રાજકોટ : નિવૃત્ત PSIનો પત્ની પ્રેમ, પત્નીના વિયોગમાં કરી લીધો આપઘાત!


Updated: July 27, 2021, 5:37 PM IST
રાજકોટ : નિવૃત્ત PSIનો પત્ની પ્રેમ, પત્નીના વિયોગમાં કરી લીધો આપઘાત!
નિવૃત પીએસઆઈએ આપઘાત કર્યો

જે વ્યક્તિએ પોલીસ ખાતામાં નોકરી કરી આપઘાતનો પ્રયાસ, આપઘાત, હત્યા, ચોરી, લૂંટ સહિતના બનાવોની તપાસ કરનાર નિવૃત પીએસઆઇએ આપઘાત કરી લેતા અધિકારીઓ પણ આસ્ચર્ય થઈ ગયા હતા

  • Share this:
રાજકોટ : શહેરમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. રજકોટ શહેરના વાંકાનેર સોસાયટીમાં રહેતા નિવૃત પીએસઆઇએ પોતાની પત્નીના વિયોગમાં ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા એડી દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા વાંકાનેર સોસાયટી શેરી નંબર 5 માં રહેતા નિવૃત પીએસઆઇ નાથાભાઈ લક્ષ્મણભાઈ બાલાસરાએ પોતાના જ ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલાની જાણ ગાંધીગ્રામ પોલીસને થતાં ગાંધીગ્રામ પોલીસના પીએસઆઇ સોમૈયા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ત્યારબાદ જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક નિવૃત પીએસઆઇ નાથાભાઈ બાલાસરાએ VRSથી નિવૃત્તિ લઇ લીધી હતી. નાથાભાઈ ના ઘરમાં જ્યારે કોઇ હાજર નહોતું ત્યારે તેમણે આત્મઘાતી પગલું ભરી લીધા હોવાનું સામે આવ્યું છે. મૃતકને બે દીકરા છે ક્યારે પરિવારજનોના જણાવ્યા પ્રમાણે ધર્મ પત્નીના અવસાન બાદ મૃતક નાથાભાઈ ડિપ્રેશનમાં રહેતા હતા. જેના કારણે તેમને પત્નીના વિયોગમાં આ પ્રકારનું આત્મઘાતી પગલું ભરી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચોડાંગ : સાપુતારા માર્ગ પર અકસ્માત, પત્નીની નજર સામે પતિનું મોત, કરૂણ દ્રશ્ય સર્જાયા

આમ, પોલીસ ખાતામાં રહી આપઘાતનો પ્રયાસ, આપઘાત, હત્યા, ચોરી, લૂંટ સહિતના બનાવોની તપાસ કરનાર નિવૃત પીએસઆઇ નાથાભાઈએ આપઘાત કરી લેતા તેમના આત્મઘાતી પગલા ની તપાસ હવે કોઈ અન્ય પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચો - રાજકોટ : ભ્રષ્ટાચારના ખાડાઓથી પ્રજા પરેશાન! Video - પહેલા બાઈક ચાલક, પછી છકડાવાળો થયો ઊંધા ભોડે

જ્યારે બીજી તરફ રાજકોટ શહેરના ગાયકવાડીમાં રહેતા આબિદ જુણેજા નામના યુવાને તબેલામાં લટકી જઇ આપઘાત કરી લીધાનો બનાવ પણ સામે આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આબીદ જુણેજા રાત્રે ઘરે મોડો આવ્યો હતો. જેના કારણે માતાએ ઠપકો આપ્યો હતો, જે બાબતે તેને લાગી આવતા તેણે આત્મઘાતી પગલું ભરી લીધું છે. પોલીસ તપાસમાં મૃતકની બે વર્ષ પહેલા લગ્ન થયા હતા ત્યારે સંતાનમાં તેને એક પુત્રી પણ છે ત્યારે પિતાએ આપઘાત કરી લેતા એક માસૂમ દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.
Published by: kiran mehta
First published: July 27, 2021, 5:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading