રાજકોટઃ સગીર પુત્રએ માતાના પ્રેમી ઉપર છરી વડે કર્યો જીવલેણ હુમલો, શા માટે કર્યો ખુની હુમલો?


Updated: July 21, 2021, 6:12 PM IST
રાજકોટઃ સગીર પુત્રએ માતાના પ્રેમી ઉપર છરી વડે કર્યો જીવલેણ હુમલો, શા માટે કર્યો ખુની હુમલો?
રાજકોટઃ સગીર પુત્રએ માતાના પ્રેમી ઉપર છરી વડે કર્યો જીવલેણ હુમલો, શા માટે કર્યો ખુની હુમલો?

Rajkot news: શાપર વેરાવળ પોલીસ મથક વિસ્તારમાં આવેલા બુદ્ધ નગર માં રહેતા એક સગીરે પોતાની માતા સાથે પ્રેમ સંબંધ ધરાવનાર ભરતભાઈ કેશુભાઈ ચૌહાણ નામના શખ્સ ઉપર છરી વડે હુમલો કરતા તેને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

  • Share this:
રાજકોટઃ રાજકોટ ગ્રામ્ય પોલીસ (Rajkot rural police) વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માતાના પ્રેમી ઉપર સગીરે છરીથી ખુની હુમલો (minor son kinfe attack on mother boyfriend) કર્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે ખુની હુમલો કરનાર સગીરને પકડી (police arrested minor boy) કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શાપર વેરાવળ પોલીસ મથક વિસ્તારમાં આવેલા બુદ્ધ નગરમાં રહેતા એક સગીરે પોતાની માતા સાથે પ્રેમ સંબંધ ધરાવનાર ભરતભાઈ કેશુભાઈ ચૌહાણ નામના શખ્સ ઉપર છરી વડે હુમલો કરતા તેને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

સમગ્ર મામલાની જાણ સાપર વેરાવળ પોલીસને થતાં પીએસઆઇ કુલદીપ સિંહ ગોહિલ સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. તેમજ જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપી સગીર વિરૂદ્ધ આઈપીસીની કલમ 307 તેમજ 323 હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ-બદલો લેવા માટે પતિના હત્યારા સાથે પત્નીએ કર્યા લગ્ન, ત્રણ વર્ષની કોશિશ બાદ પતિને ઊંઘમાં જ ધરબી દીધી ગોળીઓ

આ પણ વાંચોઃ- Video: 'જબ તક હૈ જાન મેં નાચુંગી' ગીત પર રાત્રે શ્વાનના ટોળા વચ્ચે યુવતીનો જોરદાર ડાંસ

આરોપી વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસ દ્વારા આરોપીની શોધખોળ કરવામાં આવી હતી જે અંતર્ગત આરોપી ઝડપાઇ જતાં તેને હાલ પોલીસે પોતાના તાબામાં લઇ વધુ પૂછપરછ હાથ ધરી છે.આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: તમામ રાશિના જાતકો માટે સપ્તાહ કેવું રહેશે? જાણો રાશિફળ

આ પણ વાંચોઃ-6500 ફૂટ ઉપર પહાડો ઉપર કપલ મ્હાણી રહ્યું હતું શરીરસુખ, કેમેરાએ કપલની તસવીરો કરી વાયરલ

તો બીજી તરફ સાપર વેરાવળ પોલીસ દ્વારા પીડિત ભરત કેશુભાઈ ચૌહાણનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. તો સાથે જ ભરત જેની સાથે પ્રેમમાં હતો તે આરોપીની માતાની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. ત્યારે આરોપીની પૂછપરછ પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટના મામલે સત્ય શું છે તે જાણી શકાશે.

આખરે શા માટે સગીરને પોતાની જ માતાના પ્રેમીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવાની ફરજ પડી હતી. સગીર આરોપી અને પીડિત વચ્ચે કોઈ બાબતે મનદુઃખ ચાલી રહ્યું હતું કે કેમ તે સહિતની બાબતો અંગે હાલ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે પીડિત ને પેટમાં તથા જમણા હાથમાં ગંભીર ઈજા પહોંચતા હાલ તેની સારવાર રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે.
Published by: ankit patel
First published: July 21, 2021, 5:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading