રાજકોટ : 'હમ સે ક્યા ભૂલ હુઈ, જો સજા હમકા મીલી', પ્રેમીએ લગ્નની ના પાડતા પ્રેમિકાએ ગટગટાવી ઝેરી દવા


Updated: July 10, 2021, 4:55 PM IST
રાજકોટ : 'હમ સે ક્યા ભૂલ હુઈ, જો સજા હમકા મીલી', પ્રેમીએ લગ્નની ના પાડતા પ્રેમિકાએ ગટગટાવી ઝેરી દવા
રાજકોટ પ્રેમિકાનો આપઘાતનો પ્રયાસ

યુવતીના માતા-પિતાએ યુવકના માતા-પિતાને સગપણ માટે ઘરે પણ બોલાવ્યા હતા, પ્રેમીએ કહ્યું - હું મારા માતા-પિતા કહેશે તે પ્રમાણે જ કરીશ.

  • Share this:
રાજકોટ : સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારો આપઘાતના પ્રયાસનો બનાવ સામે આવ્યો છે. જે કિસ્સામાં પ્રેમીએ પ્રેમિકાને લગ્ન કરવાની ના પાડતા પ્રેમિકાએ ઝેરી દવા ગટગટાવી હોવાનો સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ઝેરી દવા પીનાર પ્રેમિકાની સારવાર ચાલી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બામણ ગામે રહેતી શિલ્પા ( નામ બદલાવેલ છે ) મેટોડા જીઆઈડીસીમાં નોકરી કરતી હતી. તે દરમિયાન કારખાનામાં કામ કરતા રિશી ( નામ બદલાવેલ છે ) નામના યુવક સાથે તેનો પરિચય થયો હતો. ત્યારબાદ યુવક અને યુવતી વચ્ચેનો પરિચય પ્રેમ સંબંધમાં પણ પાંગર્યો હતો.

યુવક અને યુવતી વચ્ચે છ મહિનાથી પ્રેમ સંબંધ પાંગર્યો છે તે બાબતની જાણ યુવતીએ પોતાના માતા-પિતાને કરી હતી. ત્યારબાદ યુવતીના માતા-પિતાએ યુવકના માતા-પિતાને સગપણ માટે ઘરે પણ બોલાવ્યા હતા. સમગ્ર મામલે યુવકના માતા-પિતાએ કોઈ કારણોસર લગ્ન માટે સ્પષ્ટ ના પાડી હતી. જે બાબતનું યુવતીને લાગી આવ્યું હતું.

આ પણ વાંચોસુરત : 'હું ભગવાન પાસે જવા માંગુ છું,...'નું લખાણ કરી યુવતીનો આપઘાત : 15 દિવસ બાદ હતી સગાઇ

સમગ્ર મામલે રીશીએ શિલ્પાને જણાવ્યું હતું કે, હું મારા માતા-પિતા કહેશે તે પ્રમાણે જ કરીશ. આમ આ પ્રકારે રિશીનાં વચનો સાંભળતા શિલ્પાને લાગી આવ્યું હતું. ત્યારે રાત્રિના સમયે પોતાના ઘરે તેણે ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચોReal ટાર્ઝન! ખબર જ નથી કે મહિલાઓ શું હોય છે? 41 વર્ષ વિતાવ્યા જંગલમાં, ઉંદરનું માથુ તેમનું ફેવરેટ ફૂડ! સમગ્ર મામલાની જાણ પરિવારજનોને થતાં પરિવારજનો દ્વારા શિલ્પાને સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ માં આવેલ પોલીસ ચોકી દ્વારા કાલાવડ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. કાલાવડ તાલુકા પોલીસ દ્વારા યુવતી તેમજ તેમના પરિવારજનો નું નિવેદન સહિતની પ્રક્રિયાઓ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં શિલ્પા ચાર બહેનમાં સૌથી મોટી બહેન હોવાનું સામે આવ્યું છે તેમજ તેના પિતા ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું પણ સામે આવ્યું છે.
Published by: kiran mehta
First published: July 10, 2021, 4:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading