Kutch: સ્વચ્છ ભારત મિશનના કર્મચારીઓએ કરી સમાન કામ સમાન વેતનની માંગ, સાથે હડતાળની ચીમકી ઉચ્ચારી


Updated: May 19, 2022, 8:17 PM IST
Kutch: સ્વચ્છ ભારત મિશનના કર્મચારીઓએ કરી સમાન કામ સમાન વેતનની માંગ, સાથે હડતાળની ચીમકી ઉચ્ચારી
માંગ નહીં સંતોષાય ત્યાં સુધી કર્મચારીઓ હડતાળ પર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફ્લેગશીપ પ્રોજેક્ટ સ્વચ્છ ભારત મિશનના કર્મચારીઓ છેલ્લા અનેક વર્ષોથી મુઠ્ઠીભર પગાર પર કામ કરી રહ્યા છે ત્યારે કચ્છ જિલ્લાના કર્મચારીઓ પગારવધારાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા

  • Share this:
Dhairya Gajara,Kutch: નરેન્દ્ર મોદી (Narendra Modi) 2014માં જ્યારે પહેલી વખત વડાપ્રધાન બન્યા તેના બાદ પોતાના પ્રથમ વકતવ્યમાં જ સ્વચ્છતાની વાત કરી સ્વચ્છ ભારત મિશન (SwachhBharat Mission) પર ભાર મૂક્યો હતો. પહેલી વખત કોઈ વ્યક્તિએ વડાપ્રધાન બન્યા બાદ પોતાના પહેલા જ વકતવ્યમાં સફાઈની બાબત લાવી આ સમસ્યાને આટલું પ્રાધાન્ય આપ્યું હતું. પણ હાલ આ સ્વચ્છ ભારત મિશનના અસલ કર્મચારીઓની (Swachh Bharat Mission Employees) વાત કરીએ તો આજના જમાનામાં મુઠ્ઠીભર કહી શકાય એટલા પગારમાં તેઓ કામ કરી રહ્યા છે. ત્યારે કચ્છના કર્મચારીઓએ ન છૂટકે હવે હડતાળ (Employees Strike) પર ઉતારવાનું નક્કી કર્યું છે.

સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ કામ કરતા બ્લોક કોર્ડીનેટર અને ક્લસ્ટર કોર્ડીનેટર તેમજ ટેકનિકલ કર્મચારીઓના પગાર છેલ્લા અનેક વર્ષોથી વધ્યા જ નથી. કરાર હેઠળ નોકરી કરતા આ કર્મચારીઓની દૈનિક આવક આજે મજૂરીકામના પગારથી પણ ઓછી છે. બ્લોક કોર્ડીનેટરને રૂ. પાંચ હજાર, ક્લસ્ટર કોર્ડીનેટરને રૂ. સાત હજાર તો ટેકનિકલ કર્મચારીઓનું પગાર છેલ્લા એક દાયકાથી રૂ 13 હજાર છે.

આ પણ વાંચો: Kutch: પક્ષીને બચાવવા શ્વાનને પથ્થર મારતા લોકોએ સાધુને માર્યા; હવે સાધુઓ અને ટ્રસ્ટીઓ આમને સામને

ઉલ્લેખનીય છે કે સતત વધતી મોંઘવારી વચ્ચે આ મુઠ્ઠીભર પગારમાં પોતાનું ઘર ચલાવવું આ કર્મચારીઓ માટે પણ મુશ્કેલ બન્યું છે. તો હવે પાણી માથા ઉપર નીકળી ગયું હોય એવી સ્થિતિ સર્જાતા કર્મચારીઓએ ન છૂટકે હડતાળ પર ઉતારવાનું નક્કી કર્યું છે. તો કચ્છના તમામ તાલુકાઓમાંથી જિલ્લા પંચાયત ખાતે રજૂઆત કરવા આવેલા કર્મચારીઓએ જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી બધા જ કર્મચારીઓ અચોક્કસ મુદ્દતના ધરણાં પર ઉતરશે.
Published by: kuldipsinh barot
First published: May 19, 2022, 8:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading