઈ ગયો છે. જે વિડીયો હું અલગ અલગ ગ્રુપમાં મૂકી દઈશ એમ કહી ડરાવી-ધમકાવી પૈસા માગી બ્લેકમેઇલ કરવાનો પ્રયાસ કર્યો છે. બાદમાં તેને મારા ફોટામાં એડિટિંગ કરી મને બ્લેકમેલીંગ કરી ફોટો અપલોડ કરી પૈસાની માંગ કરી છે. તો સાથે જ તેણીના એકાઉન્ટમાં પૈસા નાખવાની પણ ધમકી પણ આપે છે. તો સાથે જ જુદાજુદા બે મોબાઈલ નંબરમાંથી ફોન કોલ કરી ધમકી પણ આપે છે.

આ પણ વાંચોઅમદાવાદ : માસ્કના દંડને લઈ મહિલાએ હદ વટાવી, જાહેરમાં ઉતારવા લાગી કપડા, પોલીસને માર્યા લાફા

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી કેટલીક યુવતીઓ નગ્ન થઈ કોલ રેકોર્ડ કરી લે છે અને બાદમાં સામેવાળી વ્યક્તિને બ્લેકમેઇલ કરવાનો પ્રયાસ પણ કરે છે. કોલ કરના વ્યક્તિ ડમી સીમ કાર્ડનો ઉપયોગ પણ કરે છે. તેમજ આ પ્રકારના કુલ યુપી તેમજ બહારથી આવતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ પ્રકારની કેટલીક અરજી રાજકોટ શહેર સાયબર ક્રાઈમને મળી છે. ત્યારે સાયબર ક્રાઇમ પોલીસ મથક દ્વારા બ્લેકમેઈલિંગ કરતી ટોળકી ની શોધખોળ કરવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોમાતાની મમતા: એકના એક દીકરાએ આત્મહત્યા કરી હતી, ત્યાં જ માતાનો મૃતદેહ લટકતો મળ્યો

સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસ મથકના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર વી. જે ફર્નાન્ડીઝે વાતચીતમાં જણાવ્યું હતું કે, અગાઉ પણ આ પ્રકારની અમુક અરજી આવતા અમે મૂળ સુધી પહોંચવા મહેનત કરી છે. પરંતુ કોલ ડીટેલ સીડીઆર વેસ્ટ બેંગાલનો હોય છે તો કાર્ડનું લોકેશન યુપી તરફનું હોય છે. કાર્ડ પણ બીજાના નામે હોય છે, જેથી આવા કોલ કરનાર સુધી પહોંચવું ખૂબ મુશ્કેલ બની જતું હોય છે.
Published by: kiran mehta
First published: March 27, 2021, 8:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading