શરીરમાં લોહીની ઉણપ છે? તો ડાયટમાં શામેલ કરો આ 5 સુપર ફૂડ


Updated: July 30, 2021, 8:27 PM IST
શરીરમાં લોહીની ઉણપ છે? તો ડાયટમાં શામેલ કરો આ 5 સુપર ફૂડ
ફાઈલ તસવીર

Foods For Iron Deficiency: શરીરમાં લોહીના ઉણપના કારણે અનેક પ્રકારના રોગ થઈ શકે છે. લોહીના અભાવના કારણે એનિમિયા થાય છે. જેમાં લોહીમાં તંદુરસ્ત લાલ રક્ત કોશિકાઓનો અભાવ થાય છે.

  • Share this:
Foods For Iron Deficiency: શરીરમાં લોહીના ઉણપના કારણે અનેક પ્રકારના રોગ થઈ શકે છે. લોહીના અભાવના કારણે એનિમિયા થાય છે. જેમાં લોહીમાં તંદુરસ્ત લાલ રક્ત કોશિકાઓનો અભાવ થાય છે. તેના લક્ષણો શરૂઆતમાં દેખાતા નથી, પરંતુ શરીરમાં આયર્નની ઉણપ થાય ત્યારે તેના લક્ષણો ઝડપથી દેખાવા લાગે છે.

શરીરમાં લોહીના અભાવને કારણે ભારે થાક, નબળાઈ, માથાનો દુખાવો અને ચક્કર જેવા લક્ષણો દેખાઈ શકે છે. જો તમારા શરીરમાં પણ લોહીની ઉણપ હોય તો અમુક ખાદ્ય પદાર્થોનું સેવન કરીને આ ઉણપ દૂર કરી શકાય છે. અહીં જાણીએ એવા ખોરાક વિશે જે શરીરમાં લોહી વધારે છે.

બીટ

બીટ શરીરમાં લોહીનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે. તેમાં વધુ માત્રામાં આયર્ન હોય છે. તે શરીરને ડિટોક્સિફાય કરવા ઉપરાંત હિમોગ્લોબિનનું પ્રમાણ પણ વધારે છે.

સફરજન

કહેવાય છે કે દિવસમાં એક સફરજન તમને ઘણા રોગથી દૂર રાખશે. સફરજન સ્વસ્થ રહેવા ઉપરાંત શરીરમાં લોહીની કમી પૂરી કરવામાં પણ મદદ કરે છે. તે શરીરમાં હિમોગ્લોબિન વધારે છે.દાડમ

દાડમ એ કેલ્શિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન અને વિટામિન્સથી ભરપૂર છે. શરીરમાં લોહીની માત્રા વધારવામાં દાડમ ફાયદાકારક મનાય છે.

ડ્રાય ફ્રૂટ્સ

ખજૂર, બદામ અને અખરોટ જેવા ડ્રાય ફ્રૂટ્સમાં આયર્ન રહેલું છે. તેના સેવનથી લોહીમાં ઝડપથી લાલ રક્ત કોષોમાં વધારો થાય છે.

પાલક

જો તમારા શરીરમાં લોહીની ઉણપ છે તો પાલકને તમારા આહારમાં શામેલ કરી શકો છો. પાલકમાં ભરપૂર માત્રામાં આયર્ન રહેલું છે.

(Disclaimer: આ લેખમાં આપેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલાં સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરો.)
Published by: kuldipsinh barot
First published: July 30, 2021, 8:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading