રાજકોટઃ સગાઈ બાદ બે વર્ષ સુધી લગ્ન ન થતાં કંટાળ્યો યુવક, ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા, પરિવાર પર આભ તૂટ્યું


Updated: June 16, 2021, 11:56 PM IST
રાજકોટઃ સગાઈ બાદ બે વર્ષ સુધી લગ્ન ન થતાં કંટાળ્યો યુવક, ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા, પરિવાર પર આભ તૂટ્યું
પ્રતિકાત્મક તસવીર

મૃતક યુવાનના કોરોનાના કારણે બે વર્ષ થી લગ્ન ની તારીખ નક્કી ન થતાં તે બાબતથી તે કંટાળ્યો હતો. જેના કારણે તેની લાગી આવતા તેને આપઘાત કરી જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો.

  • Share this:
રાજકોટઃ નાની-નાની બાબતોને લઈને લોકો આત્મહત્યા (suicide) જેવું ગંભીર પગલું ભરતા હોય છે. ત્યારે રાજકોટ શહેરમાં (Rajkot city) વધુ એક યુવાનના આપઘાતનો બનાવ સામે આવ્યો છે. કોરોનાના કારણે સગાઈ (Engagement) થયેલા યુવકના લગ્ન (Marraige) નક્કી ન થતાં ગળાફાંસો ખાઈ યુવાને જીવનનો અંત આણ્યો હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પ્રદ્યુમન નગર પોલીસ મથક વિસ્તારમાં આવેલા રુખડિયા પરામાં રહેતા સાગર બાબુભાઈ મકવાણા નામના યુવાને પોતાના ઘરે પંખે દોરડું બાંધી ગળાફાંસો ખાધો હોવાનો બનાવ સામે આવ્યો હતો. જાણવા મળતી વિગત અનુસાર સાગર બે ભાઈઓમાં નાનો ભાઈ હતો તેમજ તે મજૂરી કામ કરી પોતાનું તેમજ પોતાના પરિવારનું આર્થિક ગુજરાન ચલાવતો હતો. સાગરની બે વર્ષ પહેલા હાપા ગામ ખાતે થઈ હતી.

ત્યારે પરિવાર જનોના જણાવ્યા પ્રમાણે મૃતક યુવાનના કોરોનાના કારણે બે વર્ષથી લગ્નની તારીખ નક્કી ન થતાં તે બાબતથી તે કંટાળ્યો હતો. જેના કારણે તેની લાગી આવતા તેને આપઘાત કરી જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો. ત્યારે સમગ્ર બનાવની જાણ પ્રદ્યુમન નગર પોલીસને થતાં પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી કરી હતી. તો સાથેજ મૃતકની લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ માં આવેલ પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ફિલ્મી સીન જેવો Video! કુખ્યાત હારુનશાએ છરો બતાવ્યો તો સામે PSIએ રિવોલ્વર તાકી, ઘર્ષણ બાદ વોન્ટેડને દબોચી લીધો

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સ્વરૂપવાન એરહોસ્ટેસના બેડ પર રૂમ પાર્ટનર નો મિત્ર નશામાં ધૂત થઈ સુઈ ગયો, ને પછી યુવતી સાથે.....

જ્યારે કે અન્ય એક બનાવ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં બન્યો હોવાનું સામે આવ્યું છે. તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવેલા કણકોટના વર્ધમાન વિહાર સોસાયટીમાં રહેતા રાજેશ નપુભાઈ મકવાણા નામના યુવાને ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. રાજેશની લાશને ઘરમાં લટકતી જોતા પરિવારજનો એ તાત્કાલિક અસરથી 108ને ફોન કર્યો હતો. 108ની ટીમે ઘટના સ્થળ પર પહોંચી યુવાનને મૃત જાહેર કર્યો હતો.આ પણ વાંચોઃ-જંગલમાં એડવેન્ચરના બહાને પ્રેમિકાએ પ્રેમી સોનૂ પટેલના હાથ, પગ, મોંઢું બાધ્યા, પથ્થર વડે છૂંદી નાખ્યું માથું, કેમ કરી હત્યા?

આ પણ વાંચોઃ-દાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે આંખો

તાલુકા પોલીસની તપાસમાં મૃતક યુવાન મજૂરી કામ કરી પોતાનું અને પોતાના પરિવારનું આર્થિક ગુજરાન ચલાવતો હતો. કોરોનાના કારણે ઘણા સમયથી તે બે રોજગાર હતો. ત્યારે પત્ની અને પુત્રીનું ગુજરાન કઈ રીતે ચલાવવુ તેની સતત ચિંતામાં રહેતો હોવાથી તેને જીવનનો ટૂંકાવવાનો નિર્ધાર કર્યો હતો.

આ પણ વાંચોઃ-પતિએ કર્યું એવું કારસ્તાન કે પત્ની અને સાળી બહાર કોઈને મોંઢું દેખાડવાના લાયક ના રહ્યા

જે અંતર્ગત તેણે ઘરે જ ગાળા ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પોલીસે પરિવાર ની કરેલ પૂછપરછમાં રાજેશ નો મોટો ભાઈ ચંદુભાઇ મકવાણા 7 મહિના અગાઉ જ ગળાફાંસો ખાઈ મૃત્યુ પામ્યો હતો. આમ, માત્ર 7 મહિનાના સમયગાળામાં ઘરના બે જેટલા મોભીઓ ને ગુમાવતા ઘરની સ્ત્રીઓ અને બાળકો ના માથે છત છીનવાઈ ગઈ હોઇ તે પ્રકાર નું ચિત્ર સામે આવ્યું છે.
Published by: ankit patel
First published: June 16, 2021, 11:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading