સહાય ન ચુકવાતા ભુજમાં પાંજરાપોળના સંચાલકોનો ભારે રોષ, મામલતદાર કચેરીમાં 300 ગાયો છોડી વિરોધ કર્યો

News18 Gujarati
Updated: September 24, 2022, 3:29 PM IST
સહાય ન ચુકવાતા ભુજમાં પાંજરાપોળના સંચાલકોનો ભારે રોષ, મામલતદાર કચેરીમાં 300 ગાયો છોડી વિરોધ કર્યો
500 કરોડની સહાય ન ચૂકવાતા વિરોધ

Protest in Bhuj: 500 કરોડની સહાય મામલે ભૂજમાં પણ પાંજરાપોળના સંચાલકોનું વિરોધ પ્રદર્શન, મામલતદાર કચેરીમાં 300 ઢોર છોડી પોતાનો વિરોધ નોંધાવ્યો, સહારની રકમ નહીં ચુકવાય તો આંદાલન ચાલુ રાખવાની ચિમકી.

  • Share this:
ભુજ: સમગ્ર રાજ્યમાં અત્યારે પાંજરાપોળના સંચાલકો સરકારનો ભારે વિરોધ કરી રહ્યા છે. સરકાર દ્વારા ગાયોના ધાસચારા માટે 500 કરોડની સહાય જાહેર કરી હતી. સહાયની જાહેરાત કર્યા પછી લાંબા સમયગાળા બાદ પણ સહાય ન ચુકવતા આત્યારે રાજ્યમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે 500 કરોડની સહાય મામલે ભૂજમાં પણ પાંજરાપોળના સંચાલકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સરકારનો વિરોધ કરતા પાંજરાપોળના લોકોએ મામલતદાર કચેરીમાં ઢોર છોડી પોતાનો વિરોધ નોંધાવ્યો છે.

મામલતદાર કચેરીમાં 300 ઢોર છોડવામાં આવ્યા


સરકારે સહાય ન ચુકવતા કચ્છમાં ગૌશાળા પાંજરાપોળના સંચાલકોએ ભુજમાં 300 ઢોર મામલતદાર કચેરી ખાતે છોડી મુક્યા છે. સરકારે જાહેર કરેલ સબસીડી ન અપાતા સંચાલકોમાં ભારે રોષે જોવા મળ્યો છે. લોકો સરકારી કચેરીઓમાં પોતાના પાંજરાપોળના ઢોર છોડીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, સબસીડી ચુકવણી માટે અનેક વખત પાંજરાપોળના સંચાલકોએ આંદોલનો કરી ચિમકીઓ અપાઈ હતી. અત્યારે પણ સંચાલકો સરકારને ચિમકી આપી રહ્યા છે. જો સત્વરે સહારની રકમ નહીં ચુકવાય તો આંદોલન હજી પણ યથાવત રહેશે. સમગ્ર રાજ્યમાં પાંજરાપોળના સંચાલકોએ સરકાર સામે બોયો ચડાવી દીધી છે.

ઠેરઠેર પાંજરાપોળના લોકો કરી રહ્યા છે વિરોધ


ઉલ્લખનીય છે કે, બનાસકાંઠાના ડીસા, રાધનપુરમાં સંચાલકોએ પણ વિરોધ નોંધાવતા પાંજરાપોળમાંથી ગાયો છોડી હતી. આ વચ્ચે વિરોધ કરી રહેલા સંચાલકોની ઠેરઠેર અટકાયત થતા ગૌ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સહાય નહીં આપે ત્યાં સુધી ઉગ્ર લડત ચાલુ રાખવા ગૌ ભક્તોની ચીમકી ઉચ્ચારી હતી. ભાભરમાં પણ પાંજરાપોળની ગાયો સરકારી કચેરીઓમાં છોડી વિરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે પાટણના સાંતલપુરમાં પણ ગૌભક્તોએ ગૌશાળાની ગાયો રોડ પર છોડી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.

500 કરોડની સહાયની સરકારે જાહેરાત કરી હતી

સમગ્ર રાજ્યમાં અત્યારે ગૌશાળા સંચાલકોનું આંદોલન ઉગ્ર બન્યું છે. સરકાર ગત માર્ચ માસમાં 500 કરોડની સહાયની જાહેરાત કરી હતી પણ હજુ સુધી આ સહાય રકમ ચુકવામાં આવી નથી. જેથી પશુપાલકો, ગૌભક્તો અને ગૌશાળા સંચાલકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. જો સરકાર દ્વારા સત્વરે 500 કરોડની સહાય ચુકવવામાં આવે તેના માટે રાજ્યમાં ઠેરઠર ગૌશાળાના સંચાલકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ પહેલા પણ ગૌશાળાના સંચાલકોએ સરકારી કચેરીઓમાં ગાયો છોડવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી
Published by: Vimal Prajapati
First published: September 24, 2022, 3:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading