રાજકોટમાં ચોંકાવનારો કિસ્સો : 'મારા પતિએ માર મારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું, બળજબરી દુષ્કર્મ પણ આચર્યું'


Updated: June 29, 2021, 9:48 PM IST
રાજકોટમાં ચોંકાવનારો કિસ્સો : 'મારા પતિએ માર મારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું, બળજબરી દુષ્કર્મ પણ આચર્યું'
પ્રતિકાત્મક તસવીર

'હેવાનની જેમ અત્યાચાર કરી, દારૂના નશામાં ચકચૂર થઇ શારીરિક સંબંધ બાંધતો, ગુપ્તાંગના ભાગ પર બટકા પણ ભરતો'

  • Share this:
રાજકોટ : શહેરમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામાં પત્ની સાથે પતિએ રસોઈ મુદ્દે મારકૂટ કરી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યા બાદ દુષ્કર્મ ગુજાર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ મામલે પોલીસે મહિલાની ફરિયાદ લઈ પતિ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આપણા સમાજમાં સ્ત્રીને પુરુષની સમોવડી ગણવામાં આવે છે. તેમ છતાં આજે પણ આપણા સભ્ય સમાજમાંથી સ્ત્રીઓ ઉપર થતા અત્યાચારના બનાવો અવારનવાર સામે આવતા રહે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ સામે કેટલાક ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. જે મામલે પરિણીતાએ પોતાના જ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનમાં શિલ્પા ( નામ બદલાવેલ છે ) નામની પરિણીતાએ પોતાના પતિ કામેશ ( નામ બદલાવેલ છે ) વિરૂદ્ધ આઈપીસીની કલમ 376, 377 અને 323 હેઠળ ગુનો નોંધાવ્યો છે.

આ પણ વાંચો - સુરત: 16 વર્ષની તરૂણી પર નજર બગાડવાનો મામલો, યુવતીના કાકાએ પટ્ટે-પટ્ટે માર મારતા યુવાનનું મોત

પરણીતાએ આજીડેમ પોલીસ ને આપેલ ફરિયાદમાં જણાવ્યું છે કે તેનું પતિ છેલ્લા કેટલાય વર્ષોથી નાની નાની બાબતોમાં ઝઘડો કરી તેની સાથે મારકૂટ કરતો હતો. ગત શનિવારના રોજ પતિએ રસોઈ બનાવવા બાબતે ઝઘડો શરૂ કરી માર મારવાનું શરૂ કર્યું હતું. જેના કારણે પરિણીતા ગુમસુમ બની ગઈ હતી. જે બાબતનો લાભ લઈ પતિએ તેને માર મારતા સૃષ્ટિ વિરૂદ્ધ નું કૃત્ય આચરી તેની મરજી વિરૂદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.

આ પણ વાંચો - જુઓ નજીવી બાબતે બાઇક સવારને લાકડી વડે માર મારી માથુ ફોડી નાખ્યું, ઘટના CCTV Videoમાં કેદ

ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પુર્વે શહેરના કાલાવડ રોડ વિસ્તારની એક પરિણીતાએ પોતાના ઘરે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તો ફિનાઈલ પીવાના કારણે તેને એક ગંભીર અસર પહોંચતાં તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. સમગ્ર મામલે મીડિયા સાથેની વાતચીતમાં પરિણીતાએ પોતાના પતિ વિરુદ્ધ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે તેનો પતિ દારૂના નશામાં ચકચૂર થઇ ને તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો તેમજ તેના ગુપ્તાંગના ભાગ પર બટકા પણ ભરતો હતો.
Published by: kiran mehta
First published: June 29, 2021, 9:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading