કોરોના અંગે સર્વેમાં સામે આવી ચોંકાવનારી હકીકત: ગ્રામ્ય પ્રજા સામાજિક લાંછનના ભયથી નથી કરાવતી ટેસ્ટિંગ કે સારવાર!


Updated: May 6, 2021, 11:57 AM IST
કોરોના અંગે સર્વેમાં સામે આવી ચોંકાવનારી હકીકત: ગ્રામ્ય પ્રજા સામાજિક લાંછનના ભયથી નથી કરાવતી ટેસ્ટિંગ કે સારવાર!
પ્રતીકાત્મક તસવીર: Shutterstock

સર્વેમાં માલુમ પડ્યું છે કે, સામાજિક લાંછન દ્વારા વ્યક્તિનાં વ્યક્તિત્વ પર એક એવું સામાજિક કલંક લગાડવામાં આવે છે કે તેનાથી અન્ય લોકો દૂર રહે અથવા તો તેની સાથેનો સબંધ તોડી નાખે છે.

  • Share this:
રાજકોટ: રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. હસમુખ ચાવડા દ્વારા તાજેતરમાં કોરોનાના કહેર વચ્ચે કરાયેલા સર્વેમાં ચોકાવનારી વિગતો જાણવા મળી છે. જેમાં વ્યક્તિઓ શા માટે કોરોનાની બીમારી છૂપાવે છે તેનાથી લઈને ગ્રામ્ય વિસ્તારમાં લોકો શા માટે સમયસર ટેસ્ટિંગ નથી કરાવતા તે બાબતો સામે આવી છે. જેમાં એવાં એવાં કારણે સામે આવ્યા છે જેના પરિણામે લોકો શરૂઆતમાં કોરોનાની સારવાર કરાવતા નથી અને જ્યારે હાલત વધારે બગડે છે ત્યારે હૉસ્પિટલ પહોંચતા હોય છે. આ કારણે મૃત્યુદર પણ વધી રહ્યો છે.

સામાજિક તિરસ્કારનો ડર

સર્વેમાં માલુમ પડ્યું છે કે, સામાજિક લાંછન દ્વારા વ્યક્તિનાં વ્યક્તિત્વ પર એક એવું સામાજિક કલંક લગાડવામાં આવે છે કે તેનાથી અન્ય લોકો દૂર રહે અથવા તો તેની સાથેનો સબંધ તોડી નાખે છે. સામાજિક લાંછન એ એક નકારાત્મક વલણના સ્વરૂપમાં લોકોના કોઈ જૂથ, સ્થળ કે રાષ્ટ્ર સામે એક પ્રકારનો ભેદભાવ છે. જેમ કે કોવિડ-19 રોગચાળો એ લોકો અને સમુદાયો માટે તણાવપૂર્ણ પરિસ્થિતિ છે. રોગ વિશે જ્ઞાનના અભાવને કારણે ભય અને અસ્વસ્થતા સામાજિક લાંછન તરફ દોરી જાય છે. સમાજ અમારો તિરસ્કાર કરશે તો?  એ ભય ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વઘુ જોવા મળે છે.

ગ્રામ્ય વિસ્તારમાં લોકો કેમ ટેસ્ટિંગ નથી કરાવતા?

શહેરોમાં કોવિડ-19 વિશે થોડી જાગૃક્તા હોવાને કારણે તેઓ સમયસર પોતાનું ચેકઅપ કરાવે છે અને સારવાર થકી પોતે સ્વસ્થ થતા જાય છે. પરંતુ ગ્રામ્ય સ્તરે કોવિડ-19 પ્રત્યેની શહેરની તુલનામાં જાગૃક્તા ઓછી હોવાને કારણે લોકો આ બીમારીને છૂપાવી રહ્યા છે. તેઓ પોતે ભય અનુભવી રહ્યા છે કે આ બીમારી વિશે કોઇને જાણ થશે તો પોતાની સાથેના વ્યવહારો લોકો તોડી નાખશે તો? અમને કોઇ મદદ નહી પહોચાડે તો? અમને બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે તો? અમારા ઘરને સીલ કરવામાં આવશે તો? પોતે હૉસ્પિટલ જાશે અને અન્ય લોકોને કોવિડ પોઝિટિવ છે તેવી જાણ થશે તો? આવે અનેક પ્રશ્નોના કારણે લોકો પોતે કોવિડ પોઝિટિવ છે તેવું સ્વીકારતા ખચકાટ અનુભવે છે. આ કારણે લોકો પોતાનો સમયસર ઇલાજ કરાવતા નથી અને બીમારી જ્યારે પોતાનું વિકરાળ સ્વરૂપ દેખાડે ત્યારે તેઓ હૉસ્પિટલ પહોંચે છે.

આ પણ વાંચો: રાજકોટ: અટેન્ડન્ટે માનવતા નેવે મૂકી, કોરોના સંક્રમિત મહિલાનાં મૃતદેહ પાસેથી મોંઘાદાટ ફોન ચોરી લીધો

COVID -19 સાથે સંકળાયેલ લાંછનમાં ભાગ ભજવતા પરિબળો:

>> કોવિડ-19 એક નવો રોગ છે તેથી લોકોમાં માહિતીનો અભાવ છે જે સામાજિક લાંછનમા વધારો કરે છે.

>> લોકો ઘણીવાર અજાણી બાબત કે ઘટનાથી ડરતા હોય છે જે સામાજિક લાંછનમાં વધારો કરે છે.

>> કોવિડ-19 પીડીત પરિવાર પ્રત્યે કરવામા આવતો ભેદભાવ સામાજિક લાંછનમા વધારો કરે છે.

>> ભ્રામક વાતો, અફવાઓ સમાજમા ભય ફેલાવે છે જે સામાજિક લાંછનમા વધારો કરે છે.

>> કોવિડ-19 પીડીત વ્યક્તિના મૃત્યુંના સમાચાર પણ સામાજિક લાંછનમા વધારો કરે છે.

>> કોવિડ-19 પીડીત વ્યક્તિની સારવાર કરતા કર્મચારીઓ કે ડોક્ટર જ્યારે કોવિડ ગ્રસ્ત થાય છે તે પણ લાંછનમા વધારો કરે છે.



સામાજિક લાંછનનાં પરિણામો:

>> લાંછન સામાજિક સમાયોજનમાં દખલ કરી શકે છે જે રોગના ફેલાવાને વધારે અનુકૂળ હોઈ શકે છે.

>> સામાજિક લાંછનના કારણે રોગનો ફેલાવ થાય છે.

આ પણ વાંચો: 'યે બંધન તો પ્યાર કા બંધન હૈ,' ગોંડલના કલોલા પરિવારના મોટા અને નાનાભાઈએ એકસાથે અનંતની વાટ પકડી

>> સામાજિક લાંછન નકારાત્મક વલણ તરફ દોરી જતા લોકોમાં ગભરાહ્ટ, મૂંઝવણ, મનોભાર, ચિંતા અને ડર જોવા મળે છે.

>> કોરોના પ્રત્યે નકારાત્મક વલણ હોવાના કારણે લોકોમાં શારીરિક બાબતો પણ જોવા મળે છે. જેમ કે, હ્રદયના ધબકારા વધવા, પરસેવો નીકળવો, માથું દુખવુ, શરીરમાં ધ્રૂજારી વગેરે.

>> લાંછન નકારાત્મકતા ઉત્પન્ન કરતુ હોવાથી ભાઇ ચારાની અને સબંધની ભાવનામાં ઉણપ આવે છે જેથી કોરોના દર્દીની સારવાર કરવા માટે લોકો તેની નજીક આવવામા ખચકાટ અનુભવે છે.

>> સામાજિક લાંછન કોરોના ગ્રસ્ત લોકોને, તેમજ તેમની સંભાળ રાખનારા કુટુંબના સભ્યો, મિત્રો અને સમુદાયોને નકારાત્મક અસર કરી શકે છે.

>> જે લોકોને કોરોના રોગ નથી, પરંતુ જે સમુદાય સાથે અન્ય લાક્ષણિકતાઓ શેર કરે છે તેમને પણ લાંછન આવે છે.



સામાજિક લાંછન શું કરી શકે?

>> લોકોને તાત્કાલિક આરોગ્યની સંભાળ લેતા અટકાવે છે, જેનાથી રોગનો વિસ્તાર થાય છે.

>> સામાજિક લાંછન રોગને ફેલાવવા વાતાવરણ પુરૂ પાડે છે.

>> લોકોમા ખોટો ભય ઉત્પન્ન કરે છે.

આ પણ વાંચો: પ્રભાસ પાટણ ખાતે ઑક્સિજન પ્લાન્ટ માટે સોમનાથ ટ્રસ્ટે 50 લાખ, MLA ચુડાસમાએ 25 લાખ ફાળવ્યા

>> દર્દીમા એક પ્રકારની માનસિક અસ્થિરતાની અસર ઉભી કરે છે જે દર્દીને સ્વસ્થ થવા માટે અનુકુળ હોતી નથી.

>> સામાજિક ભેદભાવને વધારી શકે છે અને લોકોમાં નેગેટીવીટી ફેલાવે છે.

>> લોકોને બીમારી છુપાવવા માટે મજબુર કરે છે જેથી રોગનો વિસ્તાર થતો જાય છે.

>> લોકોને તંદુરસ્ત વર્તણૂક અપનાવવાથી નિરાશ કરે છે.

>> ફ્રન્ટલાઈન કર્મચારીઓને જવાબદારીઓ નિભાવવામાં ઘટાડો કરે છે.

 >> આ સમસ્યા છે કે રોગ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે વધુ ભય અથવા ગુસ્સો પેદા કરીને લોકોને નુકસાન પહોંચાડે છે.



સામાજિક લાંછનને ઘટાડવાના કેટલાક સૂચનો:

>> COVID-19 સાથે સંકળાયેલ સામાજિક કલંકને દૂર કરવું આવશ્યક છે કારણ કે તે દર્દીની સારવારનાં કરવાના પ્રયત્નોને અવરોધે છે. દરેક વ્યક્તિ હકીકતોને જાણીને સમુદાયના અન્ય લોકો સાથે શેર કરીને COVID-19 થી સંબંધિત લાંછન રોકવામાં મદદ કરી શકે છે.

>> યાદ રાખો કોવિડ-19થી ગભરાવવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવાની જરૂરિયાત છે.

આ પણ વાંચો: સુરત: 14 વર્ષની કિશોરી પર દુષ્કર્મ ગુજારનાર યુવકને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી

>> સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ પ્રમાણિક માહિતી જ અન્ય લોકો સાથે શેર કરવી જેથી ભ્રામક વાતો અને અફવાઓ પ્રમાણ ઘટે.

>> સોશિયલ મીડિયા પર કોઈ મેસેજ શેર કરતા પહેલાં COVID-19 થી સંબંધિત કોઈપણ માહિતી વિશ્વસનીય સ્ત્રોત પ્રમાણે છે કે નહિ તે તપાસો.

>> આપણે જે અન્ય લોકો સાથે વાતચીત કરીએ છીએ તે બીજાના વર્તનને અસર કરી શકે છે તેથી કાળજીપૂર્વક શબ્દો પસંદ કરો જેથી કોરોના પ્રત્યેના લોકોના નકારાત્મક વલણમા સુધારો આવે અને આપણે સામાજિક લાંચનને ઘટાડી શકીએ.

>> 'વુહાન વાયરસ / ચાઇનીઝ વાયરસ' જેવા શબ્દોનો ઉપયોગ ટાળીએ અને નવા કોરોના વાયરસ રોગ વિશે સાચી વાત કરીએ અને સત્તાવાર નામ- COVID-19નો ઉપયોગ કરીએ.

>> દર્દીઓ વિશે વાત કરો કે ‘COVID-19 ધરાવતા લોકો’, ‘COVID-19થી સ્વસ્થ થઈ રહેલા લોકો’. આ રોગ સાથે સંકળાયેલા લોકોને 'COVID-19 કેસ અથવા પીડિતો' તરીકે સંદર્ભ ન આપો.

>>  COVID-19 ધરાવતા લોકોને વધુ લાંછન ન આવે તે માટે ચેપ લગાડતા અથવા ચેપ ફેલાવતા લોકો કહેવાનું ટાળીએ.

>> જેઓ COVID-19થી સ્વસ્થ થયા છે તેમની હાકારાત્મક વાતો શેર કરો. જેથી અસર ગ્રસ્ત લોકોના મનમા એક વિશ્વાસનો ભાવ ઉત્પન્ન થાય કે અમે પણ ઝડપથી સારા અને સ્વસ્થ થઇ જઈશું.

 >> જીવન જરૂરી સેવાઓ પ્રદાન કરનારા લોકોના પ્રયત્નોની પ્રશંસા કરો અને તેમના અને તેમના પરિવારોના સમર્થક બનો.

>>આપણે નિવારક પગલાં, વહેલી સ્ક્રિનીંગ, પરીક્ષણ અને સારવારના મહત્વને પ્રોત્સાહિત કરવા અને સલામત રાખીને જેઓ સૌથી વધુ નબળા છે તેમને મદદ કરવા સાથે મળીને કાર્ય કરવાની જરૂર છે.
Published by: Vinod Zankhaliya
First published: May 6, 2021, 11:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading