રાજકોટ : સુખી ઘરની પરિણીતાને ત્રાસ, પતિએ કહ્યું - 'તું Indian, હું અમેરિકન, આપણો સ્વભાવ મેચ નહિ થાય'


Updated: July 15, 2021, 9:06 PM IST
રાજકોટ : સુખી ઘરની પરિણીતાને ત્રાસ, પતિએ કહ્યું - 'તું Indian, હું અમેરિકન, આપણો સ્વભાવ મેચ નહિ થાય'
પ્રતિકાત્મક તસવીર

પરિણીત મહિલાએ પતિ હાર્દિક પટેલ સામે શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં જણાવ્યું છે કે, 'મારા પતિ નાના હતા ત્યારથી જ તેમના માતા-પિતા સાથે અમેરિકા સેટલ થઈ ગયા હતા.'

  • Share this:
રાજકોટ : શહેરના મહિલા પોલીસ મથકમાં વધુ એક પરણિતાએ શારીરિક અને માનસિક ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવી છે. ત્યારે મહિલા પોલીસ દ્વારા મૂળ સુરતના અને હાલ મુંબઈ રહેતા પતિ હાર્દિક પટેલ સામે શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

પરિણીત મહિલા ફરિયાદીએ મહિલા પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 'એક વર્ષથી હું મારા માવતર રહું છું, મે એમ.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. વર્ષ 2014ની ડિસેમ્બરમાં મારા લગ્ન સુરત મુકામે રહેતા વિનોદભાઈના દિકરા હાર્દિક સાથે જ્ઞાતિના રીત રિવાજ મુજબ થયા હતા. પરણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા પતિ નાના હતા ત્યારથી જ તેમના માતા-પિતા સાથે અમેરિકા સેટલ થઈ ગયા હતા. તેઓ તેમનો અભ્યાસ પણ અમેરિકામાં પૂર્ણ કરી તેઓ ત્યાં બેંકમાં નોકરી કરતા હતા. બાદમાં ભારત મુકામે સ્થાયી થવા માટે અમેરિકાથી નોકરી મૂકીને તેઓ ભારત આવ્યા હતા.'

'અમારી સગાઈ રાજકોટ ખાતે રેસ્ટોરન્ટમાં પરિવારજનોની હાજરીમાં 14 જાન્યુઆરીના રોજ કરવામાં આવી હતી. તે સમયે મારા સાસુ-સસરા અમેરિકા હોવાથી તેઓ સગાઈમાં હાજરી આપી નહોતા શક્યા. પરંતુ બાદમાં મારા સાસુ-સસરા લગ્ન માટે અમેરિકાથી આવ્યા હતા અને ત્યારબાદ સુરત ખાતે ચાર મહિના સુધી રોકાયા હતા. ત્યારબાદ હું અને મારા પતિ રાજકોટ મુકામે ધંધા માટે આવી ગયા હતા.'

આ પણ વાંચોરાજકોટમાં અજીબો ગરીબ પ્રેમનો અંત : પહેલા પ્રેમ, પછી વિરહ, ફરી મિલન, પાછો વિરહ, પ્રેમીએ કર્યો આપઘાત

'રાજકોટ શહેરમાં અમે ચાર વર્ષ સુધી સાથે રહ્યા હતા, તે દરમિયાન મારા પતિ મને કહેતા કે, તારો અને મારો સ્વભાવ મેચ નહીં થાય. તું ઇન્ડિયન છે અને હું અમેરિકન છું, આથી આપણે બન્ને સાથે નહીં રહી શકીએ. હું જ્યારે ઘરે હાજર નહોતી ત્યારે મારા પતિ મને કંઈ પણ કીધા વગર તેમનો તમામ સામાન લઈને ઘરેથી જતા રહ્યા હતા, જ્યારે હું ઘરે પરત ફરી ત્યારે મને ખબર પડી કે મારા પતિ ઘરે નથી અને ઘરે તાળું મારેલું હતું. જેથી મેં મારા પતિને પણ ફોન કર્યો ત્યારે મારા પતિએ કહ્યું હતું કે, હું બે-ત્રણ દિવસમાં પાછો આવી જઈશ પરંતુ તે પાછા નહોતા આવ્યા.'

આ પણ વાંચોરાજકોટ : પોલીસ સાથે પકડમ-પકડી રમતા હિસ્ટ્રીશીટરના ખૂટ્યા શ્વાસ! મહેશ ગમારાનું મોત'મારા પતિ કે તેના પરિવાર તરફથી કોઈ જવાબ ન મળતાં, હું મારા માવતરના ઘરે રહેવા આવી ગઈ છું. સમગ્ર મામલે મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરેલ ત્યાં જવાબ લખવા આવ્યા ત્યારે પણ મારા પતિએ કહ્યું હતું કે, મારે તારી સાથે નથી રહેવું.'
Published by: kiran mehta
First published: July 15, 2021, 9:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading