અંધારી તેરસના કચ્છના વાગડમાં પ્રંથળિયા આહિર સમાજમાં લગ્નની અનોખી પરંપરા: 250 દંપતીના પ્રભુતામાં પગલા


Updated: May 28, 2022, 4:37 PM IST
અંધારી તેરસના કચ્છના વાગડમાં પ્રંથળિયા આહિર સમાજમાં લગ્નની અનોખી પરંપરા: 250 દંપતીના પ્રભુતામાં પગલા
દર વર્ષે અંધારી તેરસના જ Pranthaliya આહિર સમાજના યોજાય છે લગ્નો

અંધારી તેરસના દિવસે કચ્છના પ્રંથળિયા આહિર સમજમાં પરંપરાગત રીતે લગ્ન યોજવાની પરંપરા છે જે મુજબ આ વર્ષે વાગડના 250 જેટલા દંપતીઓ લગ્નગ્રંથિએ જોડાયા હતા.

  • Share this:
Dhairya Gajara, Kutch: આજે વૈશાખ વદ તેરસ (Vaishakh teras) એટલે અંધારી તેરસ (Andhari teras). આ દિવસ વાગડ વિસ્તારમાં વસવાટ કરી પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા અને તમામ સમાજ (Kutch communities) ના લોકો સાથે ભાઈચારો ધરાવતા આહિર સમાજ માટે મહત્વનો દિવસ છે. વાગડ વિસ્તારના રાપર અને ભચાઉ તાલુકાના અનેક ગામોમાં વસવાટ કરતા પ્રાંથળીયા આહિર સમાજ (Pranthaliya Ahir community) માં અંધારી તેરસના દિવસે લગ્ન યોજવાની પરંપરા છે. અને આ પરંપરાને જાળવી રાખી આ વર્ષે વાગડ વિસ્તારમાં પ્રાંથળિયા આહિર સમાજના 250 થી વધારે દંપતીઓ લગ્નગ્રંથિએ જોડાયા હતા.

રાપર અને ભચાઉ તાલુકાના રામવાવ, ખેંગારપર, ગવરીપર, કણખોઈ, કડોલ, કુડા અને ચોબારી સહિત ના અનેક ગામોમાં વસતા આ પ્રંથળિયા આહિર સમાજમાં આજે વૈશાખ વદ તેરસ એટલે અંધારી તેરસના ઠેર ઠેર ઉત્સાહપૂર્વક લગ્નો યોજાયા હતા. આ અંગે સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે આજે વાગડ વિસ્તારના આહિર સમાજ દ્વારા લગ્ન પ્રસંગ પરંપરાગત રીતે યોજાય છે, જેમાં રામવાવ ખાતે 40, ખેંગારપરમાં 22, ગવરીપરમાં 18, કણખોઈમાં 22, કુડામાં 4, કડોલમાં 12 અને ચોબારીમાં 110 મળી ને કુલ 250 જેટલા લગ્ન યોજાયા છે.

આ પણ વાંચો: પોસ્ટ વિભાગની નવી સિદ્ધિ, કચ્છમાં ડ્રોન મારફતે પહોંચાડ્યું  4 કિલોનું પાર્સલ  

અઢીસો જેટલા લગ્નો હોવાથી આહિર સમાજ દ્વારા જુદા જુદા સગાંવહાલાંને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપી એક જ દિવસે લગ્ન પ્રસંગ હોવાથી આહિર સમાજના પુરુષો અને મહિલાઓ પરંપરાગત પહેરવેશમાં જોવા મળ્યા હતા. વાગડ વિસ્તારમાં આજે પ્રાંથળીયા આહિર સમાજમાં યોજાયેલ લગ્ન પ્રસંગે આહિર સમાજની વસતી ધરાવતા ખડીરના ધોળાવીરા, રતનપર, જનાણ, અમરાપર, કલ્યાણપર તેમજ માંજુવાસ, આડેસર, લખાગઢ, સણવા, મોમાયમોરા, ફુલપરા, નાંદા, સુખપર, નાંદા જેવા બાર ગામોમાં 100 થી વધુ લગ્ન અજવાળી તેરસ ના યોજાયા હતા.

આ પણ વાંચો: ગાયોના વિધિવત અંતિમસંસ્કાર માટે બન્યું વિશ્વનું સંભવિત પ્રથમ એવું ગૌ મુક્તિધામ

વાગડ વિસ્તારના આહિર સમાજમાં પરંપરાગત ગરબા બળદગાડામાં જાન જતી જોવા મળી હતી ઉપરાંત આહિર સમાજની મહિલાઓ પણ પરંપરાગત પહેરવેશમાં જોવા મળી હતી અને લગ્ન ગીતોની રમઝટ બોલાવી હતી. આમ વાગડ વિસ્તારના પ્રાંથળીયા આહિર સમાજ મા વૈશાખ સુદ તેરસ અને વૈશાખ વદ તેરસનો અનેરો મહિમા છે.
Published by: kuldipsinh barot
First published: May 28, 2022, 4:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading