રાજકોટ : પેરોલ જંપ પર નાસતા-ફરતા આરોપીનું ત્રીજા માળેથી પટકાતા મોત, ઓળખ છુપાવી મજૂરી કરતો


Updated: May 13, 2021, 8:49 PM IST
રાજકોટ : પેરોલ જંપ પર નાસતા-ફરતા આરોપીનું ત્રીજા માળેથી પટકાતા મોત, ઓળખ છુપાવી મજૂરી કરતો
પેરોલ પર છૂટી નાસતા ફરતા આરોપીનું બિલ્ડીંગ પરથી પટકાતા મોત

આજરોજ કાલાવડ રોડ પર નિર્માણ પામી રહેલી બિલ્ડીંગના ત્રીજા માળેથી પટકાતા તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ તાત્કાલિક અસરથી 108ની ટીમ તેમજ યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી

  • Share this:
રાજકોટ : શહેરમાં બુધવારના રોજ પાંચમાં માળેથી પટકાતા ત્રણ વર્ષના માસુમ કુબેરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે ગુરૂવારના રોજ પેરોલ જમ્પ કરી નાસતા ફરતા હિતેશ સોલંકી નામના શખ્સનું કણકોટ પાસે ત્રીજા માળેથી પટકાતા મોત નિપજ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી હિતેશ સોલંકી ગુનાના સજાના કામે રાજકોટની જિલ્લા જેલમાં હતો. આ સમય દરમિયાન તેને પેરોલ મળતાં તે બહાર આવ્યો હતો. પરંતુ પેરોલ મળ્યા બાદ તે સમયસર જેલમાં પરત ન ફરતા પેરોલ જમ્પ કરી નાસતો ફરતો હતો.

ત્યારે આજરોજ કાલાવડ રોડ પર નિર્માણ પામી રહેલી બિલ્ડીંગના ત્રીજા માળેથી પટકાતા તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ તાત્કાલિક અસરથી 108ની ટીમ તેમજ યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળ પર પહોંચેલી 108 ની ટીમે યુવાનને મૃત જાહેર કર્યો હતો જ્યારે કે યુનિવર્સિટી પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ મૃતકની લાશને ફોરેન્સિક પીએમ માટે પોસ્ટમોર્ટમ રૂમ ખાતે મોકલવામાં આવી હતી.

આ પણ વાંચોરાજકોટમાં કરૂણ ઘટના: 3 વર્ષનું બાળક 5મા માળેથી પટકાતા કમકમાટીભર્યું મોત, ઘટના CCTV Videoમાં કેદ?

ત્યારબાદ પોલીસ તપાસમાં યુવાન વ્યક્તિ મૂળ સુરેન્દ્રનગરનો હિતેશ રામજીભાઈ સોલંકી હોવાનું ખુલ્યું હતું. હિતેશ સોલંકી બિલ્ડિંગ સાઇટ ઉપર જ મજૂરીકામ કરતો તેમજ રહેતો હોવાનું ખુલ્યું છે. હિતેશ સોલંકીને જેલ ટ્રાન્સફર કરી રાજકોટ જેલમાં મોકલવામાં આવ્યો હતો ત્યારબાદ તે પેરોલ પર છૂટ્યા બાદ પેરોલનો સમય પૂર્ણ થતાં હાજર થયો નહોતો. તેમજ તે રાજકોટ શહેરમાં પોતાની ઓળખ છુપાવી મજૂરી કામ કરતો હતો. મૃતક હિતેશ સોલંકીને સંતાન એક પુત્રી હોવાનું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો - વિધવા મહિલા સાથે દુષ્કર્મ કરતા CIA સ્ટાફના ASIને લોકોએ રંગેહાથ ઝડપ્યો, VIDEO કર્યો વાયરલ રાજકોટ શહેરમાં બુધવારના રોજ માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો હતો. રાજનગર ચોક નજીક આવેલા ગાયત્રી સ્ક્વેર નામના એપાર્ટમેન્ટમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા ખડગભાઈ સોમદનો ત્રણ વર્ષનો પુત્ર કુબેર પાંચમા માળેથી પટકાતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. પાંચમા માળેથી બાળક પટકાયાની જાણ થતાં આસપાસના લોકો ટોળે વળી એકઠા થઇ ગયા હતા. એકઠા થયેલા લોકોમાંથી કેટલાક લોકોએ માનવતા દર્શાવી બાળકને સારવાર અર્થે તાકીદે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
Published by: kiran mehta
First published: May 13, 2021, 8:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading