News18 Exclusive: માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ કચ્છી હવે ટ્રુ એક્સપ્લોરર ગ્રેન્ડ સ્લેમ બનવાની સફર શરૂ કરશે
Updated: May 20, 2022, 5:42 PM IST
ટ્રેનિંગ દરમિયાન હોનર્સ મેળવનાર એકમાત્ર પર્વતારોહક બન્યા હતા
હિમાલય પર્વતમાળાનો સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટને સર કરવા અત્યાર સુધી લાખો લોકોએ પ્રયત્ન કર્યા છે, પણ માત્ર પાંચ હજાર જેટલા લોકો જ સફળ થયા છે. ત્યારે હાલમાં જ એક કચ્છી યુવાને માઉન્ટ એવરેસ્ટ સર કર્યું છે.
Dhairya Gajara, Kutch: માઉન્ટ એવરેસ્ટ (
Mount Everest) એ સમગ્ર વિશ્વનો સૌથી ઊંચો પર્વત છે પણ પર્વતારોહકો (
Mountaineers) માટે આ માત્ર વિશ્વની સૌથી ઊંચી ટોચ નથી પણ એક તીર્થસ્થાન છે. કચ્છના લોકોએ આ જાણીને ગર્વ થશે કે વિશ્વની સૌથી ઊંચી ટોચ પર હાલમાં જ પહેલી વખત કોઈ કચ્છીએ (
Kutchi on Everest) ઝંડો લહેરાવ્યો છે. ભુજના યુવાન અને સાહસી પર્વતારોહક જતીન ચૌધરીએ ગત અઠવાડિયે જ દુનિયાના સૌથી ઊંચા પર્વત અને જગવિખ્યાત માઉન્ટ એવરેસ્ટ સર (
Mount Everest Summit) કર્યું છે.
હિમાલય પર્વતમાળાનો સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટને સર કરવા અત્યાર સુધી લાખો લોકોએ પ્રયત્ન કર્યાછે પણ માત્ર પાંચ હજાર જેટલા લોકો જ સફળ થયા છે. આ પ્રવૃત્તિ દરમિયાન અનેક પર્વતારોહકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. પણ સાહસ અને ધગશ કોઈ વ્યક્તિને દુનિયાની ગમે તે ઊંચાઈ પર પહોંચાડી શકે તે સાર્થક કર્યું છે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ કચ્છીયુવાન જતીન ચૌધરીએ.
બાળપણથી જ ભુજના ભુજીયા ડુંગર પર મિત્રો સાથે ચડતા ત્યારથી જ પર્વતારોહણનો શોખ જાગ્યો. ધીમે ધીમે કચ્છના જ કાળો ડુંગર અને અન્ય પહાડો પર ચડી પોતાનો શોખ પૂરો કરવાનો શુરૂ કર્યો. પર્વતારોહણ અને બાઈકિંગ જેવી પ્રવૃત્તિઓમાં રસ ધરાવતા જતીનભાઈએ ઇજનેર તરીકે એક આંતરાષ્ટ્રીય કંપનીમાં કામ કરવાનું શરુ કર્યું હતું પણ પર્વતારોહણ ક્ષેત્રે કંઇક કરી દેખાડવાની ઈચ્છા સાથે નોકરી મૂકી પર્વતારોહણની ટ્રેનિંગ શરૂ કરી હતી.
આ પણ વાંચો: Kutch: લગ્નપ્રસંગે આવેલા પરિવારની દાગીના ભરેલી બેગ ખોવાયા બાદ ખેડૂત યુવાને પરત આપી
ગત વર્ષે જ જતીનભાઈએ હિમાલય પર્વતમાળાનો સૌથી મુશ્કેલ ગણાતો પર્વત એમા ડાબલમ સર કર્યો હતો. તો તે બાદ જ તેમણે News18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે માઉન્ટ એવરેસ્ટ સર કરવાની તેઓ ઇચછા ધરાવે છે. અને છ મહિનામાં જ તેમણે પોતાની આ ઈચ્છા સાર્થક કરી કચ્છને એક નવું ગૌરવ અપાવ્યું છે. આ પ્રસંગે ભુજ પરત ફરેલા જતીનભાઈએ News18 સાથે એક્સકલુઝિવ વાતચીત કરી હતી.
આ પણ વાંચો: Kutch: પ્રિકોશન ડોઝ પર ભાર મૂકવા આવતા રવિવારે જિલ્લાભરમાં કોરોના રસીકરણ માટે યોજાશે મેગા ડ્રાઇવઉલ્લેખનીય છે કે આ સિદ્ધિ હાંસલ કર્યા બાદ જતીનભાઈ "ટ્રુ એક્સપ્લોરર ગ્રેન્ડ સ્લેમ" બનવાની ઈચ્છા ધરાવે છે. ધરતી પરના અલગ અલગ ખંડોની ટોચ પર પહોંચવાનું આ ખિતાબ આજ સુધી કોઈ ભારતીયએ હાંસલ કર્યું નથી.
Published by:
kuldipsinh barot
First published:
May 20, 2022, 5:42 PM IST