રાજકોટવાસીઓ સાવધાન! ત્રણ શિક્ષિત યુવકો બન્યા સાઇબર ક્રાઇમનો ભોગ, ગુમાવ્યા રૂ. 3.60 લાખ


Updated: March 13, 2021, 6:50 PM IST
રાજકોટવાસીઓ સાવધાન! ત્રણ શિક્ષિત યુવકો બન્યા સાઇબર ક્રાઇમનો ભોગ, ગુમાવ્યા રૂ. 3.60 લાખ
પ્રતિકાત્મક તસવીર

યુવાનોને વિશ્વાસ આપવામાં આવ્યો હતો કે facebook, instagram જેવા સોશિયલ મીડિયા સાઇટ ઉપર 1 like બદલ રૂપિયા 30 તમને મળતા થઈ જશે.

  • Share this:
રાજકોટઃ ઓનલાઈન ફ્રોડનો (Online fraud) વધુ એક કિસ્સો રાજકોટમાં (rajkot) સામે આવ્યો છે. ઓનલાઇન એપ્લિકેશનના (Online application) માધ્યમથી રૂપિયા કમાવવાની લાલચમાં રાજકોટના ત્રણ યુવાનોને રૂ. 360000 ની મૂડી ગુમાવવાનો વારો આવ્યો છે. આ અંગે સાઇબર ક્રાઇમમાં (cyber crime) ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઇ છે.

રાજકોટ સરદાર પાર્ક ખાતે સ્થાયી થયેલા નૈમિષ વિમલભાઈ ડોબરીયા તેના મિત્ર પાર્થ કાનાણી અને ઇસાન ટીલાળા એ ગ્રેજયુએશન પુરુ કર્યા બાદ ઓનલાઈન ના માધ્યમથી રૂપિયા કમાવવાનો વિચાર કર્યો હતો જે માટે ઉપરોકત ત્રણ યુવાનોએ સુપર લાઈક એપ્લિકેશનની vip મેમ્બરશીપ માટે કૃપયા 360000 બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.

આ યુવાનોને વિશ્વાસ આપવામાં આવ્યો હતો કે facebook, instagram જેવા સોશિયલ મીડિયા (social media) સાઇટ ઉપર 1 like બદલ રૂપિયા 30 તમને મળતા થઈ જશે. એક દિવસના ઓછામાં ઓછા રૂપિયા 1500થી લઈ 3000 રૂપિયાની કમાણી કરી શકશો.

આ પણ વાંચોઃ-રાજકોટઃ કમકમાટી ભર્યો અકસ્માતનો live video, બાઈક ધડાકાભેર કારને અથડાયું, ફૂટબોલની જેમ હવામાં ફંગોળાયા બે યુવક

આ પણ વાંચોઃ-ચાલું બાઈક પર બે યુવકોના જોરદાર સ્ટંટ અને પછી અચાનક ઊંધા માટે પટકાયા, જુઓ live video

જો તમને કમાણી ન થાય તો બીજા દિવસે તમને તમારા રૂપિયા પરત કરી આપવામાં આવશે પરંતુ એક વખત યુવાનો દ્વારા રૂપિયા 3,60,000 બેંક ટ્રાન્સફર કરી દેવાયા બાદ કોઈપણ જાતની આવક ન થતા યુવાનોએ તપાસ કરતા ગલ્લા તલ્લા મુજબના જવાબ મળવા લાગ્યા હતા.આ પણ વાંચોઃ-જન્મદિવસની પાર્ટીમાં થઈ મોટી બબાલ, ઢાબા ઉપર મારામારી દરમિયાન બર્થ ડે બોયનું મોત

આ પણ વાંચોઃ-અમદાવાદાની આયેશા જેવી હૃદયદ્રાવક ઘટના! લગ્નના 14 મહિનામાં જ બે માસની સગર્ભાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

યુવાનોને પોતે છેતરાયા હોવાનું માલુમ પડતાં વાલી વારસોને જાણકારી સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી.આ તકે યુવાનોના વાલીઓએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર ગુજરાતના દ્યણા યુવાનો સાયબર ક્રાઇમનો ભોગ બન્યા છે જે નો આંકડો કરોડને પાર થઈ શકે તેવો છે.મહત્વનું છે કે દિવસે ને દિવસે online fraudના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે સાયબર સેલ પણ લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી રહ્યું છે જે રીતના કોઈપણ ઓટીપી કે લિંક દ્વારા વધુ પ્રમાણમાં online fraud થઈ રહ્યા છે તેનાથી પણ સાવચેત રહેવું જરૂરી બન્યું છે તો સાથે જ નોકરીની લાલચ અથવા તો અન્ય રીતે પણ લોકોને હસાવવા ના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેનાથી લોકો એ પણ સાવચેત રહેવું જરૂરી બન્યું છે.
Published by: ankit patel
First published: March 13, 2021, 6:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading