રાજકોટ છેડતી પ્રકરણ: 'હું ઇન્દ્રની અપ્સરા છું, મારો પતિ તારી સામે થૂંકે પણ નહીં,' બીજેપી મહિલા અગ્રણીની કથિત ઓડિયો ક્લિપ વાયરલ


Updated: October 6, 2021, 1:14 PM IST
રાજકોટ છેડતી પ્રકરણ: 'હું ઇન્દ્રની અપ્સરા છું, મારો પતિ તારી સામે થૂંકે પણ નહીં,' બીજેપી મહિલા અગ્રણીની કથિત ઓડિયો ક્લિપ વાયરલ
બીજેપી મહિલા અગ્રણીની કથિત ઓડિયો ક્લિપ વાયરલ

રાજકોટ છેડતી પ્રકરણ: જ્ઞાન જ્યોત શાળા (Gyan Jyot School)ના સંચાલકની પત્ની અને બીજેપી મહિલા અગ્રણી સીમાબેન જોશી (Seemaben Joshi) પીડિત વિદ્યાર્થિનીને ધમકાવી રહ્યા હોય તેવી કથિત ઓડિયો ક્લિપ (Audio clip) વાયરલ થઈ.

  • Share this:
રાજકોટ: તાજેતરમાં જ રાજકોટના લોધિકાના નવા મેંગણી ખાતે આવેલી જ્ઞાન જ્યોત શાળાની બે વિદ્યાર્થિનીઓએ શાળાના સંચાલક વિરૂદ્ધ જાતિય સતામણીના આરોપ લગાવ્યા હતા. જે અંતર્ગત લોધિકા પોલીસ સ્ટેશન (Lodhika police station) ખાતે શાળાના સંચાલક દિનેશ જોશી (Dinesh Joshi) વિરૂદ્ધ પોક્સો સહિતની અન્ય કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાયાના ચાર દિવસ બાદ પણ આરોપી પોલીસ પકડથી દૂર હોઈ તે પ્રકારનું ચિત્ર સામે આવી રહ્યું છે. બીજી તરફ આરોપીના પત્ની અને રાજકોટ જિલ્લા ભાજપના મહિલા અગ્રણી એવા સીમાબેન જોશી (Seema Joshi)ની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ઓડિયો ક્લિપમાં સીમાબેન જોશી ભોગ બનનારી વિદ્યાર્થિની અને શાળામાં કાર્યરત એક શિક્ષિકાને ધમકાવી રહ્યા હોય તેવું સાંભળવા મળે છે.

રાજકોટ જિલ્લામાં 'ચોરી ઉપર સે સીના જોરી' જેવી કહેવત સાચી ઠરી રહી હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે. જિલ્લા ભાજપના મહિલા અગ્રણીના પતિ વિરૂદ્ધ લોધિકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. બીજી તરફ મહિલા અગ્રણી ભોગ બનનાર વિદ્યાર્થિની અને શિક્ષિકાને ધમકાવી રહ્યા હોય તે પ્રકારના વાતચીતમાં અંશો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ઓડિયો ક્લિપમાં સ્પષ્ટ પણે સાંભળી શકાય છે કે, જિલ્લા ભાજપના મહિલા અગ્રણી અને દિનેશભાઈ જોશીના પત્ની સીમાબેન જોશી ભોગ બનનાર અને શિક્ષિકાને કહી રહ્યા છે કે, "હું ઇન્દ્રની અપ્સરા છું, મને મૂકીને મારો પતિ તારી સામે જુએ કે થૂંકે પણ નહીં."

ભોગ બનનાર સાથેના વાતચીતના અંશો પરથી જાણી શકાય છે કે કઈ રીતે દિનેશ જોશી બંને ભોગ બનનારી વિદ્યાર્થિનીઓને સતાવતો હતો. વાયરલ થયેલા ઓડિયો મામલે પોલીસનો સંપર્ક કરતા ઓડિયો ક્લિપ ફરિયાદ નોંધાઈ તે પહેલાની હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ પોલીસ સમગ્ર મામલે પુરાવા એકત્રિત કર્યા બાદ આરોપીની ધરપકડ કરશે તેવું જાણવા મળી રહ્યું છે. સમગ્ર મામલાની તપાસ ડીવાયએસપી એસ. સી. એસ. ટી સેલ મહર્ષિ રાવલ દ્વારા કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.ઓડિયો સ્કૂલ સંચાલકના પત્ની રીતસરના પીડિતા અને સ્કૂલની એક શિક્ષિકાને ધમકાવી રહ્યા હોય તેવું સાંભળી શકાય છે. પીડિતા વિદ્યાર્થિની બીજેપી મહિલા અગ્રણીને કહી રહી છે કે સાહેબ અમારી સાથે આવું વર્તન કરે તો અમારે ફરિયાદ પણ ન કરવી. બીજી તરફ શિક્ષિકા સાથેની વાયરલ થયેલી ઓડિયો ક્લિકમાં શિક્ષિકા સ્કૂલ સંચાલકની પત્નીને ખુલાસા આપી રહી છે. આ દરમિયાન બીજેપી મહિલા અગ્રણી શિક્ષિકાને ધમકાવી રહ્યાનું સાંભળી શકાય છે.
Published by: Vinod Zankhaliya
First published: October 6, 2021, 11:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading