રાજકોટ કુટણખાના મામલો : આરોપીના ફોનમાંથી મળ્યા 15 યુવતીના ફોટા, શું સગીરાને પણ ધકેલી હતી દેહવ્યાપારમાં?


Updated: June 29, 2021, 10:53 PM IST
રાજકોટ કુટણખાના મામલો : આરોપીના ફોનમાંથી મળ્યા 15 યુવતીના ફોટા, શું સગીરાને પણ ધકેલી હતી દેહવ્યાપારમાં?
રાજકોટ કુટણખાનું ઝડપાયાનો મામલો

રિમાન્ડ દરમિયાન સંતોષ સગીરા પાસે દેહ વ્યાપારનો ધંધો કરાવતો હોવાનું પણ પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે.

  • Share this:
રાજકોટ : હોટલ પાર્ક ઇન માંથી થોડા દિવસો પૂર્વે કુટણખાનું, દારૂ અને સગીરા ઝડપાઈ હતી. ત્યાર બાદ રાજકોટ શહેર પોલીસ દ્વારા ક્રમશઃ એક બાદ એક ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હોટલમાંથી ઝડપાયેલ સગીરા સાથે દુષ્કર્મ આચરનાર સંતોષની મહિલા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રિમાન્ડ દરમિયાન સંતોષ સગીરા પાસે દેહ વ્યાપારનો ધંધો કરાવતો હોવાનું પણ પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે.

રાજકોટ મહિલા પોલીસ દ્વારા દુષ્કર્મ અપહરણ પોકસો સહિતના ગુનાના કામે આરોપી સંતોષ કુશવાહાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને રિમાન્ડની માગણી અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા આરોપીના રિમાન્ડ મંજૂર કરવામાં આવતા મહિલા પોલીસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. તો સાથે જ ગુનાના કામે સાંયોગિક પુરાવા મેળવવા માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.

ત્યારે રિમાન્ડ દરમિયાન આરોપી સંતોષ કુશવાહા પાસેથી મળી આવેલ મોબાઈલ ચેક કરતા તેમાં ૧૫થી વધુ યુવતીઓના ફોટા તેમજ યુવતીઓ સાથે નું ચેટિંગ મળી આવ્યું છે. જે પ્રકારના ફોટા અને ચેટિંગ આરોપી સંતોષ કુશવાહાના મોબાઈલ માંથી મળી આવ્યા છે. તેના પરથી હાલ પોલીસ અને દ્રઢ શંકા છે કે, આરોપી સંતોષ કુશવાહા યુવતીઓ પાસે લોહીનો વ્યાપાર કરાવતો હોઈ શકે છે.

આ પણ વાંચો - સુરત: 16 વર્ષની તરૂણી પર નજર બગાડવાનો મામલો, યુવતીના કાકાએ પટ્ટે-પટ્ટે માર મારતા યુવાનનું મોત

પોલીસની પૂછપરછમાં આરોપી સંતોષ કુશવાહાએ જણાવ્યું છે કે, તે સગીરા સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો. તેમજ તેની સાથે બીજા લગ્ન પણ કરવા માંગતો હતો. સગીરા જ્યારે 18 વર્ષ પૂર્ણ કરે ત્યારે તે તેની સાથે લગ્નગ્રંથિથી જોડવા માંગતો હતો. સંતોષ નામ મોબાઈલ ફોનમાંથી જે પ્રમાણે ૧૫ જેટલી યુવતીઓ ના ફોટા મળી આવ્યા છે તેમ જ તેમની સાથે નું સેટિંગ મળી આવ્યું છે જેને લઇને પોલીસે સમગ્ર મામલે સંતોષના મોબાઇલના સીડીઆર એટલે કે કોલ ડિટેઇલ્સ રિપોર્ટ મંગાવ્યું છે ત્યારે સંતોષના મોબાઇલના કોલ ડિટેઇલ્સ રિપોર્ટ આવતા દૂધ નું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.

આ પણ વાંચો - જુઓ નજીવી બાબતે બાઇક સવારને લાકડી વડે માર મારી માથુ ફોડી નાખ્યું, ઘટના CCTV Videoમાં કેદસંતોષ કુશવાહા સગીરાને હોટેલમાં લઈ ગયો હતો ત્યારે સગીરાનું નામનું એક ઓળખ કાર્ડ પણ આપ્યું હતું. જે ઓળખકાર્ડ સગીરાનું નહીં પરંતુ પોતાની ભત્રીજીનું આપ્યું હોવાનું હાલ તેણે જણાવ્યું છે. ત્યારે પોલીસ હાલ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે કે ઓળખ કાર્ડ જેનું આપ્યું છે તે ખરા અર્થમાં સંતોષ ની ભત્રીજી છે કે પછી અન્ય કોઇ યુવતી?.
Published by: kiran mehta
First published: June 29, 2021, 10:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading