રાજકોટ : unlock 2.0માં અંતર્ગત માસ્ક ન પહેરનારા પાસેથી 1.50 કરોડનો દંડ વસૂલાયો, આજથી ન પહેરે તેને 500નો ચાંલ્લો


Updated: August 1, 2020, 9:30 PM IST
રાજકોટ : unlock 2.0માં અંતર્ગત માસ્ક ન પહેરનારા પાસેથી 1.50 કરોડનો દંડ વસૂલાયો, આજથી ન પહેરે તેને 500નો ચાંલ્લો
રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓની માસ્ક ચેકિંગ ઝૂંબેશની ફાઇલ તસવીર

આજથી રાજ્યમાં માસ્ક ન પહેરવા પર એક સમાન દંડ, અનલૉક 3.0માં અનેક છુટ મળશે પરંતુ રાજકોટમાં આ નિયમો પાળવા ફરજિયાત

  • Share this:
રાજકોટ સહિત સમગ્ર દેશમાં આજથી unlock પાર્ટ 3 ની શરૂઆત થઈ છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા unlock પાર્ટ-3 અંતર્ગત કેટલાંક જાહેરનામાં બહાર પાડવામાં આવ્યા છે. ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે આજથી રાજકોટ શહેરમાં રાત્રી કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો છે પરંતુ હોટલ રેસ્ટોરન્ટ સિવાયની તમામ દુકાનો લોકો રાત્રિના 8 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકશે તો હોટલ તેમજ રેસ્ટોરન્ટ ની સમય મર્યાદા કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ રાત્રીના દસ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે તો સાથે જ ટુ વ્હીલર પર બેથી વધુ વ્યક્તિને મુસાફરી કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. નાની કારમાં ડ્રાઇવર સિવાય બે વ્યક્તિઓને મુસાફરી કરવાની છૂટ આપવામાં આવી છે. દરમિયાન હવે રાજ્યમાં માસ્ક ન પહેરનાર વ્યક્તિને રૂપિયા 500નો દંડ ફટાકારવામાં આવશે.

તો મોટા કોમર્શિયલ વહિકલ માં માત્ર 60 ટકા મુસાફરોને જ મુસાફરી કરાવી શકાશે. રાજકોટ શહેર પોલીસ દ્વારા અનલોક પાર્ટ-2 અંતર્ગત જાહેરનામા ભંગના 1581 કેસ કરવામાં આવ્યા છે 7062 જેટલા વાહનોને ડિટેઇન પણ કરવામાં આવ્યા છે. તો જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ તેમજ જાહેરમાં થુંકનારા પાસેથી 1.50કરોડ નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :    સુરત : હેલ્થ સેન્ટરે Coronaનો એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ આપ્યો, ખાનગી લેબનો રિપોર્ટ નેગેટિવ આવતા ખળભળાટ

ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં રાજકોટ  પોલીસ તેમજ રાજકોટ મહાનગર પાલિકા ના અધિકારીઓ દ્વારા માસ્ક પહેરવા બદલ દંડ ની ઊઘરાણી કરવામાં આવે છે તો સાથોસાથ જાહેરમા થુંકનાર પાસેથી પણ દંડની વસૂલાત કરવામાં આવી રહી છે.

અનલોક પાર્ટ-2 અંતર્ગત માત્ર માસ્કના દંડ ની ગણતરી કરવામાં આવે તો રાજકોટ શહેર પોલીસ તેમજ રાજકોટ મનપા દ્વારા બે કરોડ રૂપિયાથી પણ વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.આ પણ વાંચો :   'હું રાજકોટથી બોલું છું, મારી બહેનને મારી નાખશે, જલ્દી એની મદદ માટે જાઓ', 181એ બહેનની રક્ષા કરી
Published by: Jay Mishra
First published: August 1, 2020, 3:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading