આ 5 પ્રકારના નખ જણાવે છે સ્વાસ્થ્ય વિશે, રંગ અને બનાવટથી જાણો તમને કઈ બીમારી છે!


Updated: July 13, 2021, 1:42 PM IST
આ 5 પ્રકારના નખ જણાવે છે સ્વાસ્થ્ય વિશે, રંગ અને બનાવટથી જાણો તમને કઈ બીમારી છે!
પ્રતીકાત્મક તસવીર: Shutterstock

What Your Nails Say About Your Health: તમે તમારા નખ પર ધ્યાન આપીને ગંભીર બીમારીથી બચી શકો છો. આવો જાણીએ કઇ રીતે નખ તમારા સ્વાસ્થ્ય વિશે જણાવી શકે છે.

  • Share this:
ૂનવી દિલ્હી: નખ (Nails) શરીરના ડેડ સેલ્સ કહેવાય છે, પરંતુ શું તમે જાણો છો કે નખના રંગ અને બનાવટ દ્વારા તમે તમારા સ્વાસ્થ્ય (Health) વિશે જાણી શકો છો. નખનો બદલતો રંગ જણાવે છે કે તમારું સ્વાસ્થ્ય બરાબર નથી. તે અંદર જ ઘણી બીમારીઓ સામે લડી રહ્યું છે. મહિલાઓ પોતાના નખનું ખાસ ધ્યાન રાખે છે, પરંતુ તમે જાણતા હોવા જોઇએ કે બહારથી જ નખનું ધ્યાન રાખવાથી કંઇ નહીં થાય. તે માટે શરીરને પોષણ આપવું પડશે. પોતાના નખ પર ધ્યાન આપીને તમે ગંભીર બીમારીઓ સામે બચી શકો છો. આવો જાણી કઇ રીતે નખ તમારા સ્વાસ્થ્ય વિશે જણાવી (What your nails say about your health) શકે છે.

તૂટેલા નખ

બ્રિટલ નેલ્સ કે પછી નખનું વારંવાર તૂટવું તે વાતનો સંકેત આપે છે કે તમારા નખ ખૂબ નબળા પડી ગયા છે. નખની આ સ્થિતિ જણાવે છે કે તમારા શરીરમાં પોષક તત્વોની ઉણપ છે. જ્યારે નખ ત્રાંસા તૂટે છે તો તેને ઓનિકોસ્ચિજિયા કહેવાય છે, જ્યારે નખ વધવાની દિશા તૂટે છે તો તેને ઓનીકોરહેક્સિસ કહે છે. નખ તૂટવાનો અર્થ છે શરીર નબળું પડી રહ્યું છે.

આ પણ વાંચો: કૉંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ વકીલ મારફતે પત્ની રેશ્મા પટેલને પાઠવી નોટિસ

ઝાંખા નખ

નખનો રંગ ઝાંખો પડી જવો ઉંમર વધવાનો સંકેટ આપે છે. મોટાભાગે 60 વર્ષથી વધુની ઉંમરના લોકોના નખ ઝાંખા પડી જાય છે. જોકે, ઓછી ઉંમરે નખ ઝાંખા થવાનો અર્થ છે કે શરીરમાં કોઇ બીમારી આવી છે. શરીરમાં લોહીની કમી, કુપોષણ, લીવરની બીમારી કે પછી હાર્ટ સંબંધિત સમસ્યાઓના કારણે નખ ઝાંખા પડી જાય છે.આ પણ વાંચો: SBI લાવી નવું સેવિંગ એકાઉન્ટ, સામાન્ય બચત ખાતા કરતા મળશે વધારે વ્યાજ- જાણો વિગત

સફેદ નખ

ઘણી વખત આંગળીઓ પર ઇજા થવાથી નખ સફેદ થઇ જાય છે, પરંતુ જો તમારા તમામ નખ ધીમે-ધીમે સફેદ થઇ રહ્યા છે તો તેનો મતલબ છે કે તમારું શરીર સ્વસ્થ નથી. આ પ્રકારના નખ લીવર સંબંધિત બીમારી, ક્રોનિક કિડની ડિસીઝ અને કંઝેસ્ટિવ હાર્ટ ડિસીઝ જેવી બીમારીઓનો સંકેત આપે છે.

પીળા નખ

પીળા નખ મોટાભાગો ફંગલ ઇન્ફેક્શનના કારણે થાય છે. આ પ્રકારના નખ સોરાયસિસ, થાઇરોઇડ અને ડાયાબિટીસનો સંકેટ આપે છે. યલો નેલ સિન્ડ્રોમ નામની દુર્લભ બીમારી તે લોકોમાં જોવા મળે છે જેમને ફેફસા સંબંધિત કોઇ સમસ્યા હોય છે કે પછી જેના હાથ-પગમાં ક્યારેક સોજો રહે છે. તો શરીરમમાં વિટામીન ઇની ઉણપના કારણે પણ નખ પીળા પડી જાય છે.

આ પણ વાંચો: દાહોદમાં માનવતાને શરમાવે તેવું કૃત્ય: પ્રેમી સાથે ભાગી જનાર યુવતીનાં કપડાં ફાડી નાખ્યાં, ખભા પર યુવકને બેસાડી પરેડ કરાવી

વાદળી નખ

નખ વાદળી થઇ જવાના ઘણા કારણ હોઇ શકે છે. તેને બ્લૂ પિગ્મેન્ટેશન નેલ્સ કહેવાય છે. સામાન્ય રીતે તે ચાંદીના વધુ સંપર્કમાં રહેવાથી થાય છે. મેલેરિયાની સારવારમાં વપરાતી દવાઓ, હ્યદયના ધબકારા નિયંત્રિત કરતી દવાઓ અને લીવર સંબંધિત દવાઓ પણ બ્લૂ પિગ્મેન્ટેશનનું કારણ બની શકે છે. એચઆઇવીના દર્દીઓના નખ પણ પીળી પડી જાય છે.
First published: July 13, 2021, 1:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading