રાજકોટ: AC કમ્પ્રેસરમાં શોર્ટ-સર્કિટને કારણે આગ ભભૂકી, અગાસી પર કપડાં સૂકવતા ગૃહિણી થયા ભડથું


Updated: April 1, 2021, 2:01 PM IST
રાજકોટ: AC કમ્પ્રેસરમાં શોર્ટ-સર્કિટને કારણે આગ ભભૂકી, અગાસી પર કપડાં સૂકવતા ગૃહિણી થયા ભડથું
મહિલા આગમાં ભડથું થયા.

કમ્પ્રેસરમાં શોર્ટ-સર્કિટને કારણે ધડાકા જેવો અવાજ થતાં બાજુમાં આવેલી સ્કૂલના એક શિક્ષક સ્કૂલની અગાસી ઉપર શું થયું તે જોવા દોડી આવ્યા હતા.

  • Share this:
રાજકોટ: રાજકોટ શહેરમાં એક કરુણ ઘટના બનવા પામી છે. શહેરના હરીધવા રોડ પરના પટેલ ચોકમાં અગાસી પર એસીના કમ્પ્રેસર (AC outdoor unit)માં અચાનક શોર્ટ-સર્કિટને કારણે ભભૂકી ઊઠેલી આગ (Fire)માં કપડાં સૂકવવા જતી એક ગૃહિણી ભડથું થઈ ગઈ હતી. આ બનાવ બાદ આસપાસનાવિસ્તારમાં અરેરાટી મચી ગઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. શહેરના ભક્તિનગર પોલીસે (Bhaktinagar police) અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવમાં પાડોશી શિક્ષકે આગ બૂઝવવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે, તેમના પ્રયાસો કામ આવ્યા ન હતા.

પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ પટેલ ચોકમાં રહેતા નીતાબેન મીઠાભાઈ રામાણી સવારે નવ વાગ્યે મકાનની અગાસીએ કપડાં સૂકવવા અને સાફ સફાઈ માટે ગયા હતા. આ સમયે ગમે તે કારણસર અગાસી પર રહેલા એર કન્ડિશનરના કમ્પ્રેસરમાં શોર્ટ-સર્કિટ થઈ હતી અને તેમાં આગ ભભૂકી ઉઠી હતી. કમ્પ્રેસરના સંપર્કમાં આવેલા નીતાબેન ભડભડ સળગી ઉઠ્યાં હતાં. કમ્પ્રેસરમાં શોર્ટ-સર્કિટને કારણે ધડાકા જેવો અવાજ થતાં બાજુમાં આવેલી સ્કૂલના એક શિક્ષક સ્કૂલની અગાસી ઉપર શું થયું તે જોવા દોડી આવ્યા હતા.

આ પણ વાંચો: સુરતમાં અસામાજિક તત્વોનો આતંક: યુવકનું અપહરણ કરી સળીયાથી માર માર્યો, બનાવ સીસીટીવીમાં કેદ

આ દરમિયાન બાજુની અગાસી પર નીતાબેનને સળગતા જોઈ સ્કૂલમાં પડેલા અગ્નિશમનના સાધનો વડે તેમને ઠારવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે આખરે ફાયર બ્રિગેડને પણ જાણ કરાતા તેના સ્ટાફ દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડે આગ બૂઝાવી હતી. જોકે, ત્યાં સુધીમાં નીતાબેન ભડથું થઈ ગયા હતા. આ દ્રશ્યો જોઈને ત્યાં ઉપસ્થિત લોકોમાં કમકમાટી છૂટી ગઈ હતી.

આ પણ વાંચો: સુરત: રૂપિયા પડાવવા 10 લોકોની ટોળકીએ ઘડ્યો ખતરનાક પ્લાન, યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી વીડિયો બનાવ્યો

આ પણ વાંચો: બિલ્ડર જીતુ પટેલ અપહરણ કેસ: વલસાડ પોલીસ અને ગુજરાત ATSએ એક પણ રૂપિયો આપ્યા વગર બિલ્ડરને છોડાવ્યા


સમગ્ર ઘટનાની જાણ થતાં ભક્તિનગર પોલીસ સ્થળ પર ગઈ હતી. પોલીસે હાલ એડી નોંધી તપાસ હાથ ધરી છે. ભોગ બનનાર નીતાબેનને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. ત્રણેય પરિણીત છે. તેમના પતિ પતિ મજૂરીકામ કરે છે.
Published by: Vinod Zankhaliya
First published: April 1, 2021, 1:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading