33 વર્ષની એક મહિલાને થઈ આ અસાધ્ય બિમારી, વેડિંગ આલ્બમમાં પોતાને જ ન ઓળખી શકી

News18 Gujarati
Updated: February 19, 2021, 6:15 PM IST
33 વર્ષની એક મહિલાને થઈ આ અસાધ્ય બિમારી, વેડિંગ આલ્બમમાં પોતાને જ ન ઓળખી શકી
પ્રતિકાત્મક તસવીર

આ બિમારીને કારણે તે લોકોના ચહેરાને ભૂલી જાય છે. તેની હાલત એટલી ગંભીર છે કે તેણી પોતાના લગ્નના ફોટોઝમાં પોતાને પણ ઓળખી નથી શકતી.

  • Share this:
ડર્બશાયરની 33 વર્ષીય લોરેન નિકોલ-જોન્સ (Lauren Nicole-Jones) face blindness એટલેકે પ્રોસોપેગનોસિયા (prosopagnosia) નામની દુર્લભ બિમારીથી પીડાય છે. આ બિમારીને કારણે તે લોકોના ચહેરાને ભૂલી જાય છે. તેની હાલત એટલી ગંભીર છે કે તેણી પોતાના લગ્નના ફોટોઝમાં પોતાને પણ ઓળખી નથી શકતી.

લોરેને કીધું કે પોતાને સ્ત્રીની જેમ પહેરેલા સફેદ ગાઉનના કારણે ઓળખી શકી હતી. જો કદાચ તેણે આ કપડા ના પહેર્યા હોત, તો હું પોતાને પણ ઓળખી ન શકી હોત.

Mirror સાથેની વાતચીતમાં લોરેન આપવીતી રજૂ કરતા કહે છે કે જીવન કેટલીકવાર એટલી હદે મુશ્કેલ બની જાય છે કે, હું દરેક સમયે પોતાને ઓળખી નથી શકતી. કારણ કે હંમેશાં હું મારા ફોટોને પાસે રાખી શકતી નથી. અમુક ઘટનાઓ તો એવી બની છે મેં ફોટો જોયો હોય અને આશ્ચર્ય લાગ્યું હોય કે હું અહિંયા ક્યારે ગઈ હતી.

લોરેનની સ્થિતિની એટલી ગંભીર થઈ ગઈ છે કે તે તેના જ શ્રેષ્ઠ મિત્રો, હસ્તીઓ અને પોતાને ફોટો આલ્બમ્સમાં ઓળખી શકતી નથી.

આ પણ વાંચોઇન્ડોનેશિયા: હવાથી ગર્ભવતી થઈ ગઈ મહિલા, પંદર મિનિટમાં જ ડિલીવરી, ડોક્ટરો હેરાન

તેણે જન્મદિવસના બપોરના ભોજનને યાદ કરતાં શેર કર્યું કે એક મહિલા આવી અને તેણે મને આલિંગન(HUG) આપ્યું. પરંતુ, તેને ઓળખી ન શકી. હકીકતમાં તે મહિલા 12 વર્ષથી તેણીની શ્રેષ્ઠ મિત્ર હતી. એક માસ અગાઉ તેના લગ્નમાં તેણી સાથે લોરેને ફોટો પણ પડાવ્યાં હતા.ઉપાય શું શોધ્યો ?

આ સ્થિતિનો કોઈ ઇલાજ ન હોવાથી તેમણે લોકોને તેમની આદતો, અવાજ અને પદ્ધતિઓ દ્વારા પોતાની જાતને ઓળખવાનું શીખી લીધું છે.

આ પણ વાંચો - કોફી પીવાનો યોગ્ય સમય કયો છે? જાણો કયા સમયે પીવી જોઈએ કોફી

અંદાજે 50માંથી 1 વ્યક્તિને આ પ્રકારની બિમારી થવાનો ભય હોય છે, મગજના અમુક તંત્ર કે અંગ જે મેમરીને નિયંત્રિત કરે છે, તેમાં ક્ષતિ પહોંચે તો આ અસાધ્ય બિમારી થઈ શકે છે.

જોકે લોરેન તેના પતિ અને તેના સાથેના અન્ય કેટલાક કુટુંબના સભ્યોને અમુક વખત ઓળખી જાય છે. પોતાની આ સ્થિતિ વિશે તે લોકો સાથે શેર કરતી નથી કારણ કે તેનાથી લોકો વધુ ને વધુ જ પ્રશ્નો કરશે.
Published by: kiran mehta
First published: February 19, 2021, 6:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading