રાજકોટ : પોલીસ સાથે પકડમ-પકડી રમતા હિસ્ટ્રીશીટરના ખૂટ્યા શ્વાસ! મહેશ ગમારાનું મોત


Updated: July 13, 2021, 11:48 PM IST
રાજકોટ : પોલીસ સાથે પકડમ-પકડી રમતા હિસ્ટ્રીશીટરના ખૂટ્યા શ્વાસ! મહેશ ગમારાનું મોત
રાજકોટના હિસ્ટ્રીશીટર એવા મહેશ ગમારાનું શંકાસ્પદ રીતે મોત?

પોલીસે દરોડો પાડતા ખેલીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. આરોપીનુ મૃત્યુ થઈ જતા થોડીક ક્ષણો માટે પોલીસ સ્ટાફ માં પણ દોડધામ મચી જવા પામી હતી.

  • Share this:
રાજકોટ, અંકિત પોપટ : સુરેન્દ્રનગર પોલીસ દ્વારા ચોટીલાના મેવાસા શેખલીયા ગામની સીમમાં આવેલી ટેકરી પર ચાલતા જુગાર કલબ પર દરોડો પાડી છ જેટલા શખ્સોને ઝડપી પાડયા હતાં. જે પૈકી રાજકોટના હિસ્ટ્રીશીટર એવા મહેશ ગમારાનું શંકાસ્પદ રીતે મોત નિપજ્યું છે. ત્યારે સમગ્ર મામલે મૃતકના પરિવારજનોએ મૃત્યુ મામલે પોલીસ પર આક્ષેપોની છડી વરસાવી છે.

Chotila નાની મોલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મેવાસા ગામની સીમમાં ઘોડીપાસાનો જુગાર ચાલી રહ્યો છે તે બાબતની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં કુખ્યાત મહેશ ગમારા સહિત 6 શખ્શો ઝડપાઈ ગયા હતા. પોલીસે દરોડો પાડતા ખેલીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસ આવી જતાં મહેશ ગમારાએ પણ નાસી જવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ નાસવા જતા ઢળી પડયો હતો જેના કારણે પોલીસે સારવાર અર્થે તેને ચોટીલા ની હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. ત્યારે આરોપીનુ મૃત્યુ થઈ જતા થોડીક ક્ષણો માટે પોલીસ સ્ટાફ માં પણ દોડધામ મચી જવા પામી હતી.

આ પણ વાંચોરાજકોટ : બુટલેગરોમાં દોડધામ, પોલીસે લાખો રૂપિયાનો બિનવારસી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

બનાવને પગલે મોટી સંખ્યામાં મહેશ ગમારાના પરિવારજનો તેમજ તેના પરિચિતો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડીવાયએસપી કક્ષાના અધિકારી પણ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. તેમજ હોસ્પિટલ ખાતે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હોસ્પિટલ પર પહોંચેલા મહેશ ગમારા ના પરિવારજનોએ પોલીસ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, પોલીસે ઢાળ પર દોડાવી ને મહેશ ગમારા નું મૃત્યુ નિપજાવ્યું છે. બીજી તરફ પોલીસે આક્ષેપો અંગે જણાવ્યું હતું કે, મહેશને પહેલેથી જ હૃદયને લગતી બીમારી હતી અને થોડા સમય પહેલાં જ તેણે બાયપાસ સર્જરી કરાવી હતી. પોલીસ ને જોતા મહેશ ગમારા ભાગવા લાગ્યો હતો જેના કારણે તેના શ્વાસ ચડી જતા તેને હૃદય રોગનો હુમલો આવ્યો હતો તેવું તબીબોએ પણ પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે. સમગ્ર મામલે પોસ્ટમોર્ટમ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે પણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો - રાજકોટ : પ્રેમલગ્ન બાદ છૂટાછેડા, પછી પતિએ એવું કહ્યું કે, પરિણીતા પહોંચી ગઈ ડિપ્રેશનમાં, કરી લીધો આપઘાત

પોલીસે મુકેશ લક્ષ્મણદાસ કોટક, સતાર હમીરભાઇ, નિલેશભાઈ, ઈમરાન ભાઈ, અલ્પેશ સહિતના શખ્સોને ઝડપી પાડયા છે. તેમજ જુગારની ફિલ્ડ માંથી 3.56 લાખ ની રોકડ સહિત કાર અને મોબાઈલ પણ કબ્જે કર્યા છે. ઉલ્લેખનીય છે કે મહેશ ગમારા છેલ્લા કેટલાય વર્ષોથી ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે. મહેશ ગમારા વિરુદ્ધ નાણાં પડાવવા, ગેરકાયદેસર હથિયાર રાખવા, હુમલો કરવો, ફાયરિંગ કરવું સહીતના ગુનાઓ નોંધાઈ ચુક્યા છે.
Published by: kiran mehta
First published: July 13, 2021, 11:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading