રાજકોટ: યુવાનની લોહીથી લથબથ મળી લાશ, બે સંતાનોએ વ્હાલસોયા પિતાની ગુમાવી છત્રછાયા


Updated: September 18, 2020, 3:17 PM IST
રાજકોટ: યુવાનની લોહીથી લથબથ મળી લાશ, બે સંતાનોએ વ્હાલસોયા પિતાની ગુમાવી છત્રછાયા
રાજકોટમાં યુવાનની હત્યા?

હાલ પોલીસને પણ શંકા છે કે, યુવકના માથાના ભાગે જે ઊંડો ઘા લાગેલો છે તે ટોમી જેવા કોઈ સાધન વડે મારવાથી પડ્યો હશે. ત્યારે યુવકની હત્યા કોઈ વાહનચાલકે કરી છે કે, અન્ય કોઈ વ્યક્તિ એ તે દિશામાં હાલ તપાસ શરૂ

  • Share this:
રાજકોટ શહેરમાં દિવસે અને દિવસે હત્યાના બનાવો સામાન્ય બની ગયા હોઈ તેવું લાગી રહ્યું છે. રાજકોટ શહેરની ભાગોળે આવેલા વિરડા વાજડી ગામે rekha બિહારના મુસ્લિમ યુવકની તેની જ દુકાન પાસેથી લોહીથી લથબથ હાલતમાં લાશ મળી આવી હતી.

સમગ્ર મામલે પોલીસને જાણ થતા તાત્કાલીક અસરથી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, પોલીસે પંચોની હાજરીમાં પંચનામા સહિતની કાર્યવાહી કર્યા બાદ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે શહેરના સિવિલ હોસ્પિટલમાં આવેલ પીએમ રૂમ ખાતે ખસેડી હતી.

પોલીસે હાલ સમગ્ર મામલે એડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ, પોલીસ સૂત્રોનું માનીએ તો ખુદ પોલીસ પણ એવું માની રહી છે કે, સમગ્ર મામલે મુસ્લિમ યુવકની હત્યા કરવામાં આવી છે. જોકે આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધવો કે કેમ તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ નક્કી કરવામાં આવશે.

આ પણ વાંચોઅમદાવાદ: 'તારું માથું ના વાઢું તો યાદ રાખ જે', પ્રેમ લગ્ન કરનાર યુવકને મળી ધમકી

પોલીસના જણાવ્યા પ્રમાણે મુળ બિહારનો અને વાજડી ગામે છેલ્લા નવ વર્ષથી રહી પંચરની દુકાન રાખી મહમદ શાહ નામનો 27 વર્ષીય યુવક કામ કરતો હતો. 27 વર્ષીય યુવકનું મોત થતાં તેના બે સંતાનોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.
હાલ પોલીસને પણ શંકા છે કે, યુવકના માથાના ભાગે જે ઊંડો ઘા લાગેલો છે તે ટોમી જેવા કોઈ સાધન વડે મારવાથી પડ્યો હશે. ત્યારે યુવકની હત્યા કોઈ વાહનચાલકે કરી છે કે, અન્ય કોઈ વ્યક્તિ એ તે દિશામાં હાલ તપાસ શરૂ છે. તો સાથે જ પોલીસ દ્વારા હાઈવે પરના તમામ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં પણ આવી રહ્યા છે.
Published by: kiran mehta
First published: September 18, 2020, 3:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading