રાજકોટ: જનેતાએ પોતાની નજરે જોયું જુડવા દીકરીઓનાં મોતનું તાંડવ- જાણો આખો મામલો


Updated: October 5, 2021, 12:19 PM IST
રાજકોટ: જનેતાએ પોતાની નજરે જોયું જુડવા દીકરીઓનાં મોતનું તાંડવ- જાણો આખો મામલો
ડૂબી જવાથી જુડવા બહેનનાં મોત. (પ્રતીકાત્મક તસવીર)

Rajkot news: રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા હડાળા ગામે રહેતા રાજેશભાઈ સીતાપરા (Rajeshbhai Sitapara)ની બાર વર્ષની બે પુત્રીઓ રવિવારે બપોરે ગામના ચેકડેમમાં નાહવા પડી હતી.

  • Share this:
રાજકોટ: રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકડેમમાં ડૂબી જવાના કારણે એક બાદ એક લોકોનાં મૃત્યુની ઘટના બની રહી હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે રાજકોટ જિલ્લાના હડાળા (Hadala village) ચેકડેમમાં ડૂબી જવાના કારણે બે જુડવા બહેનોનું માતાની નજર સમક્ષ જ મૃત્યુ (Tween sister drown) નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. એક જ પરિવારમાંથી બે બે અર્થીઓ એક સાથે ઊઠતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. નાના એવા ગામમાં એક સાથે બે ટ્વીન બહેનોની અર્થી ઉઠતા પરિવારના સભ્યો જ નહીં પરંતુ હાજર તમામ લોકોનાં આંખમાં આંસુ આવી ગયા હતા. બંને જુડવા બહેનની સાથે એક અન્ય દીકરી પણ પાણીમાં ડૂબી હતી. જેને ગામ લોકોએ બહાર કાઢીને સારવાર માટે સિવિલ હૉસ્પિટલ (Civil Hospital) ખાસે ખસેડી હતી. જ્યારે આ બંને બહેનોની જીવ બચી શક્યો ન હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ મોરબી હાઇવે પર આવેલા હડાળા ગામે રહેતા રાજેશભાઈ સીતાપરા (Rajeshbhai Sitapara)ની બાર વર્ષની બે પુત્રીઓ રવિવારે બપોરે ગામના ચેકડેમમાં નાહવા પડી હતી. આ સમયે બંને પુત્રીઓની માતા ત્યાં કપડાં ધોઇ રહી હતી. એટલે કે રાજેશભાઈ સીતાપરાની પત્ની કાંઠે બેસીને કપડાં ધોઈ રહ્યા હતા. બીજી તરફ તેમની બંને પુત્રીઓ આશિયા (Ashiya) અને અનોખી (Anokhi) ચેકડેમના પાણીમાં ન્હાવા માટે પડી હતી.

આ દરમિયાન બંને અચાનક જે ઊંડા પાણીમાં ડૂબવા લાગી હતી. આ સમયે બંને બહેનોને બચાવવા માટે પિતરાઈ બહેન મુસ્કાને (Muskan) પણ પાણીમાં ઝંપલાવ્યું હતું. પરંતુ બંને બહેનોને બચાવવાની કોશિશ માટે પોતે પણ ડૂબવા લાગી હતી. ત્યારબાદ પોતાની નજર સમક્ષ બંને પુત્રીઓ તેમજ ભત્રીજી ડૂબવા લાગતા રાજેશભાઈની પત્નીએ બૂમાબૂમ કરી મૂકી હતી. જેના કારણે સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા. સ્થાનિક લોકોએ એકઠા થઇ ચેકડેમના પાણીમાં ઝંપલાવ્યું હતું. ત્યાર બાદ ત્રણેય દીકરીઓને ડેમના પાણીમાંથી બહાર કાઢી હતી. જોકે, સંજોગો વસાત બંને જુડવા બહેન આશિયા તેમજ અનોખીના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો: રાજકોટ-અમદાવાદ હાઇવે પર Hit & Run, પતિનું પત્ની-બાળકની નજર સામે જ મોત

બીજી તરફ મુસ્કાનને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. હડાળા જેવા નાના ગામમાં એક જ પરિવારની બે સગી દીકરીઓનાં મોત નીપતજા શોકનું મોજું ફરી વળ્યું હતું. તેમજ બંને બહેનોની એક સાથે અર્થી ઉઠતા આખું ગામ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યું હતું.
Published by: Vinod Zankhaliya
First published: October 5, 2021, 12:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading