રાજકોટ : ભ્રષ્ટાચારના ખાડાઓથી પ્રજા પરેશાન! Video - પહેલા બાઈક ચાલક, પછી છકડાવાળો થયો ઊંધા ભોડે


Updated: July 25, 2021, 8:32 PM IST
રાજકોટ : ભ્રષ્ટાચારના ખાડાઓથી પ્રજા પરેશાન! Video - પહેલા બાઈક ચાલક, પછી છકડાવાળો થયો ઊંધા ભોડે
રાજકોટ - ખાડામાં પ્રજા

રાજકોટમાં દર વર્ષે મહા નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરી માત્ર કાગળ પર જ બતાવવામાં આવી રહી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવતા રહ્યા છે.

  • Share this:
રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રીમોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાનું આંધણ ફુકી દેવામાં આવે છે. પરંતુ દર વર્ષે મહા નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરી માત્ર કાગળ પર જ બતાવવામાં આવી રહી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવતા રહ્યા છે. દર વર્ષે ચોમાસા પહેલા મહાનગરપાલિકાના સત્તાધીશો તેમજ અધિકારીઓ દ્વારા મૂકવામાં આવતા હોય છે કે તેમના દ્વારા વોંકડા ની સફાઈ કરવામાં આવી છે તો સાથોસાથ ડ્રેનેજ ની વ્યવસ્થા છે તેને પણ સુચારુ રૂપથી ગોઠવવામાં આવી છે. પરંતુ બે ઇંચ વરસાદમાં જ રાજકોટ શહેર જાણે કે પાણીમાં ગરકાવ થઇ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો દર વર્ષે સામે આવતા હોય છે.

ત્યારે રાજકોટના ગોકુલ નગર વિસ્તારના કેટલાક દૃશ્યો સામે આવ્યા છે. જે દ્રશ્યો માં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે કઇ રીતે ખાડા પડવાના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઇ જાય છે. પોતાના વાહન પરથી પડી જાય છે તે પ્રકારના દ્રશ્યો સીસીટીવી ફુટેજમાં કેદ થયા છે.

ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં ગોકુલ નગરના રહેવાસીઓએ જણાવ્યું હતું કે ગટરની કુંડી ની બાજુમાં જ ખાડો પડવાના કારણે અનેક રાહદારીઓના વાહનો ખાડામાં ફસાઈ જતા હોય છે. કેટલાક લોકો વાહનો સાથે નીચે પણ પછડાતા હોય છે.હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, જેના કારણે વરસાદી પાણી ભરાતા લોકો ખાડામાં પોતાના વાહનો સાથે ખાબકવાના અનેક બનાવો અત્યાર સુધીમાં સામે આવી ચૂક્યા છે. ત્યારે લોકો પણ માની રહ્યા છે કે, ચારના કારણે સામાન્ય વરસાદમાં પણ તેમની શેરીઓમાં ખાડા પડ્યા છે જેના કારણે સ્થાનિક લોકો તેમજ રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં શનિવારના રોજ પણ વરસાદ પડ્યો હતો. તો રવિવારે બપોરના સાડા ત્રણ વાગ્યાથી અવિરત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી વાતાવરણ યથાવત જોવા મળ્યું હતું જેના કારણે ઠેરઠેર પાણી ભરાવવાની સમસ્યા પણ સામે આવી હતી.
Published by: kiran mehta
First published: July 25, 2021, 8:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading