Kutch: વૈજ્ઞાનિક પદ્ધતિથી ખારેકની ખેતી કરીને અઢળક કમાણી કરી રહ્યા છે ખેડૂતો


Updated: July 4, 2022, 1:58 PM IST
Kutch: વૈજ્ઞાનિક પદ્ધતિથી ખારેકની ખેતી કરીને અઢળક કમાણી કરી રહ્યા છે ખેડૂતો
દર વર્ષે કચ્છમાં કરોડો રૂપિયાની કિંમતની ખારેકનું ઉત્પાદન થઈ રહ્યું છે

Kutch Horticulture Farming: કચ્છના ખેડૂતોએ (Kutch Farmers) પોતાની મહેનતથી ઉત્પાદન કરેલ કેસર કેરી, ખારેક, દાડમ, પપૈયાં જેવા મીઠાં બાગાયતી ફળોના (Kutch Horticulture Farming) સ્વાદ માત્ર કચ્છ કે ગુજરાત જ નહીં પરંતુ દેશ - દુનિયાંમાં વિખ્યાત થયા છે.

  • Share this:
Dhairya Gajara, Kutch: કચ્છના ખેડૂતોએ (Kutch Farmers) પોતાની મહેનતથી ઉત્પાદન કરેલ કેસર કેરી, ખારેક, દાડમ, પપૈયાં જેવા મીઠાં બાગાયતી ફળોના (Kutch Hotriculture Farming) સ્વાદ માત્ર કચ્છ કે ગુજરાત જ નહીં પરંતુ દેશ - દુનિયાંમાં વિખ્યાત થયા છે. ત્યારે ખેતી અને પશુપાલનમાં વિશ્વ જેને અનુસરે છે એ ઈઝરાયેલ દેશની બાગાયત (Israel Technology) ખેતી પધ્ધતિ ભારતે પણ અપનાવી છે. આ પદ્ધતિ થકી કચ્છના અનેક ખેડૂતોએ ખારેકના (Kutchi Dates) સફળ વાવેતરથી આર્થિક સધ્ધરતા પામી છે.

વિશેષ ગુજરાતમાં જોઇએ અને એમાંય વિષમ આબોહવા વાળા કચ્છની વાત કરીએ તો બાગાયતી ખેતીમાં કચ્છે કાઠુ કાઢયું છે. કચ્છની કેસરકેરી હોય કે ખારેક વિશ્વમાં આ બાગાયતી ફળ માટે કચ્છે આગવી નામના ઉભી કરી છે. એક સમય હતો કે જ્યારે કચ્છમાં લેખેલા ત્રણ ચાર પાક સિવાય કોઈ પ્રકારની ખેતી કરવી અશક્ય માનવામાં આવતી હતી પણ હવે પરિસ્થિતિ એવી છે કે, કચ્છી માડુઓ આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિથી મબલખ બાગાયતી પાકો લઇ રહયા છે.

સરહદી જિલ્લા કચ્છમાં મુખત્વે ખારેકનું વાવેતર મુન્દ્રા, ભુજ અને અંજારમાં વિશેષ છે, પરંતુ હવે નખત્રાણા તાલુકામાં પણ એનું ઉત્પાદન વધ્યું છે. ક્ષારયુક્ત જમીનમાં ખારેકના રોપાનો વિકાસ જલદી થાય છે અને ઊપજ પણ સારી આવે છે. બારહી ખારેકની અન્ય રાજ્યોમાં વિશેષ માગ હોય છે. આસપાસના તેમજ અન્ય વિસ્તારોમાંથી ખારેકની કચ્છથી બેંગલુરુ, રાયપુર, કોલકાતા, ગોવા, નાસિક અને ચેન્નઇ સુધી માગ વધતાં એને પહોંચાડવામાં આવે છે.

ખારેક માટે કહેવાય છે કે પગ પાણીમાં અને માથુ આગમાં જેને ટપક સિંચાઇ અને પ્લાસ્ટિક મલ્ચીંગથી સાકાર કરી શકાય છે. ઈઝરાયેલી ખારેકની મબલખ પાક લઇ ખેડૂતો મબલખ કમાય છે.

કચ્છમાં દર વર્ષે વાવેતરમાં વધારો થઇ રહ્યો છે કારણ કે, કચ્છનું વાતાવરણ ખારેકને અનુકૂળ આવે છે, લાંબો સમય ગરમી રહેવાની સાથે વરસાદ પણ મોડો આવતો હોવાના કારણે ખારેકની મીઠાશ તેમજ તેની ગુણવત્તા સતત જળવાઇ રહે છે. ખારેકની વધતી માગને ધ્યાને લઇને જીલ્લામાં ચાલુ વર્ષે ખારેકનું 1000 હેક્ટર વાવેતર વધ્યું છે. તેની સામે જીલ્લામાં 19,000 હેક્ટરમાં ખારેકનું ઉત્પાદન લેવામાં આવી રહ્યું છે. આ જોતાં ચાલુ વર્ષે 1,80,000 મેટ્રિક ટન ખારેકનું ઉત્પાદન થવાની શક્યતા છે. કચ્છમાં ખારેકનું વાવેતર વધવાની સાથે ખારેકની માગમાં પણ વધારો થઇ રહ્યો હોવાનાં કારણે ખારેકનું વાવેતર કરતાં ખેડૂતોને સારા એવા ભાવ મળી રહ્યા છે.

આ મિઠાશને કારણે જ કચ્છની ખારેકની વિદેશમાં માગ વધી રહી છે. કચ્છનાં ખેડૂતો ખારકને વિદેશમાં એક્સપોર્ટ કરીને સારા એવા ભાવ મેળવી રહ્યાં છે. કચ્છી ખારેક દર વર્ષે સિંગાપુર, મલેશિયા, ઇન્ડોનેશિયા, યુકે, મુંબઇ, મ્યાનમાર, લંડન તેમજ સાઉથ ઇન્ડિયામાં એક્સપોર્ટ કરવામાં આવે છે. ચાલુ વર્ષે ઉત્પાદનનો આંકડો જોતાં અંદાજીત કરોડોનાં કારોબારની શક્યતા છે.
Published by: Vinod Zankhaliya
First published: July 4, 2022, 1:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading