રાજકોટ: કાલાવડ રોડ પર બુલેટ બાઇકમાં આગ લાગતા અફરાતફરી


Updated: February 3, 2021, 4:50 PM IST
રાજકોટ: કાલાવડ રોડ પર બુલેટ બાઇકમાં આગ લાગતા અફરાતફરી
બુલેટમાં આગથી અફરાતફરી.

Rajkot fire incidents: રાજકોટ શહેરમાં છેલ્લા 21 કલાકમાં આગજનીના બે બનાવ, લોકોની સતર્કતાને કારણે કોઈ જાનહાની નહીં.

  • Share this:
રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં છેલ્લા ઘણા સમયથી આગજની (Fire incidents)ના બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાએ ફાયર સેફ્ટી (Fire saftey)ના સાધનો અભાવ હોવાના કારણે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતું હોવાનું પણ સામે આવી ચૂક્યું છે. ત્યારે રાજકોટ શહેર (Rajkot city)ના મોટા મોવા વિસ્તારમાં આવેલા રેમ્બો સિટી એપાર્ટમેન્ટ (Rembo city apartment)માં બુધવારે સવારના ભાગમાં આગજનીનો બનાવ સામે આવ્યો હતો. આ ઉપરાંત રાજકોટ શહેરમાં એક બુલેટ બાઇક (Bullet bike) પર સળગ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.

આજે સવારે રેમ્બો સિટી એપાર્ટમેન્ટના પાર્કિંગ એરિયામાં રહેલા મીટર વિભાગ પાસે શોર્ટ સર્કિટ થવાના કારણે આગજનીનો બનાવ સામે આવ્યો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા એપાર્ટમેન્ટમાં રહેતા લોકો નીચે ઉતરી આવ્યા હતા. આ સાથે જ એપાર્ટમેન્ટમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગના બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

આ પણ વાંચો: સુરત: યુવતીને લગ્ન બાદ બહેનપણીના ભાઈ સાથે ઓળખાણ રાખવી ભારે પડી!ફાયર બ્રિગેડે અગ્નિશામક સાધનો દ્વારા આગ પર કાબૂ મેળવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં એપાર્ટમેન્ટના રહેવાસીઓની સતર્કતા તેમજ ફાયર બ્રિગેડની મહેનતના કારણે મોટી જાનહાની થવા પામી ન હતી.

આ પણ વાંચો: બહુમાળી ચોકમાં એક્ટિવા અને રિક્ષા ચાલક વચ્ચે તડાફડી, વીડિયો વાયરલ થયોબીજી તરફ મંગળવારની રાત્રે શહેરના કાલાવડ રોડ ઉપર બુલેટમાં આગ લાગ્યા હોવાની ઘટના પણ સામે આવી હતી. રસ્તા પર પાર્ક કરેલા બુલેટ બાઈકમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગજનીનો બનાવ સામે આવતા લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. પ્રત્યક્ષદર્શીઓએ બુલેટમાં આગ લાગવાની ઘટના પોતાના મોબાઇલ ફોનના કેમેરામાં કેદ કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: પત્નીએ તેના પતિને પ્રેમિકા સાથે બાઇક પર જતા પકડી પાડ્યો અને જાહેરમાં જ થઈ જોવા જેવી

બુલેટ બાઈકમાં આગ લાગ્યાની ઘટનાની જાણ ફાયરબ્રિગેડને થતા તાત્કાલીક અસરથી ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. બુલેટ બાઈકમાં આગ લાગવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઇ હતી. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે ટ્રાફિકને ક્લિયર કરાવ્યો હતો. બુલેટ બાઈકમાં કયા કારણોસર આગ લાગી હતી તે હજુ સુધી જાણી શકાયું નથી.
Published by: Vinod Zankhaliya
First published: February 3, 2021, 4:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading