રાજકોટ : ઘોર કળિયુગ! સસરાએ પોતાની દીકરીના સુહાગને ઉજાળવાનો કર્યો પ્રયત્ન


Updated: July 23, 2021, 12:11 AM IST
રાજકોટ : ઘોર કળિયુગ! સસરાએ પોતાની દીકરીના સુહાગને ઉજાળવાનો કર્યો પ્રયત્ન
રાજકોટ સિવિલ હોસ્પિટલ (ફાઈલ ફોટો)

જમાઈ પોતાના સસરા પાસે મજૂરીના બાકી લેણા નીકળતા લેવા ગયો હતો કે અન્ય કોઈ બાબતે બોલાચાલી થતા મામલો હત્યાના પ્રયાસ સુધી પહોંચ્યો

  • Share this:
રાજકોટ : શહેરની સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સુરેશભાઈ રમેશભાઈ વાઘી નામના યુવાનને ગળાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે વિરપુર પોલીસ દ્વારા સુરેશભાઈના સસરા વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વીરપુરમાં રહેતા સુરેશભાઇ રમેશભાઈ વાઘી નામનો યુવાન પોતાની મજૂરીના બાકી નીકળતા 300 રૂપિયાની ઉઘરાણી કરવા માટે પોતાના સસરા પાસે ગયો હતો. ત્યારે ઉઘરાણી કરતા યુવાનના સસરા ઉશ્કેરાઈ જતા બોલાચાલી થઇ હતી. ત્યારબાદ સસરા દ્વારા પોતાના જમાઈને ધારિયા વડે ગળાના અને શરીરના ભાગે ઘા મારતા તે ગંભીર રૂપે ઘાયલ થયો હતો. જેના કારણે તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે વીરપુર પોલીસે યુવાનના સસરા વિરૂદ્ધ હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. તો સાથે જ પોલીસે અન્ય પરિવારજનોના નિવેદન નોંધવાની પણ પ્રક્રિયા હાથ ધરી છે.

આ પણ વાંચોઆ વૃદ્ધ મહિલા ભીખ માંગી રહી, વૃદ્ધાની પીડા - ' 20 જમીનની માલિક હતી, ભગવાન આવો પુત્ર કોઈને ન આપે'

ખરા અર્થમાં જમાઈ પોતાના સસરા પાસે મજૂરીના બાકી લેણા નીકળતા લેવા ગયો હતો કે અન્ય કોઈ બાબતે બોલાચાલી થતા મામલો હત્યાના પ્રયાસ સુધી પહોંચ્યો. ત્યારે સમગ્ર મામલે વિરપુર પોલીસ દ્વારા યુવાનના સસરાની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે. ત્યારે આરોપી પકડાયા બાદ જ સમગ્ર મામલે તથ્ય શું છે તે જાણી શકાશે કે, આખરે શા માટે એક સસરા ને પોતાની જ દીકરીના સુહાગને ઉજાળવવાનો પ્રયત્ન કર્યો હતો.

આ પણ વાંચોજુનાગઢ : હરેશ જોબનપુત્રા આપઘાત મામલે સુસાઈડ નોટ સામે આવી, 'ત્રણ લોકોને ગણાવ્યા મોતના જવાબદાર'

ઉલ્લેખનીય છે કે થોડા મહિના પૂર્વે રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આ જ પ્રકારનો એક બનાવ સામે આવ્યો હતો. જે બનાવો અંતર્ગત સસરા એ પોતાની બે પુત્રી સાથે મળીને પોતાના જ જમાઈની હત્યા કરી હતી. જે ગુનામાં મૃતકની પત્ની સહિત ત્રણ વ્યક્તિઓની થોરાળા પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી હતી.
Published by: kiran mehta
First published: July 23, 2021, 12:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading